SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬-દૃષ્ટિરાગાદિત્રણ રાગમાં અને દ્વેષમાં]ઉપદેશમાલા(પુષ્પમાલા) [ક્રમશઃલમીધર આદિનાં દૃષ્ટાંતો લક્ષ્મીધરનો દૃષ્ટિરાગ હવે એકવાર કયારેક એક પરિવ્રાજક ત્યાં આવ્યો. માસખમણને પારણે મા ખમણ કરતો તે નગરના ઉદ્યાનમાં રહે છે. અજ્ઞાન કઠોર તપ કરતા તેણે સર્વ લોકોને આકર્ષે લીધા. આથી લોકો તેની બહુભક્તિ કરે છે. હવે કોઇવાર ઘણા મિત્રોના સમુદાયથી પરિવરેલો લક્ષ્મીધર કોઇપણ રીતે ત્યાં જ આવ્યો. ઘણા લોકોને જતા જોઇને તેની પાસે જાય છે. હવે અવસર મેળવીને દૃષ્ટિરાગ વડે પ્રેરણા કરાયેલો મૂઢ તે તેનો તેવો અનુરાગી બન્યો કે જેથી યુગાન્ડે પણ વિરાગી ન બને. દરરોજ તેની પાસે આવે છે અને લાંબા કાળ સુધી ત્યાં રહે છે. હૃદયમાં તેના ગુણોથી ભાવિત થયેલો તે સતત તેની સ્તુતિ-પ્રશંસા કરે છે. હવે વરુણ શ્રાવકે આ વૃત્તાંત કોઇપણ રીતે જાણ્યો. તેથી સંભ્રાન્ત થયેલા તેણે લક્ષ્મીધરને બોલાવીને કહ્યું: હે વત્સ! આ શું સંભળાય છે? પરમાર્થને નહિ જાણનાર તું અમૃતનો સમુદ્ર સ્વાધીન હોવા છતાં વિષના ખાડામાં રહેલા પાણીને પીએ છે. જેના ઘરમાં જે વીતરાગ અને સર્વજ્ઞ હોય તે જ દેવ છે, જે પૂર્વાપર અવિરુદ્ધ હોય એ જ તત્ત્વ(=ધર્મ) છે, જે ગુણોથી મહાન હોય તે જ ગુરુ છે, એવું જ્ઞાન છે, તે ઇતરજન જેવા સામાન્ય અને અશિષ્ટ એવા દેવામાં અને ગુરુઓમાં તથા વિરુદ્ધ સ્વરૂપવાળા તત્ત્વમાં અનુરાગ કેમ કરે? જે જીવવધ, મૃષાવાદ, પરધન (ગ્રહણ), અબ્રહ્મ અને પરિગ્રહના પાપમાં બીજાને સ્થાપે છે અને પોતે પણ રહે છે તે ગુરુ કેવી રીતે હોય? જે પ્રત્યક્ષ વિરુદ્ધ કરનારા છે, અને જીવહિંસા વગેરે પાપોમાં આસક્ત મનવાળા છે, તે બોલાવવાને માટે પણ કેવી રીતે યોગ્ય છે? તે ત્રિદંડીનો તું અનુરાગી થયો છે. તેના માટે પારણામાં આખા નગરમાં જીવઘાત વગેરે પાપ કેવી રીતે કરાય છે તે તું જો. ચાલવામાં અને બોલવામાં તથા ક્રોધ-મદ-માન-માયા-લોભમાં તેની શુદ્ધિ જેવી રીતે નથી તે રીતે પણ તું ભવિષ્યમાં જોશે અને ભૂતકાળમાં કોઈ પણ છે. તેથી હે પુત્ર! બહુ કહેવાથી શું? હું આ પક્ષપાતથી નથી કહેતો. તું જાતે પણ અસઆગ્રહને છોડીને સૂક્ષ્મબુદ્ધિથી વિચાર કર. હવે દ્વેષગજેન્દ્ર દૃષ્ટિરાગનું સાંનિધ્ય કર્યું એટલે આ પ્રમાણે કહેવાયેલો લક્ષ્મીધર પિતા ઉપર ઘણા વૈષમાં ચડ્યો, અર્થાત્ ઘણા વૈષવાળો થયો. હવે તે જિનધર્મની નિંદા કરે છે, લૌકિક ધર્મની પ્રશંસા કરે છે, પિતા ઉપર આક્રોશ કરે છે. અત્યંત અસંબદ્ધ અને લોક-આગમથી વિરુદ્ધ ધર્મને ઝંખે છે. તેથી શેઠ વિચારે છે કે, આ હિતોપદેશ માટે નિયમો અયોગ્ય છે. સર્પોને આપેલું દૂધ પણ વિષ જ થાય છે. પછી માતા-પિતાથી ઉપેક્ષા કરાયેલો એ મર્યાદાને મૂકીને પરિવ્રાજકનો વિશેષથી ભક્ત થયો, અને શિવ વગેરે દેવોનો દઢ અનુરાગી થયો. હવે
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy