SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ 'વિષયસંબંધી નિરપેક્ષતા-અપેક્ષામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [જિનપાલિત-જિનરક્ષિતની કથા-૬૦૩ ક્ષમા કર. પૂર્વે કરેલા તે વાર્તાલાપો અને સંગમસુખો દૂર રહો, કિંતુ તારા મુખરૂપકમલનું સૌંદર્ય દેખાયે છતે આ જન( દેવી) જીવે. માટે ક્ષણવાર મુખની પાછળ તરફ જોઈને પોતાના વદનરૂપ કમલના દર્શન માત્રથી પણ આ જનને (=દેવીને) સુખી કર. આ પ્રમાણે જેમાં અતિશય સ્નેહ પ્રગટ થયો છે તેવો, સુનિપુણ, સુમધુર, મનોહર, મ્યાન થયેલા કામરૂપ અંકુરના સંજીવન માટે નૂતન મેઘ સમાન (૭૫) અને કપટની જ પ્રધાનતાવાળા પાપિણી દેવીના વચનને સાંભળીને તથા આભૂષણના મનોહર ધ્વનિને સાંભળીને, તેની સાથે પૂર્વે કરેલી ક્રીડાઓને યાદ કરીને, તેના વિલેપનોને અને અતિશય સુગંધી ગંધને સૂંઘીને, ગામડિયા માણસની જેમ પરમ ઇદ્રિયોના સમૂહમાં મુગ્ધમનવાળો થઈને, શૂળી ઉપર ચડાવેલા મનુષ્ય જે ઉપદેશ આપ્યો હતો તે ઉપદેશને ભૂલી જઈને, જાતે જ જોયેલાં તેનાં દુઃખોની પણ અવજ્ઞા કરીને, શેલકયક્ષના હિતકર પણ વચનોની અવગણના કરીને, કામદેવના બાણથી વિંધાયેલો જિનરક્ષિત દેવીની તરફ જુએ છે. હવે શેલકયક્ષ તેને દેવીની તરફ જોવાના કારણે ચલિત માહાભ્યવાળો જાણીને પોતાની પીઠ ઉપરથી દૂર કરે છે. પેડતા એવા તેને દેવીએ કહ્યુંહે દાસ! હવે તું મરેલો છે. હવે તું મારાથી કેવી રીતે છૂટીશ? કોપરૂપ અગ્નિથી જેનું શરીર પ્રજવલિત બન્યું છે એવી દેવી તેને આ પ્રમાણે નિષ્ફર કહીને બાહુથી પકડીને આકાશમાં (અદ્ધર) ફેંકે છે. આકાશમાંથી પડતા અને અતિકરુણ આક્રન્દન કરતા તેને તલવારથી (તલવારમાં) લઈ લીધો. પછી વિલાપ કરતા તેનાં લોહિથી સહિત અંગોને છેદીને, ટુકડે ટુકડા કરીને ચારે દિશામાં ભૂતબલિ કરે છે. પછી હર્ષ પામેલી તે પાપિણીએ કિલકિલ એવો અવાજ કર્યો. પછી તેણે જિનપાલિતને ફરી પણ ઉપસર્ગો કરવાનું શરૂ કર્યું. શૃંગારથી સારભૂત અનુકૂલ વચનો વડે અને પ્રતિકૂલવચનો વડે તેને ક્ષોભ પમાડવા માટે તે કોઈપણ રીતે સમર્થ બનતી નથી. તેથી થાકેલી તે સુદ્રદેવી સ્વસ્થાને ગઈ. શેલકયક્ષ જિનપાલિતને ચંપાનગરીમાં લઈ ગયો. જિનપાલિતે માતા-પિતાને મળીને જિનરક્ષિતનો પૂર્વનો સઘળોય વૃત્તાંત કહ્યો. પછી માતા-પિતાએ તેનું મરણકૃત્ય કર્યું. જિનપાલિત સમય જતાં શોકરહિત બનીને ઘણા ભોગોને ભોગવે છે. હવે એકવાર જિનધર્મને સાંભળીને પરમ સંવેગને પામેલા તેણે દીક્ષા લીધી. પછી અગિયાર અંગો ભણીને સૌધર્મ દેવલોકમાં બે સાગરોપમના આયુષ્યવાળો ઉત્તમદેવ થયો. ત્યાંથી અવીને, મહાવિદેહક્ષેત્રમાં સુકુલને પ્રાપ્ત કરીને, દીક્ષા લઈને, સત્તામાં રહેલા કર્મોનો નાશ કરીને સિદ્ધ થશે. ૧. એવો શબ્દ પ્રાકૃતકોશમાં મારા જોવામાં આવ્યો નથી. તથા આ સ્થળે કોઈક અક્ષર ખૂટતો જણાય છે. આર્યાછંદની અપેક્ષાએ એક લઘુ અક્ષર ખુટે છે. આથી તi નો અર્થ અનુવાદમાં કર્યો નથી. ૨. નાણાકિ - આકાશના આંગણામાં. ૩. ભૂતજાતિના દેવોને ભોગ આપે છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy