SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વેષ-ઈષ્ય વિષે] ઉપદેશમલા (પુષ્પમાલા) [આચાર્યનું દૃષ્ટાંત-૬૭૯ પૂર્ણ બનેલી સઘળી રાણીઓ તેની આગળ નૈવેદ્ય અને પૂરી વગેરે નાખે છે. પછી સ્નેહપૂર્વક અને વિષાદરસથી યુક્ત કહે છે કે, હે મહાનુભાવો! ધર્મમાં તત્પર થઈને પણ તેં ષ કેમ કર્યો? જેથી આ દુર્ગતિ પ્રાપ્ત થઈ. ઈત્યાદિ તેમનો આદર જોઇને અને વચનો સાંભળીને ઉત્સુકતાથી તે હૃદયમાં વારંવાર વિચારે છે કે, આ (રાણીઓ) આ શું કહે છે? અને આગળ આ દેવમંદિર શું છે? આમનો મારા ઉપર આટલો આદર પણ કેમ છે? ઈત્યાદિ વિચારતી તેને જાતિસ્મરણજ્ઞાન થયું. જાતિસ્મરણશાનથી પૂર્વે કરેલ ઈર્ષ્યા વગેરે સઘળું યાદ કરે છે. પછી સંવેગને પામેલી તેણે સિદ્ધ આદિની સમક્ષ તે સઘળાની આલોચના-નિંદા કરીને અનશનનો સ્વીકાર કર્યો. ક્રમે કરીને મૃત્યુ પામેલી તે વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થઈ. આ પ્રમાણે દ્વેષને દુઃખફલવાળો જોઈને તેનો સર્વથા ત્યાગ કરવો. આ પ્રમાણે કુંતલદેવીનું દૃષ્ટાંત પૂર્ણ થયું. આચાર્યનું દૃષ્ટાંત કોઈ ગચ્છમાં ઘણા આગમના પારને પામેલા પણ આચાર્ય કર્મના કારણે ક્રિયામાં અતિશય શિથિલ થઈ ગયા. તેમનો એક શિષ્ય સર્વ આગમોના પારને પામેલો હતો અને ક્રિયામાં સદાય દઢ હતો. તેથી ઘણા ગુણોનું કારણ હોવાના કારણે શિષ્યો અને સર્વ શ્રાવકલોક આચાર્યને છોડીને તેની પાસે જ ધર્મ સાંભળે છે અને બહુમાનપૂર્વક તેની અધિક ભક્તિ કરે છે. તેથી કર્મના કારણે આચાર્ય શિષ્ય ઉપર અતિશય દ્વેષને ધારણ કરે છે. તો પણ શિષ્ય કયારેય પોતાના ઉચિત આદરને મૂકતો નથી, અર્થાત્ આચાર્યનો ઉચિત આદર કરે છે. આ પ્રમાણે સમય જતાં મલિન ચિત્તવાળા આચાર્ય ઈર્ષ્યાથી મરીને ઉદ્યાનમાં સર્પ થયા. તે ઉદ્યાનમાં અન્ય સ્થવિર ગુરુઓની (=વડિલોની) સાથે તે શિષ્ય અને સાધુઓ રહેલા છે. તે ઉત્તમશિષ્ય વિવિધ પ્રકારની કલ્પનાઓથી રહિત અને ઇર્ષ્યા વગેરેથી રહિત છે. એક દિવસ ઘણા સાધુઓથી પરિવરેલો તે શિષ્ય સ્વાધ્યાયભૂમિમાં જાય છે. તેને જોઇને સર્ષ પૂર્વે કરેલા વૈષના સંબંધથી બીજા સાધુઓને છોડીને તેને જ કરડવા માટે દોડે છે. તે જઇને સ્થવિરોને કહે છે. સ્થવિરોએ તેને સામાન્યથી કહ્યું કે, તે સર્પ ચારિત્રની વિરાધના કરનાર કોઇક જીવ છે. તે નગરીમાં કેવલજ્ઞાની પધાર્યા. તે સાધુઓએ કેવલજ્ઞાનીને સર્પનો તે વૃત્તાંત પૂક્યો. કેવલજ્ઞાનીએ કહ્યું. પૂર્વે આચાર્યના ભવમાં તેને આ શિષ્ય ઉપર ઇર્ષ્યા હતી. ચારિત્રની વિરાધનાથી અહીં સર્પ થયો છે. તેથી સંવેગને પામેલા સર્વ સાધુઓએ તે જ્ઞાનીને પૂછ્યું: હે ભગવન્! હમણાં આ મહાનુભાવ કેવી રીતે ઉપશમભાવને પામશે? જ્ઞાનીએ કહ્યુંઃ સ્થવિરો તેને પૂર્વભવનો વૃત્તાંત કહીને હિતશિક્ષા આપે. તેથી તે જાતિસ્મરણજ્ઞાન પામીને ઉપશમભાવને પામશે. સ્થવિરોએ તે પ્રમાણે કર્યું. ઉ. ૨૦ ભા.૨
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy