SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ વૈયાવચ્ચથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભુવનતિલકનું દૃષ્ટાંત-૬૩૧ છો. (એમ અમે માનશું.) પછી અહો! સ્ત્રીઓને પણ કેટલું ગુણાભિમાન છે? અને તેમની પ્રતિભા પણ કેવી છે? એમ વિચારીને કૌતુકસહિત કુમારે પૂછ્યું: તારો શ્લોક કેવો છે? તે શ્લોકને પણ કહે. પછી મતિચંદ્રિકાએ કહ્યું કે विहियपओसो संठवियमग्गणो देव! सन्निहियधम्मो । असिवरहत्थो जयसिरिवियरणसमए परत्थीणं ॥ १॥ પછી કુમારે કહ્યું: ફરીથી કહે. મતિચંદ્રિકાએ પૂર્વની જેમ કહ્યું. પછી એક ક્ષણ વિચારીને કુમાર બોલ્યોઃ હે મતિચંદ્રિકા! તે પિતા ઉત્તમ અને ધન્ય છે કે જેની પુત્રીઓ આવા ગુણસમૂહને વરેલી છે. શ્લોકના અર્થનું રહસ્ય આ પ્રમાણે જણાવાય છે “જેના વડે બાણ સજજ કરાયું છે, જેના વડે બાણ (ભાથામાં) મૂકાયું છે, જેના વડે હાથમાં ધનુષ્ય ધારણ કરાયું છે, જેના હાથમાં શ્રેષ્ઠ તલવાર છે, જેને રાજ્યલક્ષ્મી પ્રિય છે, એવા હે દેવ! તમે યુદ્ધસમયે ધનુષ્યધારી દુશ્મનને જીતીને વિજય પામો.” આ શ્લોકનો બીજો અર્થ આ પ્રમાણે છે હે દેવ! જેણે (યાચકોને) આનંદ પમાડ્યો છે, જેણે યાચકોને આશ્વાસન પમાડ્યું (=આપ્યું) છે, જેણે પુણ્યરૂપ ધર્મને સારી રીતે સ્થાપિત કર્યો છે, તથા શત્રુથી ન જીતી શકાય તેવા તમે અન્ય યાચકોને લક્ષ્મીનું દાન કરવાના સમયે છૂટા હાથવાળા થાઓ” પછી બધાએ એકી સાથે કહ્યું -અહો! કુમારની બુદ્ધિ સારી છે. કુમારની બુદ્ધિ સારી છે. કુમારે સારી કથા કરી. હવે પછી કુમારને કંઈપણ ભણવાનું બાકી રહેતું નથી. ખરેખર! જેની આવી વિભાગ કરનારી બુદ્ધિ છે તેને બીજું શું અગમ્ય હોય? પછી રંભાએ હસીને કહ્યું. આ ગુપ્તક્રિયાને ઘણા જાણતા ન હતા. તેથી આ અતિગર્વવાળી થઈ હતી. કુમારે આ સારું કર્યું કે આના ગર્વરૂપ વૃક્ષને મૂળસહિત ઉખેડી નાખ્યું. પછી મતિચંદ્રિકાએ કહ્યું : હલી રંભા! આ પ્રમાણે કહેવું યોગ્ય નથી, કારણ કે જગતના પણ મોટા ગર્વને આ કુમાર દૂર કરશે તો પછી વરાકડી એવી મારી શું વાત કરવી ? આ દરમિયાન કાલનિવેદક બોલ્યો. તે આ પ્રમાણે- આ સૂર્ય અંધકારને હણીને ઊંચે ચડી ગયો છે. રાજસભાનો સમય થયો છે. મંત્રીઓ અને સામંતો આવી ગયા છે. તેથી રાજાએ વિચાર્યું. અહો! રાજસભાનો સમય થયો છે. આ મારો પુત્ર અજ્ઞાનને હણીને સૂર્યની ૧. ભુવનતિલક રાજકુમારની બુદ્ધિની પરીક્ષા માટે થયેલ પ્રશ્નોત્તર સંબંધી આ અનુવાદ મુનિરાજશ્રી સુમતિશેખર વિજયજીની સહાયથી કરવામાં આવ્યો છે. છતાં આમાં ક્ષતિઓ રહી ગઇ હશે. આમાં વિદ્વાનોને ક્યાંય ક્ષતિ જણાય તો સુધારી લેવી. ઉ. ૧૦ ભા.૨
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy