SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ વૈયાવૃત્ય દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) વિયાવચ્ચનો ઉપદેશ-૬૩૫ જેટલો પણ સમય આરામને પામતા નથી. તેથી જ્ઞાની તેની ઉપબૃહણા કરે છે. તે આ પ્રમાણે – હે મહાયશ! તું ધન્ય છે! કૃતાર્થ છે. પૂર્વે તે સાધુ પ્રષિરૂપ જળથી ભવરૂપ વૃક્ષને વધાર્યો હતો, તે ભવરૂપ વૃક્ષને સાધુવર્ગમાં આ પ્રમાણે નિરુપમ વૈયાવચ્ચ-ભક્તિરૂપ તીર્ણ કુહાડાની ધારથી મૂલથી છેદી જ નાખ્યો છે, એમ તું જાણ. કારણ કે હે ધીર! રાજવૈભવને છોડનારાઓ ચારિત્રમાં તત્પર એવા રંક સાધુઓની પણ આ પ્રમાણે વેયાવચ્ચ કરે એ અતિદુષ્કર છે. આ પ્રમાણે કેવલીથી પણ પ્રશંસા કરાયા હોવા છતાં તે મુનિ તે જ પ્રમાણે મધ્યસ્થ રહે છે. અખંડ પ્રતિજ્ઞાવાળા તે મુનિ વેયાવચ્ચમાં તત્પર બનીને દિવસો પસાર કરે છે. તે મુનિ શક્રેન્દ્રથી પણ અનેકવાર પ્રશંસા કરાયા. દેવોથી પણ એષણાશુદ્ધિ આદિમાં અનેકવાર પરીક્ષા કરીને ભક્તિથી પ્રશંસા કરાયા. આ પ્રમાણે તેમનું માહાસ્ય ચલિત ન થયું અને શુભાશય વધવા લાગ્યો. ચારિત્રરૂપ ધનવાળા અને મહાસત્ત્વવંત તે મુનિએ ૭૨ લાખ પૂર્વ (૭૫) સુધી વેયાવચ્ચ કરીને ૮૦ લાખ પૂર્વ સર્વ આયુષ્ય પાળીને અંતે પાદપોપગમન અનશનનો સ્વીકાર કર્યો. ત્યાં ઉપસર્ગપરીષહોથી પીડા ન કરાયેલા અને ધીર તે મુનિને શુભભાવના ઉત્કૃષ્ટ થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ક્રમે કરીને જેમનાં સર્વકર્મોનો ક્ષય થયો છે અને જેમના સંસારનો નાશ થયો છે તેવા તે ભુવનતિલકમુનિ લોકાંતે રહેલા મુક્તિપદના સુખને પામ્યા. [૪૧૬] આ પ્રમાણે ધનદરાજાના પુત્રનું દૃષ્ટાંત પૂર્ણ થયું. હવે વૈયાવચ્ચના અસાધારણ માહાભ્યથી ગર્ભિત એવા વૈયાવચ્ચ કરવાના ઉપદેશને કહે છે– वेयावच्चं निययं, करेह उत्तमगुणे धरंताणं । सव्वं किर पडिवाई, वेयावच्चं अपडिवाई ॥ ४१७॥ ઉત્તમગુણોને ધારણ કરનારાઓની નિશ્ચિત વેયાવચ્ચ કરો. સઘળું પ્રતિપાતી છે, વેયાવચ્ચ અપ્રતિપાતી છે. વિશેષાર્થ– તમે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ઉત્તમગુણોને ધારણ કરનારાઓની નિશ્ચિત વેયાવચ્ચ કરો. કારણ કે ચારિત્ર અને શ્રત વગેરે સઘળું નાશ પામવાના સ્વભાવવાળું છે. પણ વેયાવચ્ચ નાશ પામવાના સ્વભાવરૂપ નથી. [૪૧૭]. આ જ વિષયને વિચારે છે– पडिभग्गस्स मयस्स व, नासइ चरणं सुयं अगुणणाए । न हु वेयावच्चकयं, सुहोदयं नासए कम्मं ॥ ४१८॥
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy