SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ભવવિરાગ દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [દેવગતિનાં દુઃખો-૬૦૫ તેથી દરિદ્રતા, વૃદ્ધાવસ્થા, અન્ય તરફથી પરાભવ, રોગ અને શોકથી તપેલા તથા ધનની તૃષ્ણાથી વ્યાકુળ બનેલા મનુષ્યોને પણ સુખ નથી. [૩૯૦] પૂર્વપક્ષ તો પણ સઘળોય સંસાર સુખથી રહિત છે એવું પણ સિદ્ધ થતું નથી. કારણ કે દેવોને રત્નના ઢગલા વગેરે ઘણો વૈભવ હોય છે, તેમનો નિવાસ રત્નના પ્રાસાદોમાં હોય છે, ઇત્યાદિ ઉત્કૃષ્ટ સુખ તેમને હોય છે એ સુપ્રસિદ્ધ છે. ઉત્તરપક્ષ- મુગ્ધલોકમાં પ્રસિદ્ધિમાત્રને અનુસરીને, એટલે કે દેવોને ઘણું સુખ હોય છે એમ મુગ્ધલોકમાં જે પ્રસિદ્ધિ થયેલી છે તે પ્રસિદ્ધિ માત્રને અનુસરીને, આ વાત સાચી છે એમ પરવચનને સ્વીકારીને, પેરમાર્થથી દેવોમાં પણ સુખાભાવને (=સુખ નથી એમ) બતાવતા ગ્રંથકાર કહે છે सव्वसुराणं विहवो, अणुत्तरो रयणरइयभवणेसुं । दिव्वाहरणविलेवणवरकामिणिनाडयरयाणं ॥ ३९१॥ દિવ્ય આભૂષણ, વિલેપન, ઉત્તમ દેવાંગનાઓ અને નાટકોમાં આસક્ત સર્વદેવોને રત્નોથી નિર્મિત ભવનોમાં સવારમ વૈભવ હોય છે. [૩૯૧] પૂર્વપક્ષ- જો દેવોને વૈભવ વગેરે હોય છે એમ સ્વીકારવામાં આવે છે તો સંસારસુખથી યુક્ત છે એમ સિદ્ધ થયું. ઉત્તરપક્ષ- એ પ્રમાણે નથી એમ ગ્રંથકાર કહે છેकिंतु मयमाणमच्छरविसायईसानलेण संतत्ता । तेऽवि चइऊण तत्तो, भमंति केई भवमणंतं ॥ ३९२॥ દેવોને વૈભવ વગેરે હોય છે તો પણ મદ, માન, મત્સર, વિષાદ, અને ઇર્ષારૂપ અગ્નિથી સંતપ્ત કેટલાક દેવો પણ ત્યાંથી ચ્યવીને અનંત સંસારમાં ભ્રમણ કરે છે. [૩૨] ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છેतम्हा सुहं सुराणवि, न किंपि अहवा इमाई सुक्खाइं । अवसाणदारुणाई, अणंतसो पत्तपुव्वाइं ॥ ३९३॥ તેથી દેવોને પણ કંઇપણ સુખ નથી. અથવા આ સુખો પરિણામે ભયંકર છે અને પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છે. ૧. પ્રસ્તુત ૩૯૧મી ગાથામાં દેવોને ઘણું સુખ છે તેનો સ્વીકાર કરી પછીની ૩૯૨મી ગાથામાં પરમાર્થથી દેવોને સુખાભાવ છે તે જણાવ્યું છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy