SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૮-સત્સંગ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સોમા-ચિત્રભાનુનું દૃષ્ટાંત સમ્યકત્વની અવિચલ સત્પતિજ્ઞાથી દેવો પણ ચલિત ન કરી શકે તેવી છે. બારે ય પ્રકારના ગૃહસ્થધર્મને નિરતિચારપણે પાળે છે. સાધુના ચરણકમલોને પૂજે છે. જિનેન્દ્રના વચનોને વિચારે છે. અકલ્યાણ મિત્રોનો સદાય દૂરથી ત્યાગ કરે છે. પરના દોષોને જોતી નથી. પરનિંદા, વિકથા અને અશુભ ચિંતન કરતી નથી. સ્વાધ્યાય-ધ્યાનમાં તત્પર રહે છે. સ્વકાર્યોને કરવામાં તલ્લીન રહે છે. આ પ્રમાણે કેવળ ગુણોથી ઘડાયેલી આ સુશ્રાવિકાને જોઈને હર્ષ પામેલી સોમા વિચારે છે કે, અહો! ગુણોનો ઉત્કર્ષ! ત્યારે વડિલજનોએ જે કલ્યાણમિત્રયોગ ઉપદેશ્યો હતો તે જો આનો સંગ કરવામાં આવે તો સારી રીતે જ થાય. (૨૫) આ પ્રમાણે વિચારીને સોમા હંમેશા તેની નજીક જાય છે, તથા અતિબહુમાનથી યુક્ત તે વિનયથી શીલરતિની સેવા કરે છે. સુશ્રાવિકા પણ વિનય અને સરળતા વગેરેથી તેની યોગ્યતાને જાણીને થોડું થોડું જિનસિદ્ધાંતોનું રહસ્ય કહે છે. જેવી રીતે પ્રત્યેક સમયે અમૃતના બિંદુના ભાગથી (=પાનથી) અતિશય મોટા રોગોથી મુક્ત થાય તેમ તે પણ મોટા ભાગરોગોથી મુક્ત થઇ. સંવેગને પામેલી તેણે કહ્યું હે પ્રિયસખી! અનાથ હું આટલા કાળ સુધી અજ્ઞાન વગેરે પાપચોરોથી લુંટાણી છું. તેથી હમણાં જિનેન્દ્રધર્મ આપીને તે પ્રમાણે કૃપા કર કે જેથી તે અંતર વૈરીઓ ફરી મને લુંટવા સમર્થ ન થાય. તેથી શીલરતિએ કહ્યું છે પ્રિયસખી! હવે હું આ કરું છું. પણ જો તું અવિવેકી લોકોના ઉપહાસ વગેરે કારણોથી લીધેલા જિનેન્દ્રધર્મમાં ચંચળ ચિત્તવાળી બને તો તેની વિરાધનાથી તું સંસારરૂપ જંગલમાં ભમીશ. લોકહાસ્ય આદિ ભયથી કોઈ અવિવેકીઓ પોતાના હિતનો પણ કંથાસિદ્ધની જેમ ત્યાગ કરતા લોકમાં દેખાય છે. હે પ્રિયસખી! કંથાસિદ્ધ કોણ છે? એમ સીમાએ પૂછ્યું. એટલે શીલરતિએ કહ્યું: સાંભળ. કંથાસિદ્ધબ્રાહ્મણનું દૃષ્ટાંત આ જ નગરમાં જન્મથી દરિદ્ર, બહુકુટુંબ પરિવારવાળો, દીન, દુઃખી અને દુર્દશાને પામેલો બ્રાહ્મણ હતો. તે ભોજન માટે નગરમાં ભમે છે. તેના કુટુંબનું ક્યારે ય પેટ પણ પૂરું ભરાતું નથી. પછી એકવાર ભમતા તેણે એક દેવમંદિરમાં અનેક અતિશયથી યુક્ત એક વિદ્યાસિદ્ધને જોયો. પછી તેણે ઘણા વિનયથી તેની સેવા કરવાનું શરૂ કર્યું. ઘણા દિવસો પછી કઠોર સેવાથી તુષ્ટ થયેલા વિદ્યાસિદ્ધ તેને કરુણાથી ઉત્તમ વિદ્યા આપી. વિદ્યા સાધવાની પૂર્વે અને વિદ્યા સાધ્યા પછી જે સેવા કરવાની હોય તે સેવા વગેરે વિધિ કહ્યો અને વિદ્યાનું ફળ પણ કહ્યું. પછી વિદ્યાસિદ્ધ અદશ્ય થઈ ગયો. બ્રાહ્મણ પણ તે વિદ્યા લઈને ઘરે ગયો. પછી શમશાનમાં જઈને વિદ્યાસિદ્ધ કહેલી વિધિથી અપ્રમત્તપણે વિદ્યા સાધે છે. ઘણા ઉપસર્ગો
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy