SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮-સુશિષ્યો કેવા હોય?] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સુશિષ્યો કુલવધૂ જેવા હોય (સંગ્રહ એટલે ધર્મોપદેશ વગેરેથી શિષ્યો બનાવવા. ઉપગ્રહ એટલે શિષ્યોને સંયમમાં ઉપકારી વસ્ત્ર-પાત્ર વગેરે મેળવી આપવું. યાવત્ શબ્દથી સિદ્ધૃતિ, વુાંતિ, મુદ્ધંતિ, પરિનિબાયંતિ, સવ્વવુવાળમંત ઋતિ એ ક્રમ સમજવો.) [૩૭] ગુરુગુણ નામના દ્વારનું સમર્થન કર્યું. હવે ગુણદ્વારા શિષ્યના નિરૂપણ માટે કહે છે– गुरुचित्तविऊ दक्खा, उवसंता अमुइणो कुलवहु व्व । विणयरया य कुलीणा, हुंति सुसीसा गुरुयणस्स ॥ ३३८ ॥ ગુરુજનના સુશિષ્યો ગુરુચિત્તના જાણકાર, કુશળ, ઉપશાન્ત, કુલવધૂની જેમ ગુરુને નહિ મૂકનારા, વિનયમાં તત્પર અને કુલીન હોય છે. વિશેષાર્થ– જેવી રીતે પોતાનો પતિ આક્રોશ કરે અને મારે તો પણ કુલવધૂ કોઇપણ રીતે સ્વપતિને મૂકતી નથી. તેમ સુશિષ્યો પણ ગુરુને કોઇપણ રીતે મૂકતા નથી. [૩૩૮] સુશિષ્ય બીજું પણ શું કરે તે કહે છે आगारिंगियकुसलं, जइ सेयं वायसं वए पुज्जा । तहवि य सिं नवि कूडे, विरहम्मि य कारणं पुच्छे ॥ ३३९॥ આકાર-ઇંગિતમાં કુશલ શિષ્યને ગુરુઓ કાગડો ધોળો છે એમ કહે તો પણ તે શિષ્ય ગુરુઓને ખોટા ન ઠરાવે, પણ એકાંતમાં કારણ પૂછે. વિશેષાર્થ આકાર એટલે સ્થૂલબુદ્ધિથી જાણી શકાય તેવી અને પ્રસ્થાન આદિ ભાવોની સૂચક ચેષ્ટા. જેમ કે દિશાઓનું નિરીક્ષણ કરવું વગેરે. (ગુરુ દિશાઓનું નિરીક્ષણ કરે એથી કુશળ શિષ્ય જાણી લે કે હમણાં ગુરુને પ્રસ્થાન કરવાની=જવાની ઇચ્છા છે.) કહ્યું છે કે-‘દિશાઓનું નિરીક્ષણ કરવું, બગાસાં ખાવાં, કામળીને સંકેલવી, આસનને ઢીલું કરવું આ પ્રસ્થાનનાં લક્ષણો છે.” ઇંગિત એટલે સૂક્ષ્મબુદ્ધિથી જાણી શકાય તેવી અને પ્રવૃત્તિનિવૃત્તિની સૂચક ચેષ્ટા. જેમ કે- કંઇક ભવાં ફરકવું, મસ્તક હાલવું વગેરે. આકાર-ઇંગિતમાં કુશલ શિષ્યને જો કોઇપણ રીતે વિનયની પરીક્ષા આદિ નિમિત્તે ગુરુઓ ‘સફેદ કાગડાને જો' ઇત્યાદિ કહે તો પણ સુશિષ્ય ગુરુઓના તે વચનને “હે આચાર્ય! શું તમે આંખોથી જોતા નથી કે જેથી કાળા પણ કાગડાને ધોળો કહો છો'' ઇત્યાદિ રીતે ખોટો ન ઠરાવે, કિંતુ એકાંત પ્રાપ્ત થતાં વિનયપૂર્વક કાગડાને ધોળો કેમ કહ્યો એમ કારણ પૂછે. [૩૩૯]
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy