SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૪-૫૨પરિવાદનિવૃત્તિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) પરપરિવાદનિવૃત્તિ દ્વાર હવે પરપરિવાઇનિવૃત્તિ દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પૂર્વની સાથે સંબંધવાળી ગાથાને કહે છે– [આત્માની જ ચિંતા કર सुडुवि गुणे धरंतो, पावइ लहुअत्तणं अकित्तिं च । परदोसकहानिरओ, उक्करिसपरो य सगुणेसु ॥ ४५३॥ સારી રીતે પણ ગુણોને ધારણ કરનાર જો પરદોષોની કથામાં તત્પર બને અને પોતાના ગુણોસંબંધી ઉત્કર્ષમાં તત્પર બને તો લઘુતા અને અકીર્તિને પામે છે. વિશેષાર્થ— તેથી પૂર્વોક્ત અનાયતનત્યાગ સુધીના ગુણોને ધારણ કરનારાએ પણ હમેશાં પરપરિવાદ અને સ્વોત્કર્ષ એ બે દોષોનો અવશ્ય ત્યાગ કરવો જોઇએ. આથી અનાયતનત્યાગ દ્વાર પછી પરપરિવાદનિવૃત્તિ દ્વારનો ઉલ્લેખ કર્યો છે. [૪૫૩] અન્યને અકાર્ય કરતો જોઇને પરપરિવાદ વિના રહેવાનું કેવી રીતે શક્ય બને? એવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે— आयरइ जइ अकज्जं, अन्नो किं तुज्झ तत्थ चिंताए ? । अप्पाणं चि चिंतसु, अज्जवि वसगं भवदुहाणं ॥ ४५४॥ જો અન્ય અકાર્ય કરે છે તો તેની ચિંતાથી તારે શું? હજી પણ ભવદુઃખોને વશ બનેલા આત્માની જ ચિંતા કર. વિશેષાર્થ– જો અન્ય કોઇપણ અકાર્ય કરે છે તો તેની ચિંતાથી તારું આ લોકસંબંધી ધનલાભ વગરે કોઇ કાર્ય સિદ્ધ થતું નથી, બલ્કે અનર્થની પ્રાપ્તિ થાય. કહ્યું છે કે— “પરના વિદ્યમાન કે અવિદ્યમાન દોષોને બોલવાથી શું? પરના દોષો બોલવાથી ધનની કે યશની પ્રાપ્તિ થતી નથી અને તે શત્રુ કરાયેલો થાય છે.” પરલોકસંબંધી કાર્યસિદ્ધિ તો દૂર કરેલી જ છે. કારણ કે પરલોકમાં પણ અનર્થની જ પ્રાપ્તિ જોવાયેલી છે. કહ્યું છે કે-“પરનો તિરસ્કાર અને નિંદા તથા પોતાનો ઉત્કર્ષ કરવાથી અનેક ક્રોડો ભવો સુધી દરેક ભવમાં દુઃખે કરીને છોડી શકાય તેવું નીચગોત્રકર્મ બંધાય છે.” (પ્ર.૨.ગા. ૧૦૦) વળી– પરની ચિંતા પણ કરાય, પણ જો પોતાની ચિંતા પૂર્ણ થઇ ગઇ હોય તો, અને પોતાની ચિંતા પૂર્ણ થઇ નથી. આથી જ ગ્રંથકાર કહે છે કે- આત્માની જ
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy