SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮-ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [એષણા સમિતિમાં આહાર વગેરે ઉગમશુદ્ધ ત્યારે થાય કે જ્યારે ગૃહસ્થથી થનારા આધાકર્મ વગેરે સોળ દોષોનો ત્યાગ કરે. ઉત્પાદનાશુદ્ધ પોતાનાથી થનારા ધાત્રીકર્મ વગેરે સોળ દોષોનો ત્યાગ કરવાથી થાય. એષણાશુદ્ધ આહાર વગેરે ગૃહસ્થ અને સાધુ એમ ઉભયથી થનારા શંતિ-પ્રક્ષિત વગેરે દશ દોષોના ત્યાગથી પ્રાપ્ત થાય છે. [૧૭૯] જો કોઇ એમ કહે કે આહારશુદ્ધિ દુષ્કર છે તો તેનો ઉત્તર આપે છેआहारमित्तकजे, सहसच्चिय जो विलंघइ जिणाणं । कह सेसगुणे धरिही, सुदुद्धरे सो? जओ भणियं ॥ १८०॥ જે સાધુ આહાર માત્ર માટે સહસા જ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે અતિશય દુર્ધર અન્યગુણોને કેવી રીતે ધારણ કરશે? કારણ કે આગમમાં આ (નીચેની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. વિશેષાર્થ– જે આહાર દેવ-નાશક-નિગોદ વગેરેના ભવોમાં અનંતવાર ગ્રહણ કર્યો છે, માત્ર ક્ષણવાર તૃપ્તિ કરે છે, અસાર છે, કંઠને ઓળંગેલો આહાર અશુચિરૂપે પરિણમે છે, તે આહારમાત્ર માટે પણ જે હીનસત્ત્વતાનું આલંબન લઈને, સહસા જ, એટલે કે ત્રણવાર બીજે પર્યટન કર્યા વિના અને પુષ્ટ આલંબન વિના જ, અનેષણીય લેવા વડે એષણાસમિતિ પાલનરૂપ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તે બિચારો બીજા જીવદયા-બ્રહ્મચર્ય વગેરે અતિશય દુર્ધર ગુણોને કેવી રીતે ધારણ કરશે? અર્થાત્ તે ધર્મરહિત હોવાના કારણે તેનામાં અન્યગુણોનો પણ સંભવ નથી. કારણ કે આગમમાં આ (=નીચેની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. [૧૮૦] આગમમાં જે કહ્યું છે તેને જ કહે છેजिणसासणस्स मूलं, भिक्खायरिया जिणेहिं पण्णत्ता । एत्थ परितप्पमाणं तं, जाणसु मंदसद्धीयं ॥ १८१॥ જિનોએ ભિક્ષાચર્યાને જિનશાસનનું મૂળ કહી છે. ભિક્ષાચર્યામાં એષણીય લેવામાં કંટાળાને પામતા સાધુને તું ધર્મમાં મંદશ્રદ્ધાવાળો જાણ. વિશેષાર્થ– ઉદ્ગમ વગેરે દોષોનો ત્યાગ કરીને ભિક્ષા માટે ફરવું તે ભિક્ષાચર્યા જિનશાસન એટલે સર્વશે કહેલો (મોક્ષનો) માર્ગ. મૂલ એટલે કારણ, અર્થાત્ તત્ત્વ. લોકમાં પ્રસિદ્ધ અર્થ આ કહેવાય છે-“સાધુઓએ યત્નથી આહારની શુદ્ધિ કરવી જોઇએ. ગૃહસ્થોએ કૂટક્રિત વગેરેથી રહિત વ્યવહારશુદ્ધિ કરવી જોઈએ.” [૧૮૧]
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy