SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા (પુષ્પમાલા) તો પછી સ્વાધ્યાયનું પરિમાણ કેટલું છે તે કહે છે— उक्कोसो सज्झाओ, चउदसपुव्वीण बारसंगाई । तत्तो परिहाणीए, जाव तयत्थो नमोक्कारो ॥ ४२५ ॥ ૬૪૪-સ્વાધ્યાયરતિ દ્વાર] [સ્વાધ્યાયથી વિશેષ નિર્જરા ઉત્કૃષ્ટ સ્વાધ્યાય ચૌદપૂર્વીઓને દ્વાદશાંગી (=બાર અંગો) બાદ હીન હીન થતાં જઘન્યથી બાર અંગનો અર્થ એવો નમસ્કાર (=નવકારમંત્ર) સ્વાધ્યાય હોય. વિશેષાર્થ- ઉત્કૃષ્ટ સ્વાધ્યાય ચૌદપૂર્વધરોને (દ્વાદશાંગી=) બાર અંગો હોય. ચૌદપૂર્વધરો મહાપ્રાણધ્યાન આદિના સામર્થ્યથી અંતર્મુહૂર્ત આદિ જેટલા કાળમાં ચૌદે ય પૂર્વોનું પરાવર્તન કરે છે. દશપૂર્વધરોને દશપૂર્વે સ્વાધ્યાય હોય. નવપૂર્વધરોને નવપૂર્વો સ્વાધ્યાય હોય. આ પ્રમાણે હાનિ કરતાં કરતાં ત્યાં સુધી જાણવું કે જેને બીજું કંઇપણ ન આવડતું હોય=જ્ઞાન ન હોય તેને પંચપરમેષ્ઠીરૂપ નમસ્કાર (=નવકાર) સ્વાધ્યાય હોય. આ નમસ્કાર દ્વાદશાંગીનો (=બાર અંગોનો) અર્થ છે, અર્થાત્ નમસ્કારમાં દ્વાદશાંગીનો સાર રહેલો છે. આનાથી નમસ્કારની પણ નિઃસારતાનો નિષેધ કર્યો છે, અર્થાત્ નમસ્કાર પણ સારભૂત છે એમ જણાવ્યું છે. કેમકે એમાં દ્વાદશાંગીનો અર્થ સમાયેલો હોવાથી અતિ મહાન છે. [૪૨૫] આટલો પણ આ નમસ્કાર દ્વાદશાંગીનો અર્થ કેમ છે એવી આશંકા કરીને નમસ્કાર બાર અંગોનો અર્થ છે એ વિષયનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છે— जलणाइभए सेसं, मोत्तुं इक्कंपि जह महारयणं । घिप्पइ संगामे वा, अमोहसत्थं जह तहेह ॥ ४२६ ॥ मोत्तुंपि बारसंगं, स एव मरणम्मि कीरए जम्हा । अरहंतनमोक्कारो, तम्हा सो बारसंगत्थो ॥४२७॥ જેવી રીતે આગ આદિના ભયમાં બીજું મૂકીને એકપણ મહારત્ન લેવામાં આવે છે, અથવા સંગ્રામમાં અમોઘ શસ્ત્ર ગ્રહણ કરવામાં આવે છે, તેવી રીતે મરણ સમયે દ્વાદશાંગીને મૂકીને પણ નમસ્કાર જ કરાય છે=નવકારનું સ્મરણ કરાય છે. તેથી અરિહંત આદિ સંબંધી નમસ્કાર દ્વાદશાંગીનો અર્થ છે. વિશેષાર્થ- આગ આદિનો ભય ઉપસ્થિત થતાં ધાન્યના દાણા અને કપાસ વગેરેને ઉપાડવાનું શક્ય ન હોવાથી તેને છોડીને એકપણ મહારત્ન લેવામાં આવે છે. કેમકે તેને લઇને દોડવા આદિની ક્રિયા સુખપૂર્વક જ કરી શકાય છે. અથવા યુદ્ધ
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy