SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ અનાયતન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) ચિત્યદ્રવ્ય વિનાશમાં દોષ-૬૬૧ અને તેની રક્ષા કરવી જોઇએ એવું જણાવનારા વચનોથી યુક્ત અને તેનો વિનાશ કરનારને અનંતદુઃખરૂપ વિપાક ભોગવવો પડે છે એમ કહેનારા અનેક વાક્યોથી યુક્ત એવા જિનવચનને સ્થાને સ્થાને જાણીને ચૈત્યદ્રવ્ય આદિની ચોરીમાં કોણ પ્રવર્તે? જેમણે જિન ધર્મના સ્વરૂપને જાણ્યો છે એવા પણ ઘણા આવા પ્રકારના પાપોમાં પ્રવૃત્તિ કરતા દેખાય જ છે, અને જે જોવામાં આવ્યું હોય તે ન ઘટી શકે તેવું ન હોય, અર્થાત્ ઘટી શકે તેવું હોય છે. આવી આશંકા કરીને કહે છે કે, અથવા ધર્મનો જાણકાર પણ આવા પ્રકારના પાપોમાં પ્રવૃત્તિ કરે છે તો જણાય છે કે તેણે શ્રેણિક વગેરેની જેમ સમ્યકત્વની પ્રાપ્તિ પહેલાં જ નરકનું આયુષ્ય બાંધી દીધું છે. અન્યથા આવા પ્રકારના પાપોમાં પ્રવૃત્તિ ન કરે. બંધાયેલું નરકનું આયુષ્ય જ મહાપાપોમાં પ્રવર્તાવનારાં કર્મોને ખેંચી લાવે છે. અર્થાત્ નરકનું બંધાયેલું આયુષ્ય મહાપાપોમાં પ્રવર્તાવનારાં કર્મોને ઉદયમાં લાવે છે અને એથી તે આવાં પાપો કરે છે. [૪૪૬] ચૈત્યદ્રવ્યની ચોરી કરનારાઓને શો દોષ છે? એવી આશંકા કરીને દૃષ્ટાંતદ્વારા તે દોષને બતાવવા માટે કહે છે जमुवेहंतो पावइ, साहूवि भवं दुहं च सोऊणं । સંસમાડ્યાપ, વસો વેફચવષ્યમવર? | ૪૪૭ ઉપેક્ષા કરતો સાધુ પણ અનંતભવને અને દુઃખને પામે છે, તેથી ચૈત્યદ્રવ્યની ચોરી કોણ કરે? સંકાશ આદિના અનંતભવને અને દુઃખને સાંભળીને ચૈત્યદ્રવ્યની ચોરી કોણ કરે? અર્થાત્ કોઈ ન કરે. વિશેષાર્થ- સ્વયં ચૈત્યદ્રવ્યનું ભક્ષણ કરે એની વાત તો દૂર રહો, કિંતુ નાશ પામતા ચૈત્યદ્રવ્યની સામર્થ્ય હોવા છતાં જો સાધુ ઉપેક્ષા કરે, એટલે કે દેશના આદિથી ચૈત્યદ્રવ્યની રક્ષા ન કરે, તો સાધુ પણ અનંતભવને પામે છે. તેથી ચૈત્યદ્રવ્યની ચોરી કોણ કરે? અર્થાત્ કોઇ ન કરે. ચૈત્યદ્રવ્યના વિનાશની ઉપેક્ષામાં સાધુને અનંતભવો સુધી ભ્રમણ થાય એમ આગમમાં પણ કહ્યું છે જ. કારણ કે નિશીથમાં કહ્યું છે કે चेइयदव्वविणासे, तद्दव्वविणासणे दुविहभेदे । साहू उवेक्खमाणो, अणंतसंसारिओ होइ ॥ ૧. આ વિષે શ્રાદ્ધદિનકત્યમાં ગાથા આ પ્રમાણે છે चेइयदव्वं साहारणं, च जो दुहइ मोहियमईओ । धम्मं च सो न याणइ, अहवा बद्धाउओ नरए ॥ ઉપદેશમાળામાં ટીકામાં કરાયેલા ત્યાશવાદ-અથવા ઇત્યાદિ ઉલ્લેખથી જણાય છે કે શ્રાદ્ધદિનકૃત્યની આ ગાથા આ સ્થળે લેખકદોષ આદિથી રહી ગઈ હોય એમ જણાય છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy