SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મનોગુપ્તિમાં ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધર્મસચિમુનિનું દૃષ્ટાંત-૩૯૫ ધર્મરુચિમુનિનું દૃષ્ટાંત કોઈક સ્થળે મહાનગચ્છરૂપ ઉત્તમવૃક્ષમાં રસાળ ફલસમૂહની જેમ કેવળ પરોપકાર કરવામાં રસવાળા ધર્મરુચિ અણગાર થયા. તેમણે સૂત્રોનો સારી રીતે અભ્યાસ કર્યો, સૂત્રોના અર્થોને પણ સારી રીતે સમજ્યા. તે મુનિ શરીરદુઃખને ગણકાર્યા વિના વિવિધ તપશ્ચર્યા કરે છે. સ્વાધ્યાયમાં લીન તે સાધુએ કોઇવાર દિવસના અંતે માત્રુ પરઠવવા આદિ માટે જરાપણ શુદ્ધભૂમિ ન જોઈ. તેથી રાતે છ જવનિકાય વધના ભયથી શરીરચિંતા (માટુ) કરતા નથી. આ પ્રમાણે લાંબા કાળ સુધી પેશાબને રોકવાથી પીડાયેલા મુનિ આ પ્રમાણે વિચારે છે- હે જીવ! પરવશ તું શુદ્ધભૂમિમાં પણ (શુદ્ધભૂમિને જોવામાં) ઉપયોગ કેમ કરતો નથી? હમણાં પોતાના પ્રમાદરૂપ વૃક્ષના પુષ્પની પ્રાપ્તિમાં ખેદ કેમ કરે છે? આ પ્રમાણે દેહપીડાની વૃદ્ધિની સાથે જ તેનો શુભભાવ વૃદ્ધિ પામે છે. જાણે આંખો તૂટે છે, ફૂટે છે. પેટ ફૂલનું અનુસરણ કરે છે, અર્થાત્ પેટમાં ફૂલ ઉપડે છે. તો પણ સહન કરતા અને નિશ્ચલ સત્ત્વવાળા તે મુનિને જોઈને કોઈ દેવે ભક્તિથી ત્યાં પ્રભાત વિકુવ્યું. તે સાધુ શુદ્ધ ભૂમિને જોઇને કેટલામાં માત્રુ કરે છે તેટલામાં ફરી પણ જલદી અંધારું થઈ ગયું. પછી આ દેવાયા હતી એમ જાણીને સંવેગને પામેલા તે મુનિ વિરતિરહિતની વેયાવચ્ચ વગેરે દોષસંબંધી મિચ્છા મિ દુક્કડે આપે છે. દેવે સાંનિધ્ય કર્યું તો પણ ગર્વ કરતા નથી અને પોતાની નિંદા કરે છે. આ પ્રમાણે બીજા સાધુએ પણ પારિષ્ઠાપનિકા સમિતિમાં દઢતા કરવી જોઇએ. [૧૯૦] ( આ પ્રમાણે ધર્મચિ મુનિનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે ઉદાહરણ સહિત પાંચ સમિતિઓ બતાવી. હવે ત્રણ ગુપ્તિઓમાં મનસંબંધી ગુમિને કહે છે अकुसलमणोनिरोहो, कुसलस्स उईरणं तहेगत्तं । इय निट्ठियमणपसरा, मणगुत्तिं बिंति महरिसिणो ॥ १९१॥ અકુશલમનનો નિરોધ, કુશલમનની ઉદીરણા અને મનનું એકત્વ આ ત્રણે પ્રકારની ગુપ્તિને જેમનો મનઃપ્રસર સમાપ્ત થઈ ગયો છે તેવા તીર્થંકરો વગેરે મનોગુતિ કહે છે. ' વિશેષાર્થ- અકુશલ મન એટલે સાવઘચિંતાવાળું મન. કુશલમન એટલે સ્ત્રાર્થ આદિના ચિંતનવાળું મન. કુશલમનની ઉદીરણા એટલે પ્રયત્નથી મનને સૂત્રાર્થ આદિના ચિંતનવાળું કરવું. મનનું એકત્વ એટલે મનને એકાગ્રતામાં રાખવું, અર્થાત્ મનને એકાગ્ર બનાવવું= કોઈ એક વિષયમાં સ્થિર કરવું.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy