SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૨-વિનયથી થતાં લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સિંહરથનું દૃષ્ટાંત નિર્મલ વિનય વગેરે ગુણોથી ખુશ થયેલો અમૃતમુખ વિચારે છે કે, જ્યાં પૂર્વે તેવા પ્રકારનો અવિનય? અને ક્યાં હમણાં આવો વિનય? તેથી જીવના કર્મોનો પરિણામ અચિંત્ય છે. આ પ્રમાણે વિચારતો અમૃતમુખ આવાસમાં રહે છે. રાજા પણ મંત્રિ-સામંતવર્ગને સઘળું કહીને અતિશય ઘણા સૈન્યસમૂહ લઈને સારા મુહૂર્તમાં ચાલ્યો. અમૃતમુખને આગળથી માતા-પિતાની પાસે મોકલી દીધો. અમૃતમુખ જઈને માતા-પિતાને સઘળું કહે છે. પછી ક્રમે કરીને સિંહરથરાજા પણ આવી ગયો. પિતા સર્વસૈન્ય લઈને સામે આવ્યો. હર્ષ પામેલા તે બંનેએ અતિશય ઘણા આડંબરથી નગરમાં પ્રવેશ કર્યો. નગરમાં અતિશય ઘણા હર્ષથી વધુપનક થયું. હવે એક દિવસ પુંડરીકાક્ષ રાજાએ સિંહરથરાજાને રાજ્ય આપીને, પ્રજાને સન્માનિત કરીને, દાન આપીને, જિનેશ્વરોની પૂજા કરીને ચાર જ્ઞાનરૂપ લક્ષ્મીથી પરિવરેલા સુપ્રભસૂરિની પાસે દીક્ષાનો સ્વીકાર કર્યો. પછી બંનેય રાજ્યોથી સિંહરથ મહાન રાજા થયો. તો પણ વિનયાદિગુણોથી તેણે લોકને તે રીતે સંતોષ પમાડ્યો કે જેથી લોક અતિ હર્ષથી ગુણસ્તુતિને કરતો ક્ષણવાર પણ અટકતો નથી. લોક કહે છે કે, અવિનયન અને વિનયનાં ફળોને અહીં જ જુઓ. અવિનયના કારણે જે પૂર્વે પિતાથી પણ ત્યાગ કરાયો હતો તે પણ વિનયથી પરરાજ્યનો પણ સ્વામી થયો અને સ્વરાજ્યને પણ પામ્યો. આ પ્રમાણે દૂર સુધી તેનો યશ ફેલાયો. બંને રાજ્યોનું પરાક્રમ અને ન્યાયથી ઘણા દિવસ સુધી પાલન કર્યું, અને પાંચ પ્રકારનાં વિષયસુખો ભોગવ્યા. શ્રી પુંડરીકાક્ષ મુનિ મુક્તિને પામ્યા. હવે એકવાર રાત્રિના અંતે સંસારની અસારતાને વિચારીને ગુણરથ નામના પુત્રને તે બંને રાજ્યો આપીને સિંહથે પણ સુપ્રભસૂરિની પાસે દીક્ષા લીધી. જલદી સૂત્રોને પણ ભણીને ગીતાર્થ થયા. પૂર્વે પણ તેમણે વિનય-અવિનયનાં ફળોનો પરમાર્થ જાણ્યો હતો. આથી હવે આચાર્યની પાસે સકળગચ્છમાં જાવજીવ વિનય કરીશ એવો મહાઘોર અભિગ્રહ લે છે. આ (અભિગ્રહનો) આરાધક થશે એમ જાણીને આચાર્યું પણ તેને તે અભિગ્રહ આપ્યો. તેથી ઊભા થવું, આસન આપવું, ઉપધિ ઉપાડવી, દાંડો લેવો, વસતિનું પ્રમાર્જન કરવું, વસ્ત્ર-પાત્રનું પરિકર્મ કરવું, ગુરુઓનું આસન પાથરવું, વાચના સમયે સ્થાપનાચાર્ય મૂકવા, ઉચિત વિશ્રામણા કરવી, ખેલમલ્લ આદિ આપવું, સત્કાર કરવો, સન્માન કરવું, વંદન કરવું વગેરે બીજી પણ ઉચિત વિનક્રિયા સઘળાય ગચ્છમાં તે તેવી રીતે કરે છે કે જેથી તુષ્ટ થયેલો ઈન્દ્ર પણ દેવલોકમાં તેની પ્રશંસા કરે છે. ત્યારબાદ ઘણા દેવોએ ધીર તેની અનેક રીતે પરીક્ષા કરી. તો પણ તે મહાત્મા પોતાની પ્રતિજ્ઞાથી કોઈપણ રીતે ચલિત ન થયા. આ પ્રમાણે ઉપયોગવાળા તે મુનિએ અખંડપણે જ વિનય ક્રિયા કરી. પછી અંતે મહાસત્ત્વવંત તે મુનિએ પાદપોપગમનનો સ્વીકાર કર્યો. તે મુનિના ગુણોથી ભાવિત હૃદયવાળા ઇન્દ્ર આ જાણ્યું. આથી
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy