SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ અનાયતન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્ત્રી સંગનો ત્યાગ-૬૫૩ અનાયતનાગદ્વાર હવે અન્નાયતનત્યાગ દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પૂર્વની સાથે સંબંધવાળી ગાથાને કહે છે– सज्झायंपि करिज्जा, वज्जंतो जत्तओ अणाययणं । तं इत्थिमाइयं पुण, जईण समए जओ भणियं ॥ ४३३ ॥ સ્વાધ્યાયને પણ યત્નથી અનાયતનનો ત્યાગ કરવા પૂર્વક કરે. સાધુઓ માટે સ્ત્રી વગેરે અનાયતન છે. કારણ કે શાસ્ત્રમાં આ (હવે કહેવાશે તે) કહ્યું છે. વિશેષાર્થ યથોક્તગુણોથી વિશિષ્ટ પણ સ્વાધ્યાયને યત્નથી અનાયતનનો ત્યાગ કરવા પૂર્વક કરે, અનાયતનમાં સ્વાધ્યાયને ન કરે. આથી સ્વાધ્યાયદ્વાર પછી અનાયતનત્યાગ દ્વાર કહેવાય છે. જ્યાં સાધુઓ મોક્ષ માટે પ્રયત્ન કરે તે આયતન. સદ્ગુરુના ચરણોનો અગ્રભાગ વગેરે આયતન છે, અર્થાત્ સદ્ગુરુના ચરણોની પાસે રહેવું વગેરે આયતન છે. ખરાબ આયતન તે અનાયતન. સાધુઓ માટે સ્ત્રી વગેરે અનાયતન જાણવું. કારણ કે સિદ્ધાન્તમાં આ (=નીચેની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. [૪૩૩] સિદ્ધાન્તમાં શું કહ્યું છે તે કહે છે— विभूसा १ इत्थिसंसग्गी २, पणीयं रसभोयणं ३ । नरस्सऽत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥ ४३४॥ આત્મહિતના ગવેષક (=અર્થી) પુરુષને (વસ્ત્ર આદિથી કરાતી) શરીર શોભા, સ્ત્રીનો સંગ (=સંબંધ) તથા પ્રણીત અને સ્વાદિષ્ટભોજન તાલપુટ વિષની જેમ હાનિ કરે છે. (જેમાં ઘી વગેરે કામોત્તેજક સ્નિગ્ધપદાર્થ વધારે હોય તે પ્રણીત ભોજન કહેવાય છે.) [૪૩૪] જિનવચનથી ભાવિત અને ઇન્દ્રિયજય વગેરે ગુણોથી યુક્ત મનુષ્યોને સ્ત્રીલોકનો સંગ પણ શું દોષને લાવનારો થાય છે? જેથી યત્નથી તેના ત્યાગનો ઉપદેશ આપવામાં આવે છે, આ વિષે ગ્રંથકાર કહે છે– सिद्धंतजलहिपारं, गओऽवि विजिइंदिओऽवि सूरोऽवि । थिरचित्तोऽवि छलिज्जइ, जुवइपिसाईहिं खुद्दाहिं ॥ ४३५ ॥
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy