SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવશલ્યના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આર્દ્રકકુમારનું દૃષ્ટાંત-૫૬૫ પાસે જવા માટે અસમર્થ બનવાથી કુમારને શોધતાં શોધતાં એક અટવીમાં આવ્યા. પછી નિર્વાહ ન થવાથી ત્યાં જ ચોરીથી આજીવિકા ચલાવતા રહ્યા. રસ્તામાં જતા આર્દકમુનિએ તેમને જોયા. જન્માંતરમાં ભણેલા વિવિધ શ્રુતથી પ્રાપ્ત થયેલ ભાગ્યરૂપ લક્ષ્મીથી બધાને પ્રતિબોધીને દીક્ષા લેવડાવી. આર્દ્રકમુનિ વીરપ્રભુની પાસે જેટલામાં આગળ જાય છે તેટલામાં ગોશાળો આવીને તેમને રસ્તામાં મળ્યો. તેથી પાપી ગોશાળો સ્વમતિકલ્પિત શ્રીવીરજિનેન્દ્રના દોષોને ગ્રહણ કરીને આર્દ્રકમુનિની સાથે વાદ કરવા માટે તૈયાર થયો. મહામતિ આર્દકકુમારે ક્ષુદ્ર તેને તે રીતે નિરુત્તર કર્યો કે જેથી નીતિથી ભ્રષ્ટ અને મહાદુષ્ટ તે સંકોચ(=લજ્જા) પામીને નાસી ગયો. પછી મુનિ માર્ગમાં અનેકોને પ્રતિબોધ પમાડતા આગળ જાય છે. પ્રતિબોધ પમાડાયેલા સેંકડો લોકોથી પિરવરેલા મુનિવર રાજગૃહ નગરની પાસે હસ્તિતાપસોના આશ્રમની પાસે આવ્યા. તે તાપસોનો અજ્ઞાનતાથી પૂર્ણ મત આ છે– બહુ જીવમય બીજ આદિના ભોજનથી શું? એક જ હાથી જીવ હણીને ઘણા દિવસો સુધી ભોજન કરી શકાય. [અહીં ભાવાર્થ આ પ્રમાણે છે— ધાન્યનું ભોજન ક૨વાના બદલે હાથીના માંસનું ભોજન કરવું જોઇએ. કારણ કે ધાન્યના ભોજનમાં ધાન્યના અનેક જીવો મરે છે. હાથીના માંસમાં એક જ હાથી મરે છે. એક હાથી મારીને મેળવેલું માંસ ઘણા વખત સુધી ચાલે છે. આમ હાથીનું માંસ ખાવામાં હિંસા ઓછી થાય.] આવી બુદ્ધિથી તે તાપસો સદાય હાથીઓને મારી મારીને ભોજન કરે છે. તે વખતે પણ વનના એક ઉત્તમ હાથીને મારવા માટે પકડ્યો હતો. તેને સો ભાર જેટલા વજનવાળી સાંકળથી પગોમાં અને ગળામાં બાંધ્યો હતો. આશ્રમપદમાં મોટા વૃક્ષની સાથે તેને બાંધ્યો હતો. બહુલોકોથી પરિવરેલા, સદ્ભૂત (=સાચા)ગુણોથી સ્તુતિ કરાતા અને જનમનને હર્ષ ઉત્પન્ન કરે તેવા રૂપને ધારણ કરનારા આર્દકમુનિને જોઇને તે મહાગજેન્દ્ર જો મુનિવર નજીકમાં આવે તો હું પણ તેમને વંદન કરું એમ જેટલામાં વિચારે છે તેટલામાં મુનિના પ્રભાવથી જલદી સાંકળો તૂટી ગઇ. આલાનના (=હાથીને બાંધવાના સ્તંભના) ટુકડે ટુકડા થઈ ગયા. પછી હર્ષ પામેલા તેણે ભક્તિથી મુનિવરને વંદન કર્યું. પછી ક્ષણવાર મુનિને સ્થિરદૃષ્ટિથી જોતો રહ્યો. પછી અતિશય હર્ષને ધારણ કરતો તે વનમાં ગયો. ઉપશમરૂપ ધનવાળા તે મુનિના આ અતિશયને જોઇને તાપસો ક્રોધથી બધા સાથે વાદ કરવા માટે તૈયાર થયા. જેવી રીતે બલવાન હાથીની ગર્જનાને સહન ન કરનારા હાથીઓ પરાભુખ થઇ જાય તેમ મુનિના વચનરૂપ ગર્જનાને સહન ન કરી શકનારા તે બધાય તાપસો પરાક્ર્મુખ થયા. પછી કુમાર્ગ રૂપ અગ્નિથી બળેલા તાપસોને મુનિએ શુદ્ધ દેશનારૂપ અમૃતલહરીઓથી શાંત કરીને શુદ્ધમાર્ગમાં સ્થાપ્યા. • ૧. ભાર= ૨૦ તોલા. ૨. આશ્રમપદ=તાપસોના આશ્રમથી ઓળખાયેલું સ્થાન, મુનિઓ વગેરેનું વિશ્રામસ્થાન.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy