SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [તલચોર પુત્રનું દૃષ્ટાંત-પ૩૫ તે જ રીતે સંસારભયથી શરણે આવેલા સાધુ-સાધ્વી સમુદાયરૂપ ગચ્છની સારણા ન કરનાર ગુરુ પણ ગચ્છના જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ મસ્તકોને કાપનાર જાણવો. દ્રવ્ય મસ્તકને કાપવામાં એકભવનું ક્ષણિક જ દુઃખ થાય. ગુરુવડે કર્તવ્યોમાં નહિ પ્રવર્તાવાયેલા અને દોષોથી નિવૃત્ત ન કરાયેલા અને એથી જ માર્ગથી ભ્રષ્ટ બનેલા શિષ્યોના જ્ઞાનાદિરૂપ ભાવમસ્તક કપાયે છતે અનંતભવોમાં અનહદ દુઃખોની પ્રાપ્તિ જ થાય. [૩૩] શાસ્ત્રમાં શું કહ્યું છે તે કહે છેजणणीए अनिसिद्धो, निहओ तिलहारओ पसंगेण । जणणीवि थणच्छेयं, पत्ता अनिवारयंती उ ॥ ३३३॥ इय अनिवारियदोसा, सीसा संसारसागरमुवेति ।। विणियत्तपसंगा पुण, कुणंति संसारवोच्छेयं ॥ ३३४॥ માતાવડે નિષેધ ન કરાયેલ તલની ચોરી કરનાર (અકાર્યના) પ્રસંગથી હણાયો અને નહિ રોકતી માતા પણ સ્તનચ્છેદને પામી. એ પ્રમાણે (ગુરુવડે) જેમના દોષોનું નિવારણ કરવામાં આવ્યું નથી એવા શિષ્યો સંસાર સાગરમાં પડે છે, અને (અકાર્યના) પ્રસંગથી નિવૃત્ત થયેલા શિષ્યો સંસારનો નાશ કરે છે. વિશેષાર્થ- અહીં ભાવાર્થ કંઈક કહેવાય છે તલચોર પુત્રનું દષ્ટાંત વસંતપુર નગરમાં એક વિધવા કુલીન સ્ત્રી હતી. તેનો મોટો થતો પુત્ર બાળપણમાં સ્નાન કરીને ભીના શરીરે ઘરમાંથી નીકળ્યો. કોઈક વણિકની દુકાનના દરવાજા આગળ અથડાયેલો તે તલના ઢગલા ઉપર પડ્યો. તેના ભીના શરીરમાં ઘણા તલ ચોંટી ગયા. આવી જ સ્થિતિમાં તે ઘરે ગયો. તેની માતાએ તેના શરીર ઉપર ચોંટેલા બધા તલને ખંખેરીને લઈ લીધા. (પછી તલસાંકળી બનાવીને તેને ખાવા માટે આપી. તલ સાંકળીમાં લુબ્ધ બનેલો તે) બીજા દિવસે ચાહીને શરીરને ભીનું કરીને તે જ પ્રમાણે તલના ઢગલા ઉપર પડ્યો. માતાએ પણ તેના શરીર ઉપરથી તલ ખંખેરીને લઈ લીધા. આ પ્રમાણે આ પ્રસંગ વૃદ્ધિ પામ્યો. છોકરો દરરોજ આ પ્રમાણે જ કરવા લાગ્યો. બીજા બીજા વણિકોના ધાન્યોને મુખ-મુઠ્ઠી આદિથી ચોરવા લાગ્યો. ખુશ થયેલી માતા તેને રોકતી નથી, એટલું જ નહિ, બલ્ક તેની તે સઘળી પ્રવૃત્તિમાં સંમતિ આપે છે. મોટો થતો તે મોટી ચોરીઓ પણ કરવા લાગ્યો. યૌવનને પામેલા તેને એકવાર રાજપુરુષોએ કોઇપણ રીતે ચોરીના માલ સાથે પકડી પાડ્યો. પછી જ્યારે રાજપુરુષો તેને તમારી નાખવા માટે) વધસ્થાનમાં લઈ ઉ. ૧૧ ભા.૨
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy