SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યચ-મનુષ્યગતિનાં દુઃખો] ઉપદેશમાલા (પુષ્પમાલા) પ્રેિમનું સ્વરૂપ-૫૭૭ લક્ષ્મી કુલટા નારી જેવી છે. લક્ષ્મીની પ્રાર્થના કરનારા પણ પુરુષોને ક્યારેક લક્ષ્મી પ્રાપ્ત થતી નથી, ક્યારેક પ્રાર્થના ન કરનારા પણ પુરુષોને એની મેળે જ ક્યાંયથી પણ કોઇપણ રીતે પ્રાપ્ત થાય જ છે, ક્યારેક પુરુષોનાં જોતાં જ લક્ષ્મી ક્ષણવારમાં ચાલી જાય છે. વિશેષાર્થ– ઇન્દ્રજાલ, નટનાટક અને સંધ્યાકાળના વાદળના રંગના જેવા વિલાસવાળી સંપત્તિ ઉપર પરમાર્થને જાણનારાઓને શો રાગ હોય? [૩૮૨] વળી મળેલી પણ લક્ષ્મી પ્રાયઃ અનર્થફલવાળી જ છે એમ જણાવે છેजह सलिला वडूंती, कूलं पाडेइ कलुसए अप्पं । इइ विहवे वटुंते, पायं पुरिसोऽवि दट्ठव्वो ॥ ३८३॥ જેવી રીતે વધતી નદી કિનારાને પાડે છે અને પોતાને ડહોળી કરે છે તેવી રીતે વૈભવ વધતાં પ્રાયઃ પુરુષને પણ તેવો જાણવો. વિશેષાર્થ– વર્ષાઋતુમાં નદી ઘણા પાણીથી પૂરાઈ જવાના કારણે વધતી જાય છે. વધતી નદી પોતાના જ કિનારાને પાડે છે, પૂરથી ખેંચાઇને આવેલી ઘણી અશુદ્ધિ અને કચરાને વહન કરવાના કારણે પોતાને મલિન બનાવે છે, તથા શિષ્ટજનોને જવા યોગ્ય રહેતી નથી=શિષ્ટજનો નદીમાં જતા નથી, તથા તેનું પાણી પીતા નથી. વૈભવ વધતાં પુરુષને પણ પ્રાયઃ કરીને આવો જ જાણવો. તે આ પ્રમાણે– વૈભવ વધતાં પુરુષ પણ ક્રોધ, ઇર્ષા, દ્વેષ અને અહંકાર આદિની પ્રબળતાના કારણે પોતાના કિનારા સમાન સ્વજનાદિરૂપ પોતાના પક્ષને જ હણે છે. આરંભવાળા અનેક ધંધા થવાના કારણે અને ઘણા કષાયો થવાના કારણે લક્ષ્મીને મેળવવાના પ્રયત્નને મલિન બનાવે છે. ઉપાર્જન કરેલી અશુભકર્મ રજથી આત્માને મલિન બનાવે છે. ચહેરાનો આકાર વગેરે રૌદ્ર (=ભયંકર) થઈ જવાના કારણે શિષ્ટ લોકો તેની પાસે જઈ શકે નહિ. કૃપણતા આદિના કારણે તેની લક્ષ્મી ભોગવી શકાય તેવી ન હોય. મૂળગાથામાં પ્રાયઃ શબ્દનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે તદ્દભવસિદ્ધિક કોઈક મહાત્માઓને વૈભવ વધવા છતાં યથોક્ત સ્વરૂપથી વિપરીતપણે પણ જોવામાં આવે છે. [૩૮૩] લેશથી લક્ષ્મીનું સ્વરૂપ બતાવ્યું. હવે પ્રેમનું સ્વરૂપ બતાવવા માટે કહે છેहोऊणवि कहवि निरंतराइं दूरंतराइं जायंति । उम्मोइयरसणंतोवमाइं पेम्माइं लोयस्स ॥ ३८४॥ ૧. તભવસિદ્ધિક= તે જ ભવમાં મોક્ષે જનાર.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy