SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પરર-દષ્ટિરાગાદિત્રણ રાગમાં અને દ્વેષમાં ઉપદેશમાલા(પુષ્પમાલા) [ક્રમશઃ લક્ષ્મીધર આદિનાં દૃષ્ટાંતો પૂછે છે કે, હે ભગવન્! મોહરાજાના તે પુત્રો મારા પુત્રોને હજી પણ આનાથી પણ આગળ દૃષ્ટિરાગ વગેરે વિવિધરૂપથી દુષ્ટ મનવાળા કરશે? તેથી કેવળીએ કહ્યું. એમણે હમણાં પણ તારા પુત્રોનું શું કર્યું છે? અર્થાત્ બહુ જ થોડું કર્યું છે. તેમનું સરસવ જેટલું દુઃખ ગયું છે, અને આગળ મેરુ જેટલું બાકી છે. વરુણે પૂછ્યું: હે ભગવન્! તે કેવી રીતે? કેવળીએ કહ્યું: લક્ષ્મીધર વગેરે અહીં પણ દૃષ્ટિરાગ, સ્નેહરાગ અને વિષયરાગ દોષોથી મૃત્યુ પામશે. આગળ(=હવે પછી) બધાયે નારક-તિર્યંચગતિ વગેરેના કેવળ લાખો દુઃખોથી ગહન એવા અનંત સંસારમાં લાંબા કાળ સુધી ભમશે. ( આ પ્રમાણે સાંભળીને ભય પામેલા વરુણે કેવળીને નમીને કહ્યું હે નાથ! આપના જેવા સ્વામીનું સાંનિધ્ય હોવા છતાં તે બિચારા સંસારમાં આટલા દુઃખનું ભાજન કેવી રીતે થાય? તેથી પ્રસન્ન થઈને એમના પણ દુઃખમાંથી છોડાવવાના ઉપાયને વિચારો. તેથી કેવલીએ કહ્યું: હે મહાનુભાવ! તું પણ આવું કેમ કહે છે? કુશળ પણ વૈદ્ય અસાધ્ય વ્યાધિને દૂર ન કરી શકે. એમનું કર્મ નિરુપક્રમ છે. આથી અમારાથી અસાધ્ય છે. તેથી આ અન્ય કોઈને ચિંતા કરવા યોગ્ય નથી, તારે (પણ) નહિ. શક્ય પરકાર્યની ચિંતા કરવી જોઇએ. અશક્યની ચિંતા કરવાથી શું વળવાનું છે? માટે તું સ્વકાર્યની જ સૂક્ષ્મબુદ્ધિથી વિચારણા કર. કેવળીએ આ પ્રમાણે કહ્યું એટલે સંવેગ પામેલા વણશેઠે તેનો સ્વીકાર કર્યો. પછી તે મહાદાન આપીને, જિનેશ્વરોની પૂજા કરીને, શ્રીકાંતા અને વિજયા એ બે પત્નીઓની સાથે, મુનિ પતિની પાસે સુવિહિત દીક્ષા લઈને, નિઃસંગપણે પૃથ્વી ઉપર વિહાર કરે છે. લક્ષ્મીધર વગેરે પણ ઘર અને વૈભવના ચાર ભાગ કરે છે. તથા મોહરાજાના પુત્રો વડે નિઃશંકપણે વિચિત્ર આચરણોથી અતિશય અધિક વિડંબના પમાડાતા તે જ પ્રમાણે રહે છે. (૧૫)) ત્યારબાદ લાંબા કાળે જે પામશે તેને અમે કહીએ છીએ. - ત્યાં ઘણાં સ્થાનોમાં પરિભ્રમણ કરતા લક્ષ્મીધરને બીજા બીજા પાખંડી કુલોમાં રાગ થયો. આથી ઈર્ષારૂપ અગ્નિથી બળેલો મૂળ ત્રિદંડી વિચારે છે કે, પાપીની આ અનવસ્થા જુઓ, પોતાના માતા-પિતાનો ધર્મ છોડી મારો અનુરાગી થયો. હવે હમણાં તો જુવાન સાંઢની જેમ ચંચળ ચિત્તવાળો તે ઘણા વનોમાં ભમે છે. મારા સમાચાર પણ પૂછતો નથી. માર્ગમાં પણ જોવાયેલો બીજા માર્ગે જાય છે. તેથી હમણાં પાપી આને દુર્તીતિનું ફળ બતાવું. કુપિત થયેલા પરિવ્રાજકે અન્ય દિવસે અતિઘણી શુદ્ર વિદ્યાઓ વડે નિપુણતાથી લક્ષ્મીધર સમાન ઘાસનું એક પૂતળું કર્યું. એ પૂતળાને અતિ તીણ ખીલાથી છાતીમાંવીંધ્યું, અને મંત્રોથી મંત્રિત કર્યું. પછી તેને ભૂમિમાં નાખ્યું. ત્યારથી લક્ષ્મીધર પણ છાતીમાં ૧. પર્વ પદનો અર્થ વાક્ય ક્લિષ્ટતાના કારણે અનુવાદમાં લખ્યો નથી.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy