SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૪-વૈયાવૃત્ય દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [એકની પૂજાથી સર્વની પૂજા વૈયાવૃત્યકાર હવે વૈયાવૃત્યદ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પૂર્વની સાથે સંબંધવાળી ગાથાને કહે છે विणयविसेसो य तहा, आयरियगिलाणसेहमाईणं । दसविहवेयावच्चं, करेज समए जओ भणियं ॥ ४१३॥ વેયાવચ્ચ વિનયવિશેષ રૂપ છે એથી સાધક જેમ વિનય કરે તેમ આચાર્ય, ગ્લાન અને નવદીક્ષિત આદિ દશ પ્રકારની વેયાવચ્ચ પણ કરે. કારણ કે શાસ્ત્રમાં (નીચેની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. વિશેષાર્થ– વેયાવચ્ચ માટે સંસ્કૃતમાં વૈયાવૃત્ય શબ્દ છે. વૈયાવૃજ્ય શબ્દ વ્યાવૃત્ત શબ્દથી બન્યો છે. વ્યાવૃત્તનો ભાવ તે વૈયાવૃત્ય. (વ્યાવૃત્ત એટલે ગુંથાયેલો-પરોવાયેલો. જે આચાર્ય આદિની સેવામાં ગુંથાયેલો પરોવાયેલો રહે તે વ્યાવૃત્ત. વ્યાવૃત્તનો ભાવ (=ધર્મ) તે વૈયાવૃન્ય. અર્થાત્ આચાર્યાદિની ભક્તિમાં સતત ગુંથાયેલાનો ધર્મ તે વૈયાવૃત્ય. વૈયાવૃત્ય, વેયાવચ્ચ, સેવા એ બધા શબ્દોનો સમાન અર્થ છે.) સાધક જેમ વિનય કરે તેમ આચાર્ય આદિની વેયાવચ્ચ પણ કરે. આ વિષે કહ્યું છે કે-“આચાર્યવયાવચ્ચ, ઉપાધ્યાયયાવચ્ચ, સ્થવિરવેયાવચ્ચ, કુલવેયાવચ્ચ, ગણવેયાવચ્ચ, સંઘવેયાવચ્ચ, તપસ્વીવેયાવચ્ચ, ગ્લાનવેયાવચ્ચ, સાધર્મિકવેયાવચ્ચ, શૈક્ષકવેયાવચ્ચ એમ વેયાવચ્ચના દશ પ્રકાર છે.” આચાર્ય વગેરે દશ સ્થાનોમાં વેયાવચ્ચ કરાતી હોવાથી વેયાવચ્ચ દશ પ્રકારની કહેવાય છે. વેયાવચ્ચ વિનયવિશેષ જ છે. અર્થાત્ વેયાવચ્ચ એક પ્રકારનો વિનય છે. શાસ્ત્ર પ્રસિદ્ધ વિશેષણના કોઈક ભેદથી ભિન્ન વિનય પણ વેયાવચ્ચ કહેવાય છે. આ જ સંબંધથી વિનયદ્વાર પછી તેયાવચ્ચ દ્વાર કહ્યું છે. વેયાવચ્ચ વિનયવિશેષ હોવાથી જ પ્રસ્તુત દ્વારના સંબંધનું સૂચન કર્યું છે. શા માટે વેયાવચ્ચ કરવી જોઇએ? કારણ કે શાસ્ત્રમાં (નીચેની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. [૪૧૩] શાસ્ત્રમાં શું કહ્યું છે તે કહે છેभरहेरवयविदेहे, पन्नरसवि कम्मभूमिगा साहू । इक्कम्मि पूइयम्मि, सव्वे ते पूइया हुंति ॥ ४१४॥ એક સાધુની પૂજા કરવાથી ભરત-ઐરવત-મહાવિદેહ ક્ષેત્રમાં પંદરે કર્મભૂમિમાં રહેલા બધા ય સાધુઓ પૂજાયેલા થાય છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy