SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૨-પ્રેમના વિપાકમાં ઉપદેશમાલા (પુષ્પમાલા) [કનકરથનું દૃષ્ઠત ધારણ કરતો નથી. લોકમાં પણ કહ્યું છે કે– “સુખી માણસ બીજાના દુઃખને જાણતો નથી. યૌવનમાં રહેલા મનુષ્યો શીલને ગણકારતા નથી. આપત્તિને પામેલા, યૌવનાવસ્થાને વટાવી ચૂકેલા અને દુઃખી મનુષ્યો ધર્મમાં તત્પર થાય છે.” રાજાની કૃપા જ એના સુખનું મોટું કારણ છે. તેથી રાજાની મહેરબાનીને હરી લઉં દૂર કરું. આ પ્રમાણે વિચારીને દેવ રાજાના મનને મંત્રી પ્રત્યે વિપરીત પરિણામવાળું કરે છે. તેથી રાજા મંત્રીને બોલાવવો વગેરે તો દૂર રહ્યું, કિંતુ આવેલા મંત્રી ઉપર દૃષ્ટિ પણ નાખતો નથી. હવે ભય પામેલા તેણે વિચાર્યું કે, જો અહો! તેવો પણ મારો ભક્ત આ રાજા મારા ઉપર ગુસ્સે કેમ થયો છે? અથવા રાજાઓ કોના મિત્રો હોય? કહ્યું છે કેકાગડાને વિષે શુચિ, જુગારીમાં સત્ય, સર્પમાં ક્ષમા, સ્ત્રીઓમાં કામની શાંતિ, નપુંસકમાં ધીરતા, દારૂપીનારમાં તત્ત્વચિંતા અને રાજા કોઇનો મિત્ર હોય એવું કોનું સાંભળ્યું છે કે જોયું છે? તેથી હું માનું છું કે કુમારથી મારું સારું નથી. આ કોઇક વડે મારો વિનાશ કરાવશે. આ પ્રમાણે માનીને મંત્રી ત્યાંથી જલદી નીકળી ગયો. તે અશ્વ ઉપર બેસીને નગરની મધ્યમાંથી જઈ રહ્યો છે તેટલામાં સહસા સેવકલોકે તેને છોડી દીધો. નગરલોક પણ તેનો આદર કરતો નથી. ઘરમાં આવ્યો તો સર્વ પરિવાર પણ વિપરીત પરિણામવાળો થઈ ગયો. કોઈ તેની પ્રવૃત્તિને પણ પૂછતું નથી. તેથી ખિન્ન મનવાળો તે વાસભવનમાં જઈને તાલપુટ ઝેરને પીએ છે. તેની પણ તેના ઉપર જરાય અસર ન થઈ. તેથી તે તલવારથી મસ્તકને કાપે છે. તલવાર પણ બુટ્ટી થઈ ગઈ. પછી ઉદ્યાનમાં જઈને વૃક્ષમાં પોતાને ફાંસો લગાવીને લટકે છે. તેનો ફાંસો પણ તૂટી ગયો. પછી ગળામાં શિલા બાંધીને ઊંડા પાણીમાં ડૂબ્યો. ઊંડું પાણી પણ છીછરું થઈ ગયું. પછી બળતા અગ્નિમાં પ્રવેશ કરે છે. અગ્નિ પણ તત્કાળ બુઝાઈ ગયો. (૫૦) હવે અતિશય દુ:ખથી દુઃખી થયેલો તે વિલાપ કરતો કહે છે કે, અહો! હું પુત્ર સહિત હોવા છતાં પુત્રરહિત છું, ધનસહિત હોવા છતાં ધનરહિત છું, ઘણા સ્વજનથી યુક્ત હોવા છતાં ચોક્કસ અનાથ છું. કારણ કે તે બધાયથી હમણાં મારું રક્ષણ થતું નથી. પછી નગરમાંથી નીકળેલા તેણે એક દિશા તરફ જવાનું શરૂ કર્યું. તેથી દેવે તેના જવાના આગળના ભાગમાં મોટો ખાડો વિદુર્થો, પાછળના ભાગમાં દોડતો મોટો હાથી વિમુર્યો, અને બંને બાજુ ઘોર અંધકારસમૂહ કર્યો, મધ્યમાં સર્વ તરફથી બાણની શ્રેણીઓ નિરંતર પડી રહી છે. હવે ભયથી વ્યાકુળ મનવાળો અને ધ્રૂજતો તે આ પ્રમાણે કહે છે– હે પોઠ્ઠિલા! ક્યાંયથી પણ આવીને મારું રક્ષણ કર. હું ક્યાં જઉં? કારણ કે આ બધો લોક ગભરાયેલો છે. સંપૂર્ણ ગામ બળી રહ્યું છે. દાવાનલથી જંગલો બળી રહ્યા છે. શરણરહિત લોક ક્યાં જાય? મારી પણ આવી સ્થિતિ થઈ છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy