SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રી સંગમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અર્હન્નકમુનિનું દૃષ્ટાંત-૬૫૭ પ્રમાણે કહેવાયેલા પણ તે મુનિ પુત્રસ્નેહના મોહથી તે જ પ્રમાણે તેને અનુકૂલ આચરણ કરે છે. હવે એકવાર અનશન વિધિ કરીને પિતા કાલધર્મ પામ્યા. અતિશય ભૂખ્યા થયેલા અર્હન્નક મુનિ સ્વયમેવ ભિક્ષા માટે ભમે છે. સુકુમાર એવા તેને ઉપસર્ગો અને પરીષહો અતિશય પીડા કરે છે. હવે એકવાર ઉનાળો પ્રવર્તી રહ્યો હતો. આખું વિશ્વ તપી ગયું હતું. ગોચરી માટે ભમતા આ મુનિ અતિશય શ્રાન્ત થઇ ગયા. તેથી દેશાંતર ગયેલા એક સાર્થવાહના ઘણા ધન-સુવર્ણથી સમૃદ્ધ, રમણીય અને મોટું ઘર જોઇને ગરમીથી પરિતાપ પામેલા અને શરીરમાંથી પસીનો ટપકી રહ્યો છે એવા તે મુનિ એ ઘરની છાયામાં વિસામો લેવા માટે ક્ષણવાર ઊભા રહે છે. એ ઘરમાં રહેલી સાર્થવાહની સ્ત્રીને ઘણા દિવસોથી પતિવિયોગ થયો હતો. એ પતિવિયોગે તેના શરીરમાં કામરૂપ અગ્નિ ઉત્પન્ન કર્યો. એ કામરૂપ અગ્નિથી તે બળી રહી હતી. ઝરુખામાં બેઠેલી તે સ્ત્રીએ આ મુનિને જોયા. મુનિને સુંદર શરીરવાળા, સુકુમાર અને રૂપાળા જોઇને તે સ્ત્રી તેમના પ્રત્યે અનુરાગવાળી બની. તેમની પાસે પોતાની દાસીને મોકલીને બોલાવે છે. મુનિ આવી રહ્યા હતા ત્યારે નીતિ(શાસ્ત્ર)ને યાદ કરીને તે સ્ત્રી વિચારે છે કે, લોભરૂપ પાશમાં બંધાયેલા મોટા પણ પુરુષો વશમાં કરાય છે. આ પ્રમાણે વિચારીને તીક્ષ્ણ કટાક્ષરૂપ બાણોથી મુનિના મનને વીંધતી તે સ્ત્રી મોદકોનો થાળ ભરીને મુનિને આપે છે. તે વખતે પોતાના નાભિમંડલને કંઇક પ્રગટ કરતી તે સ્ખલના પામતા વચનથી મુનિને કહે છે કે, આવા લાવણ્યથી યુક્ત તમે આ કષ્ટ કેમ કરો છો? આવાં વ્રતો દુર્ભાગ્યવાળા, દરિદ્ર અને કઠોર શરીરવાળા જીવોને યોગ્ય છે, ભોગને યોગ્ય શરીરવાળા તમારા જેવાને યોગ્ય નથી. તેથી ઇચ્છા પ્રમાણે મારી સાથે ક્રીડા કરો, આટલા વૈભવના સ્વામી થાઓ. પાછલી વયમાં ફરી પણ આ દીક્ષાને કરજો. એના શૃંગારને યાદ કરાવનારાં આવાં વચનોથી મુનિના ચારિત્રમોહનો ઉદય થયો. વ્રત ભાંગી ગયું, માહાત્મ્યનો નાશ થયો. સ્ત્રીના તે વચનને સ્વીકારીને તે ત્યાં જ રહ્યો. કપૂર, અગરુ, ચંદન, તંબોલ અને વસ્ત્ર વગેરે કામના સર્વ સાધનોથી પૂર્ણ અર્જુન્નક તે સ્ત્રીની પાસે રહીને દિવસો પસાર કરે છે. તે સ્ત્રી તેને ગુપ્ત રાખે છે, બહાર નીકળવા દેતી નથી. આ તરફ સાધુઓએ બધીય તરફ તેને શોધ્યો, પણ તે જોવામાં ન આવ્યો. તેથી પુત્રસ્નેહના કારણે માતા પાગલ (જેવી) થઇ ગઇ. બાળકસમૂહથી પિરવરેલી તે અર્જુન્નક અર્હન્નક અર્હત્રક એમ બોલતી નગરમાં ભમે છે. (૨૫) તમે અર્હન્નકને ક્યાંય જોયો એમ અન્ય લોકને પૂછે છે. કોઇક માણસને પુત્રબુદ્ધિથી જોઇને હર્ષ પામે છે. આ પ્રમાણે રાજમાર્ગમાં અનુચિત ચેષ્ટા કરતી એને ઝરુખામાં બેઠેલા અર્હન્નકે જોઇ. સર્વલોકને શોક કરવા યોગ્ય
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy