SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૦-ગૃહસ્થdયાવચ્ચ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સુભદ્રા સાથ્વીનું દૃષ્ટાંત છે. કોઇ અપરાધો કરીને નીંદનીયપણાને પમાડે છે. કોઈ તરસ્યા થાય છે. કોઈ ભૂખ્યા થાય છે. કોઈ પરાભવ પામે છે. તેમના આવાં કાર્યોથી તે નિરંતર સંતાપ પમાડાય છે. તે કંઇપણ કરવા માટે પામતી નથી, અર્થાત્ વિશેષ કોઈ કામ કરી શકતી નથી. તેનું શરીર બાળકોના મૂત્ર-અશુચિ-ઊલટી-શ્વેશ્ય(વગેરે)થી લેપાયેલું રહે છે. તેનાં વસ્ત્રો મલિન રહે છે. તેનું શરીર દુર્ગધી અને ધૃણા ઉત્પન્ન કરે તેવું રહે છે. સ્વયં અતિશય અસ્વસ્થ રહે છે. પુષ્પ, વિલેપન, ભોગ અને ઉપભોગ આદિનાં સુખો તો દૂર રહો, કિંતુ પતિ આદિની સાથે (નિરાંતે) વાત કરવાનો પણ સમય મળતો નથી. હવે અતિશય કંટાળેલી તે એક દિવસે રાત્રિના છેલ્લા સમયે વિચારે છે કે, તે સ્ત્રીઓ ધન્ય છે કે જે સ્ત્રીઓ મનુષ્યલોકમાં અવતાર પામીને વંધ્યા થઇ, અને સર્વ અનર્થોનું મૂળ આ બાળકોનું મુખ પણ ક્યારેય જોતી નથી, નિર્મલ સુગંધી શરીરવાળી રહે છે, પંદર પ્રકારના શૃંગારથી ઉત્પન્ન કરાયેલી શોભાવાળી રહે છે, સદાય સ્વસ્થ રહે છે, સઘળી ચિંતાઓથી મુક્ત રહે છે, પોતાના પતિની સાથે સુખપૂર્વક વિષયસુખોને ભોગવે છે. સંતાનોના દુઃખથી વ્યાકુલ થયેલી એક હું જ પુણ્યહીન છું. ઇત્યાદિ વિચારણાથી તે જેટલામાં દિવસો પસાર કરી રહી છે તેટલામાં તેણે કોઇપણ રીતે એકદિવસ એક સાધ્વી સંઘાટક(=બે સાધ્વીઓ) જોયો. વૈરાગ્યથી ભાવિત મનવાળી તેણે ભક્તિથી સાધ્વીઓને વહોરાવ્યું. પછી તેમના ગુરુણી પાસે ધર્મ સાંભળીને બોધ પામી. પછી તેણે દીક્ષા લેવા માટે પતિને કહ્યું. પતિએ તેને પ્રાર્થના કરીને આગ્રહથી કેટલાક દિવસ રાખી. હવે તે સાધ્વીઓ પણ લાંબા કાળ સુધી બીજા સ્થળે વિચરીને ફરી પણ ત્યાં આવી. તેથી ભવભયથી ઉદ્વેગ પામેલી સીમાએ પતિની રજા લઇને જિને કહેલી વિધિથી અતિશય આડંબરપૂર્વક તે સાધ્વીઓની પાસે દીક્ષા લીધી. અગિયાર અંગો ભણ્યા પછી વિવિધ પ્રકારનો તપ કરે છે. આ પ્રમાણે ઘણાં વર્ષો સુધી નિષ્કલંક ચારિત્ર પાળીને સંલેખનાપૂર્વક એકમાસનું અનશન કરીને સૌધર્મ દેવલોકમાં ઈન્દ્રના સામાનિકદેવપણાને પામશે. ત્યાં બે સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાળીને મહાવિદેહક્ષેત્રમાં જઈને સત્તામાં રહેલા સર્વકર્મનો ક્ષય કરીને સિદ્ધ થશે. આવું જિનવચન સાંભળીને જે વેયાવચ્ચ કરવાને યોગ્ય હોય તેની વેયાવચ્ચ કરવી. જે ક્રિયા જ્યાં જે રીતે કરવાની હોય તે ક્રિયા ત્યાં તે રીતે જ કરવામાં આવે તો સફલ બને. [૪૧૯] આ પ્રમાણે સુભદ્રાસાધ્વીનું દૃષ્ટાંત પૂર્ણ થયું. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે વેયાવચ્ચ કરવામાં તત્પર કોઈ સાધુ ભક્ત-પાન
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy