SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ વેયાવચ્ચથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભુવનતિલકનું દૃષ્ટાંત-૬૩૩ સૈન્યસમૂહને લઇને શ્રેષ્ઠસામંતો અને મંત્રીઓની સાથે ચાલ્યો. પછી તે માર્ગમાં દૂર સિદ્ધપુર નગરની બહાર આવ્યો. ત્યાં મૂર્છાના કારણે તેની આંખો મીંચાઇ ગઇ અને તે રથમાં પડી ગયો. હવે મધ્ય છાવણીમાં સહસા કોલાહલ થયો. એથી આગળની અને પાછળની છાવણીના બધા લોકો ત્યાં ભેગા થઇ ગયા. પછી મંત્રીઓ અને સામંતો વગેરે તેને અનેકવાર બોલાવે છે. પણ તે ઉત્તર આપતો નથી. કાષ્ઠની જેમ નિષ્યષ્ટ રહે છે. હવે વ્યાકુલ થયેલા બધા વિવિધ પ્રકારના ઔષધો કરે છે. મણિ-મંત્ર-તંત્ર વગેરે વિવિધ ઉપાયો કરે છે. આ પ્રમાણે ઘણા ઉપચારોથી પણ કોઇ લાભ થતો નથી, બલકે પૂર્વથી અધિક વેદના વધે છે. અંગો તૂટે છે. તેથી સર્વ લોકો અતિશય કરુણપણે આક્રંદન કરવા લાગ્યા. રડતો સામંત-મંત્રી વર્ગ દીન બનીને વિલાપ કરે છે. તે આ પ્રમાણે હા! ગુણરૂપી રત્નોનો મહાસાગર કુમાર! તું કઇ અવસ્થાને પામ્યો છે? પુત્ર પ્રત્યે વાત્સલ્યવાળા દેવને જઇને અમે શું કહીશું? આ પ્રમાણે જેટલામાં વિલાપ કરી રહ્યા છે તેટલામાં સિદ્ધપુર નગરની બહાર ઉદ્યાનમાં સહસા સુગંધી અને શીતલ પવન શરૂ થયો. તથા ક્ષણવારમાં બધા ય ભાવો પ્રશસ્ત થયા. આ તરફ જેમનો ચંદ્ર જેવા નિર્મલગુણોનો સમૂહ મનુષ્યો, વિદ્યાધરો અને દેવોથી સ્તુતિ કરાઇ રહ્યો છે તેવા, મુનિઓથી યુક્ત, જગતમાં પ્રકાશ કરનારા, દેવરચિત સુવર્ણકમલ ઉપર બેઠેલા શરદભાનુ નામના કેવલી ધર્મકથાને કહે છે. તેથી આ વૃત્તાંતને જાણીને મંત્રીઓ અને સામંતો વગેરે સઘળા લોકો પણ ત્યાં ગયા અને નમીને યોગ્ય સ્થાનમાં બેઠા. પછી કંઠીરવ નામના સામંતે ભગવંતને નમીને કુમારની દેહવેદનાનો વૃત્તાંત વિનયથી પૂછ્યો. પછી કેવલીએ કહ્યુંઃ આ વૃત્તાંત મોટો હોવા છતાં તમે હમણાં વ્યાકુળ હોવાના કારણે સંક્ષેપથી કહીએ છીએ. તમે સાંભળો. ધાતકીખંડ દ્વીપમાં ભરતક્ષેત્રમાં ભુવનાકર નગરમાં સુગુરુસહિત વિહાર કરતો એક ગચ્છ આવ્યો. તેમાં વાસવ નામનો એક સાધુ ગુરુનો શત્રુ હતો, ગચ્છને પ્રતિકૂળ હતો, અવિનયના સમૂહનો મંદિર હતો, ક્ષુદ્ર હતો. સાધુઓથી સારણા કરાતો પાપી તે સર્વથા ગુસ્સો જ કરે છે. સઘળા ગચ્છ ઉપર ઘણો દ્વેષ ધારણ કરે છે. હવે એકવાર કોઇ સ્થળે સાધુઓએ તેને અકાર્યસંબંધી પ્રેરણા કરી, અર્થાત્ અકાર્ય ન કરવાની પ્રેરણા કરી. તેથી અતિશયક્લિષ્ટ પરિણામવાળો તે દ્વેષ પામ્યો, જેથી આ લોક અને પરલોકના અનર્થમાં નિરપેક્ષ તે સર્વ સાધુઓને મારી નાખવા માટે પાણીમાં તાલપુટ ઝેર નાખે છે. ગચ્છપ્રત્યે અનુકંપા(=ભક્તિ)વાળી દેવીએ સાધુઓને તે વિગત કહીને પાણી પીવા માટે પ્રવૃત્ત થયેલા સર્વ સાધુઓને રોક્યા. હવે ભયથી દુ:ખી થયેલો તે કુસાધુ એક દિશા તરફ નાશી ગયો. તે જંગલમાં જઇ રહ્યો હતો ત્યારે કોઇક સ્થળે ચારે ય દિશામાં પ્રબળ દાવાનલ
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy