SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૬-નવકારથી થતા લાભમાં] ઉપદેશમલા (પુષ્પમાલા) [ત્રિદંડી-શિવકુમારુનું દેણંત ' વિશેષાર્થ- મરણાદિના સમયે દ્વાદશાંગીનું ચિંતન અશક્ય હોવાથી અને નમસ્કાર દ્વાદશાંગીથી સાધ્ય અર્થનો સાધક હોવાથી મરણાદિના સમયે નમસ્કારનું જ સ્મરણ કરવું જોઇએ. [૪૨૯] હવે નમસ્કારના જ માહાભ્યને કહેવા માટે ગ્રંથકાર કહે છેनामाइमंगलाणं, पढम चिय मंगलं नमोकारो । अवणेइ वाहितक्करजलणाइभयाइं सव्वाइं ॥ ४३०॥ નમસ્કાર નામ આદિ મંગલોમાં મુખ્ય જ મંગલ છે. નમસ્કાર વ્યાધિ, ચોર અને અગ્નિ આદિ સર્વભયોને દૂર કરે છે. વિશેષાર્થ– “નામ આદિ મંગલોમાં એ સ્થળે આદિ શબ્દથી દ્રવ્ય, ક્ષેત્ર અને કાલ વગેરેનું ગ્રહણ કરવું. [૪૩૦]. हरइ दुहं कुणइ सुहं , जणइ जसं सोसए भवसमुदं । इहलोयपारलोइयसुहाण मूलं नमोक्कारो ॥ ४३१॥ નમસ્કાર દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવસમુદ્રને સુકવી નાખે છે, આ લોક અને પરલોકનાં સુખોનું મૂળ છે. [૪૩૧] હવે આ લોકમાં અને પરલોકમાં નમસ્કારથી થતા લાભો વિષે દૃષ્ટાંતોને કહે છેइहलोयम्मि तिदंडी, सादेव्वं माउलिंगवणमेव । परलोय चंडपिंगल, हुंडियजक्खो य दिटुंता ॥ ४३२॥ આ લોકમાં (=આ જ જન્મમાં) મળતા ફળની અપેક્ષાએ ત્રિદંડી (શ્રાવકપુત્ર શિવકુમાર) દેવતાનું સાંનિધ્ય (શ્રાવકપુત્રી શ્રીમતી) અને બીજોરાનું વન (જિનદાસ શ્રાવક) આ ત્રણ દૃષ્ટાંતો છે. પરલોકમાં મળતા ફળની અપેક્ષાએ ચંડપિંગલ અને હુંડિકયક્ષ એ બે દૃષ્ટાંતો છે. વિશેષાર્થ- આ લોક સંબંધી નમસ્કારના માહાત્મ વિષે ત્રિદંડીનું ઉદાહરણ કહેવું યોગ્ય છે. તે આ પ્રમાણે– ત્રિદંડી(શિવકુમાર)નું દૃષ્ટાંત સર્વજ્ઞધર્મમાં કુશલમતિવાળો જિનદાસ નામનો શ્રાવક છે. વ્યસનથી દૂષિત થયેલો તેનો પુત્ર ધર્મને સ્વીકારતો નથી. પિતા તેને સાધુની પાસે લઈ ગયો, અને સ્વયં પણ
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy