SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨- આદાન-નિક્ષેપણા સમિતિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચરણશુદ્ધિ દ્વાર હું ફેંકી દઉં છું. તેથી મરણમાં નિરપેક્ષ મુનિ ત્યાં ઉપયોગ મૂકે છે, અને દ્રવ્યાદિનો વિચાર કરે છે. અટવી ક્ષેત્રમાં અને ગ્રીષ્મકાળમાં સુગંધ આદિ ગુણોથી યુક્ત આવા પ્રકારનું ઉત્કૃષ્ટ દ્રવ્ય ક્યાંથી હોય? તેથી અહીં કોઇ કારણ હોવું જોઇએ. આ પ્રમાણે વિચારીને જુએ છે તો તે બે મનુષ્યોને નિમેષરહિત ચક્ષુવાળા અને ભૂમિને નહિ લાગેલા (સ્પર્શેલા) જુએ છે. તેથી અભ્યાહ્નત વગેરે દોષોના ભયથી મુનિ તેને ગ્રહણ કરતા નથી. દેવ પ્રગટ રૂપ કરીને સાધુની પ્રશંસા કરે છે. હે મહાયશસ્વી! આપ ધન્ય છો. કેવળ સાહસ જ જેમનું ધન છે એવા આપ જીવનના સંશયમાં વર્તતા હોવા છતાં આ પ્રમાણે એષણા સંબંધી બહુમાનને છોડતા જ નથી. અનંતસુખમય મોક્ષમાં જેમનું લક્ષ્ય બંધાયું છે એવા ધીરપુરુષોની બુદ્ધિઓ તુચ્છ આહાર વગેરેથી આકર્ષાતી નથી. ઇત્યાદિ પ્રશંસા કરાયેલા પણ તે મુનિ ગર્વરહિત વિહાર કરે છે. આ પ્રમાણે ધર્માર્થી અન્ય પણ અપ્રમત્ત બનીને એષણા કરે છે. [૧૮૫] આ પ્રમાણે ધર્મરુચિમુનિનું કથાનક પૂર્ણ થયું. હવે આદાન-નિક્ષેપણસંબંધી સમિતિને કહે છે— पडिलेहिऊण सम्मं, सम्मं च पमज्जिऊण वत्थूणि । गिहिज्ज निक्खिवेज्ज व समिओ आयाणसमिईण ॥ १८६ ॥ આદાન-નિક્ષેપણસમિતિમાં સમિત સાધુ પીઠ-ફલક વગેરે વસ્તુઓને સમ્યક્ પડિલેહીને અને સમ્યક્ પ્રમાર્જીને લે અને મૂકે. વિશેષાર્થ- સમ્યક્ પડિલેહીને એટલે દૃષ્ટિથી સમ્યક્ જોઇને. સમ્યક્ પ્રમાર્જીને એટલે રજોહરણ વગેરેથી સમ્યક્ પુંજીને. આદાન-નિક્ષેપણ સમિતિમાં સમિત સાધુ વસ્તુઓને સમ્યક્ પડિલેહ્યા વિના અને સમ્યક્ પ્રમાજર્યા વિના ન લે અને ન મૂકે. કારણ કે દુપ્રત્યુપેક્ષિત અને દુપ્રમાર્જિતમાં પણ જીવઘાત આદિના સંબંધથી છેદગ્રંથોમાં ઘણું પ્રાયશ્ચિત્ત જોવામાં આવે છે. [૧૮૬] અશક્ય ન કરે, પણ શક્યનો ત્યાગ કરનારને તો કેવળ દોષ જ એમ કહે છે जइ घोरतवच्चरणं, असक्कणिज्जं न कीरइ इहिं । किं सक्कावि न कीरइ, जयणा सुपमज्जणाईयं ॥ १८७ ॥ જો હમણાં અશક્ય ઘોર તપશ્ચર્યા ન કરાય તો શું શક્ય પણ સમ્યક્ પ્રમાર્જન વગેરે જયણા ન કરાય? [૧૮૭]
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy