SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટિરાગાદિ ત્રણ રાગમાં અને દ્વેષમાં] ઉપદેશમાલા(પુષ્પમાલા) [ક્રમશઃ લક્ષ્મીધર આદિનાં દૃષ્ટાંતો-૫૧૯ પાંચસો સ્વસ્ત્રીઓથી તૃપ્તિ થતી નથી તો અતિશય શંકાવાળા પરયુવતિઓના સંગથી તૃપ્તિ કેવી રીતે થશે? તેથી તારા ઘરમાં જ વૈભવ છે તેને તું ન્યાયથી ભોગવ. મારા કુળને કલંક લગાડનારા આવા પ્રકારના અન્યાયને તું ન કર. હે પુત્ર! દેવલોકના ભોગો પણ અનંતવાર પૂર્વે પ્રાપ્ત થયા છે, પણ પરમપદનું કારણ એવો જિનધર્મ જ પ્રાપ્ત થયો નથી. તેથી હમણાં તું જિનધર્મને જ કર. પણ આ બાલચેષ્ટાઓથી નરકાદિનાં દુ:ખોથી ભયંકર એવા અનંતસંસારમાં આત્માને ન ફેંક, આ પ્રમાણે કહેવાયેલો તે શેઠ ઉપર ઉપહાસ્ય કરીને કહે છે કે, હે પિતાજી! તમે મૂઢ છો, વિષયોથી અનુભવાતા વિશિષ્ટ સુખને તમે જાણતા નથી, તેથી આ પ્રમાણે કહો છો. વૈભવનું આ જ ફલ છે કે મનગમતાં સુખો ભોગવવા. પછી વૈભવ કે પ્રાણો ગયે છતે શું કરવું? રત્ન અને સ્ત્રીઓ કોઇનાય શાસનમાં (=કબજામાં) લખાઇ નથી. જે સમર્થ હોય તે ભોગવે. તેથી અહીં અન્યાય પણ શું છે? જે ધર્મ આવા પ્રકારના વિષયસુખોને છોડીને કરી શકાય તે ધર્મથી પણ શું? તેથી અમે સુખપૂર્વક જીવીએ છીએ. જીવતાઓથી મરેલાઓ જોવાયા નથી. હવે વરુણ વિચારે છે કે, અહો! જુઓ, મોહથી મૂઢહૃદયવાળા જીવોને અતિશય અંતરવાળા પણ પદાર્થ અંગે કોઇપણ રીતે બુદ્ધિમાં આવી વિશેષ ભ્રાન્તિ થાય છે. ભોગો આ ભવમાં પણ કષ્ટના કારણ છે અને અપજશ કરનારા છે. ધર્મ આ ભવમાં કીર્તિને કરે છે, અને પરલોકમાં સ્વર્ગ અને મોક્ષરૂપ ફલ આપે છે. આ પ્રમાણે હોવા છતાં આ ઉલ્લંઠ વચનો બોલે છે. તેથી ચોક્કસ પૂર્વના પુણ્યોથી અધિક છે, અર્થાત્ હમણાં તેના પૂર્વે કરેલા પુણ્યનું બલ છે. તેથી આની પણ સાથે ક્ષણવાર પણ રહેવું એ મારા માટે યોગ્ય નથી. ધર્મશાળા શૂન્ય રહે એ સારું છે, પણ ચોરલોકથી ભરાઇ જાય એ સારું નથી. ઇત્યાદિ વિચારીને વરુણે અર્હદત્તને પણ છૂટો કર્યો. પછી અનુચિત આચરવામાં તત્પર તે અંકુશથી રહિત દુષ્ટ હાથીની જેમ નગ૨માં ભમે છે. દ્વેષ વિષે નંદનું દૃષ્ટાંત આ તરફ ચોથો પુત્ર નંદલક્ષ્મીધર આદિની સાથે ગમનાગમનને છોડતો નથી, અને તેમનો બહુ પક્ષપાત કરે છે. તેથી વરુણે કોમલવાણીથી તેને કહ્યું કે, હે વત્સ! જે સર્વ દોષોના ઘર છે એમ જાણીને મેં પણ જેમને છોડી દીધા છે તેમની સાથે બોલવાનું પણ તારા માટે કેવી રીતે યોગ્ય છે? અને આ પ્રમાણે ગમનાગમનનો જે પ્રસંગ છે તે અતિશય વિરુદ્ધ જ છે. વળી બીજું- આ લોક અને પરલોક માટે વિરુદ્ધ એવો કુસંગ મનુષ્યનું જે (અનર્થ) કરે છે તે (અનર્થ) અતિશય કુપિત થયેલો વેતાલ (=ભૂત), ઉ. ૧૦ ભા.૨
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy