SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૦-વિનયથી થતાં લાભમાં] ઉપદેશમલા (પુષ્પમાલા) [સિંહરથનું દષ્ટાંત છે. આમ વિચારીને સર્વ રાજાઓ પોતપોતાના પ્રધાનપુરુષોને ગુણનિધિ તે કુમારને બોલાવવા માટે મોકલે છે. પણ વરુણરાજા કુમારને મોકલવાના વચનને પણ સહન કરી શકતો નથી. તેથી સમગ્ર રાજપુરુષોને સન્માનિત કરીને એમ જ મોકલે છે. આ પ્રમાણે જેમ જેમ કુમારની કીર્તિ ફેલાય છે, ગુણો પ્રવર્તે છે (°ફેલાય છે, તેમ તેમ તે વિનયમાં અધિક અધિક રાગ કરે છે. તે જેમ જેમ વિનીત થાય છે તેમ તેમ વરુણ રાજાને પણ પ્રતિદિન જ કુમારપ્રત્યે અનુરાગ વધે છે. રાજાએ રાજ્યની લગભગ સઘળી ચિંતા કુમારને સોંપી દીધી. કુમારવડે નિવૃત્ત કરાયેલો રાજા ભોગોને ભોગવે છે. આ પ્રમાણે કાલ પસાર થતાં ક્યારેક વરુણ રાજાને ભયંકર રોગ ઉત્પન્ન થયો. તેથી રાજા સર્વ મંત્રીઓને અને સામંતોને બોલાવે છે. પછી તેમને રાજાએ કહ્યું: મારું શરીર (રોગથી) વ્યાકુલ બન્યું છે. આમ કહીને રાજાએ પૂછ્યું: મારા રાજ્યને યોગ્ય જે હોય તેને તમે કહો. તે બધાએ કહ્યું. આ અંગે નિર્ણય કરવામાં દેવ(=રાજા) જ પ્રમાણ છે. ઉત્તમ હાથીને છોડીને બીજો કોઈ પશુ સરોવરના મધ્યભાગને ન જાણે. રાજાએ કહ્યું: જો એમ છે તો, સિંહરથ ઉત્તમકુમાર સિવાય મારા બંધુઓ અને પુત્રોથી પ્રજા ક્ષણવાર પણ સુખી ન થાય. મંત્રીઓ અને સામંતો પૂર્વે પણ કુમારના ગુણોથી અનુરાગી થયા હતા. તેથી તે બધાએ રાજાને કહ્યું: દેવને (=રાજાને) છોડીને બીજો કોણ આ પ્રમાણે વિચારે? કારણ કે મધ્યસ્થમતિવાળાઓને આ વિશ્વમાં પોતાનો કે પારકો કોણ છે? ચંદ્ર સમુદ્રનો પુત્ર હોવા છતાં વિશુદ્ધ હોવાના કારણે શિવે ચંદ્રને પોતાના મસ્તકે ધારણ કર્યો. દેવને સિંહરથ બંધુઓ જ છે, પુત્ર જ છે, પારકો નથી. કારણ કે સુપુરુષોને સ્વીકારેલાનું પાલન કરવું એ જ મહાન છે. આવા પ્રકારના ગુણવંત પુરુષોમાં જો આવા પ્રકારની પક્ષપાત ભરેલી બુદ્ધિ હોય તો તમારા પણ ગુણો કેવી રીતે પ્રવર્તે? તેમણે રાજાએ કહેલી વાતનું સમર્થન કર્યું એટલે રાજાએ સિંહરથને રાજ્ય લેવા માટે કહ્યું. સિંહરથે કહ્યું: દેવ મને આ આદેશ ન કરે. કારણ કે દેવ વિદ્યમાન છે. ઉત્તમ બંધુઓ અને પુત્રો વિદ્યમાન છે. તેમને ઓળંગીને રાજ્ય કરવું એ મારા માટે યોગ્ય નથી. (૧૦૦) તેથી રાજાએ સિંહરથને બાહુમાં લઈને કોઈપણ રીતે તે પ્રમાણે કહ્યું કે જેથી ઉત્તમ દિવસે મહાન આડંબરથી તેનો રાજ્યાભિષેક કર્યો. વરુણરાજાનું મૃત્યુ થતાં સિંહરથે તેના પુત્રોને અને બંધુઓને ઘણા દેશો આપીને તેમનું બધાનું ઉચિત સન્માન કર્યું. તેણે વિનયથી અને પરાક્રમથી પ્રજાને તે રીતે સંતોષ પમાડ્યો કે જેથી પૂર્વના રાજાઓને સ્વપ્નમાં પણ કોઈપણ યાદ કરતું નથી. કમલવદના નામની ઉત્તમ પત્નીને પટ્ટરાણી બનાવીને નયવિનય-પરાક્રમમાં તત્પર સિંહરથ રાજ્યનું પાલન કરે છે. હવે એક દિવસ દ્વારપાલે પ્રવેશ કરીને જણાવ્યું કે, હે દેવ! સુગંધિપુરથી કોઈક મનુષ્ય અહીં આવ્યો છે. દરવાજા આગળ રહેલો છે. તેને શો આદેશ છે? તેથી
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy