SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ આલોચના દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [ગીતાર્થ ગુરુની શોધ-૫૫૫ કેટલા ક્ષેત્રમાં ગુરુની શોધ કરવી, અથવા આવતા ગુરુની કેટલા કાળ સુધી રાહ જોવી તે કહે છે तम्हा उक्कोसेणं, खेत्तम्मि उ सत्त जोयणसयाई ।। काले बारस वरिसा, गीयत्थगवेसणं कुजा ॥ ३५९॥ અગીતાર્થ આલોચના આપવામાં અધિકારી ન હોવાથી ક્ષેત્રને આશ્રયીને સાતસો યોજન સુધી અને કાળને આશ્રયીને બારવર્ષ સુધી ગીતાર્થ ગુરુની શોધ કરે. [૩૫૯] આટલા ક્ષેત્રમાં ગીતાર્થ ગુરુને શોધવા માટે ફરતો અને આવતા ગીતાર્થ ગુરુની આટલા કાળ સુધી રાહ જોતો શિષ્ય જો વચ્ચે આલોચના કર્યા વિના પણ મરી જાય તો આરાધક થાય કે નહિ? તે કહે છે आलोयणापरिणओ, सम्मं संपढिओ गुरुसंगासे । जइ अंतरावि कालं, करिज आराहओ तहवि ॥ ३६०॥ સમ્યક્ આલોચનાના પરિણામવાળો શિષ્ય ગુરુ પાસે આલોચના લેવા માટે પ્રયાણ કરે અને વચ્ચે જ કાળ કરી જાય તો પણ આરાધક છે. વિશેષાર્થ– આલોચના કરવાના સમપરિણામવાળો વચ્ચે જ મરી જાય તો પણ આરાધક જ છે. પણ જો આલોચના કરવાના સમ્યપરિણામ ન હોય, એમ જ કેવળ લોકરંજન આદિ માટે જ હું ગુરુની શોધ કરી રહ્યો છું એમ બોલે, શિષ્ટોથી ગીતાર્થ તરીકે વ્યવહાર કરાતા પણ નજીકમાં રહેલા ગુરુને પોતાના આગ્રહથી ઘેરાયેલી બુદ્ધિથી ન માને, તો સમ્યપરિણામથી રહિત આ આગ્રહી ક્યાંક કોઈપણ રીતે કોઈક આલોચના કરે તો પણ આરાધક નથી. [૩૬૦] આલોચકદાર “કોની પાસે આલોચના” એ ધાર પૂર્ણ થયું. હવે “આલોચક દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે जाइकुलविणयउवसमइंदियजयनाणदसणसमग्गा । अणणुतावी अमायी, चरणजुयाऽलोयगा भणिया ॥ ३६१॥ જાતિ, કુલ, વિનય, ઉપશમ, ઇંદ્રિયજય, જ્ઞાન અને દર્શનથી યુક્ત, અનસુતાપી, અમાયાવી અને ચારિત્રયુક્ત શિષ્યો આલોચક છે=આલોચના કરવાને યોગ્ય છે. વિશેષાર્થ– જાતિયુક્ત=માતૃપક્ષથી વિશુદ્ધ. કુલયુક્ત=પિતૃપક્ષથી વિશુદ્ધ.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy