SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૮-ભાવશલ્યના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) Tઇલાપુત્રનું દૃષ્ટાંત હું પણ એ જાણું છું. પણ પ્રતિકૂલ આરંભવાળો કામ મને બળાત્કારે પ્રવર્તાવે છે. (૨૫) નિયતિને આધીન બનેલા મોટા પુરુષો પણ કૃત્યાકૃત્યનો વિચાર કરે છે. (? કરતા નથી.) તો પછી આપ જાણતા હોવા છતાં આ પ્રમાણે આદેશ કેમ કરો છો? આના ચિત્તને બદલી શકાય તેમ નથી તેમ જાણીને શેઠ તેની ઉપેક્ષા કરે છે. ઇલાપુત્ર નટપુત્રીને પરણવા માટે નટોમાં નટપુત્રીની માગણી કરાવે છે. એ જેટલા સુવર્ણને તોળે તેટલું સુવર્ણ તે આપે છે, અર્થાત્ નટપુત્રીના વજન જેટલું સુવર્ણ આપે છે, તો પણ નટો માનતા નથી, અને કહે છે કે આ પુત્રી અક્ષયનિધિ છે. તેથી અમારે ધનનું કામ નથી. હવે જો તારો આગ્રહ છે તો નટ થઈને અમારા ભેગો રહે અને નટકળાનો અભ્યાસ કર. પછી તે લોકાપવાદ, કુલ અને શીલની અવજ્ઞા કરીને તેમના ભેગો રહ્યો. પછી તેણે સ્વયં કળાઓ શીખી લીધી. પછી નટોએ તેને કહ્યું: હવે પરણવા માટે ધન મેળવ. પછી એને તું પરણ. તેણે આનો પણ સ્વીકાર કર્યો. પછી તે નટમંડળીની સાથે બેન્નાતટ નગરમાં ગયો. રાજાએ આ વૃત્તાંત જાણીને કુતૂહલથી ઇલાપુત્રને બોલાવીને કહ્યું: અમુક દિવસે મારી સમક્ષ નૃત્ય કરવું. પછી તે તૈયાર થઈને ત્યાં આવ્યો. પછી મોટો વાંસ જમીનમાં ખોડ્યો. એની ઉપર મોટું લાકડું ( પાટિયું) રાખ્યું. તેના બંને છેડે બે બે ખીલા ઠોક્યા. તેની ઉપર ઇલાપુત્ર ચડે છે. - આ તરફ નટકન્યા વાંસની પાસે રહે છે. રાજા તેને જોઈને તેના ઉપર આસક્ત બન્યો. તેણે વિચાર્યું. જો ઇલાપુત્ર પડીને મરે તો હું એને પરણું. ઇલાપુત્રના નૃત્યે સર્વ લોકોને ખુશ કર્યા. સર્વલોકો કહે છે કે જો રાજા દાન આપે તો અમે પણ વિજ્ઞાનરૂપ રત્નોના પુંજ એવા તેને સ્વશક્તિ પ્રમાણે કંઇપણ આપીએ. દંભથી રાજાએ કહ્યું. મેં જોયું નથી. ફરી નૃત્ય કર. લોકો મુખ કાળું કરીને અને વિલખા થઈને મુંગા રહ્યા. આસક્ત ઇલાપુત્ર ફરી ચૌદ કિરણોને આપે છે. ફરી પણ તેના પતનને ઇચ્છતા રાજાએ તે જ પ્રમાણે કહ્યું: મેં બરોબર જોયું નહિ. તેથી લોકો અતિશય ચલિત બન્યા. ઇલાપુત્ર ધનલોભથી ત્રીજીવાર પણ કિરણોને આપે છે. ફરી પણ રાજાએ કહ્યું: ફરી ચોથીવાર કિરણોને આપ. જેથી તને દરિદ્રતાથી રહિત કરું. આ સાંભળીને સર્વલોકો રાજા પ્રત્યે તે રીતે વિરક્ત બન્યા કે જેથી રાજાની સમક્ષ પણ આક્રોશ કરવા લાગ્યા. ઇલાપુત્રે રાજાનો તે મનોગત ભાવ જાણ્યો. તેણે (તે વખતે) નજીકમાં શ્રીમંતના ઘરમાં સુંદરીઓ જોઈ. તે સુંદરીઓ અતિશય શ્રેષ્ઠ રૂપસંપન્ન છે. હાથમાં કાંતિયુક્ત મણિની ચૂડીઓ પહેરી છે. પગમાં ઝાંઝર છે. કેડે ઘૂઘરીઓના સમૂહવાળો મણિનો કંદોરો ૧. અહીં ખેલના પ્રકારો સમજમાં આવ્યા ન હોવાથી સવેડાયવરો ત્યાંથી પ્રારંભી વડવિ કિરણે ત્યાં સુધીનો અર્થ લખ્યો નથી.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy