SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ અનાયતન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્ત્રી સંગનો ત્યાગ-૬૫૫ વિશેષાર્થ- જેવી રીતે કોઈ કુમંત્રવાદી વડે બરોબર નહિ ઉતારાયેલા વિષને જોવાયેલી મેઘશ્રેણિ ફરી પણ વધારે છે, તેવી રીતે જોવાયેલી સ્ત્રીઓ પુરુષના મોહને વધારે છે. [૪૩૮] વળી બીજુંसिंगारतरंगाए व, विलासवेलाए जोव्वणजलाए । के के जयम्मि पुरिसा, नारिनईए न वुझंति? ॥ ४३९॥ શૃંગારરૂપ તરંગોવાળી, વિલાસરૂપ પૂરવાળી અને યૌવનરૂપ જલવાળી નારીરૂપી નદીઓ જગતમાં કયા ક્યા પુરુષોને ખેંચી જતી નથી? અર્થાત્ બધા જ પુરુષોને ખેંચી જાય છે. વિશેષાર્થ- શૃંગાર એટલે વસ્ત્રો, આભૂષણો અને અંગરાગ વગેરેથી કરાયેલી શોભા. વિલાસ એટલે નેત્રમાં ભવાં વગેરે દ્વારા પ્રગટ થતો કામવિકાર. [૪૩૯] દૃષ્ટાંત દ્વારા ફરી પણ સ્ત્રીઓના આ જ અનાયતનપણાનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છે जुवईहिं सह कुणंतो, संसरिंग कुणइ सयलदुक्खेहिं । न हि मूसगाण संगो, होइ सुहो सह बिडालीहिं ॥ ४४०॥ સ્ત્રીઓની સાથે સંગ કરતો જીવ સર્વદુઃખોની સાથે સંગ કરે છે. બિલાડીઓની સાથે ઉંદરોનો સંગ સુખકારી થતો નથી. [૪૪૦] પ્રશ્ન- સ્ત્રીઓની સાથે સંગ કેમ સુખકારી બનતો નથી? ઉત્તર- ભ્રાન્તિને પામેલો મૂઢ જીવ કર્તવ્ય-અકર્તવ્યના વિભાગને જાણતો નથી. તેવું કોઈ દુઃખ નથી કે જેને અકૃત્યમાં પ્રવૃત્ત થયેલો જીવ ન પામે. સ્વયં સદ્ભાવને ન પામતી હોવા છતાં આ જ સ્ત્રીઓ અન્યને ભ્રાત કરવા માટે રુદન આદિ પ્રકારોથી બીજાને વિશ્વાસ કરાવે છે એ અંગે ગ્રંથકાર જણાવે છે रोयंति रुयावंति य, अलियं जपंति पत्तियावंति । कवडेण य खंति विसं, महिलाओ न जंति सब्भावं ॥ ४४१॥ સ્ત્રીઓ રડે છે, બીજાને રડાવે છે, ખોટું બોલે છે, કપટથી વિશ્વાસ કરાવે છે, ઝેર ખાય છે, અને સદ્ભાવને પામતી નથી. [૪૪૧] ૧. બરોબર નહિ ઉતરેલું વિષ મેઘશ્રેણિને જોવાથી વધે છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy