SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪-દૃષ્ટિરાગાદિ ત્રણ રાગમાં અને દ્વેષમાં ]ઉપદેશમાલા(પુષ્પમાલા) [ક્રમશઃ લક્ષ્મીધર આદિનાં દૃષ્ટાંતો હવે રાગનું જ ભેદથી નિરૂપણ કરવા માટે કહે છે— रागो य तत्थ तिविहो, दिट्ठिसिणेहाणुरायविसएहिं । कुप्पवयणेसु पढमो, बीओ सुयबंधुमाईसु ॥ ३१८॥ विसयपडिबंधरूवो, तइओ दोसेण सह उदाहरणा । लच्छीहरसुंदरअरिहदत्तनंदाइणो कमसो ॥ ३१९॥ રાગ-દ્વેષ એ બેમાં રાગ દૃષ્ટિરાગ, સ્નેહરાગ અને વિષયરાગ (=કામરાગ) એમ ત્રણ પ્રકારે છે. દૃષ્ટિઓમાં(=બૌદ્ધ વગેરે કુપ્રવચનોની પ્રરૂપણાઓમાં) રાગ તે દૃષ્ટિરાગ. પુત્ર અને બંધુ આદિ ઉપર સ્નેહ(=પ્રતિબંધરૂપ રાગ) તે સ્નેહરાગ. શબ્દાદિ વિષયોમાં આસક્તિ રૂપ રાગ તે વિષયરાગ. આ ત્રણેય પ્રકારના રાગ વિષે ને ચોથા દ્વેષ વિષે અનુક્રમે લક્ષ્મીધર, સુંદર, અર્હદત્ત અને નંદ એ ચાર દૃષ્ટાંતો છે. તે આ પ્રમાણેરાગ-દ્વેષ વિષે લક્ષ્મીધર આદિનાં દૃષ્ટાંતો વિંધ્યપુર નામનું નગર છે. તેમાં પ્રાસાદો ચંદ્ર જેવા શ્વેત, સંતાપને દૂર કરનારા અને ચંદનવૃક્ષની જેમ ભોગીઓથી યુક્ત છે. ત્યાં વરુણ નામનો શ્રેષ્ઠી હતો કે જેની લક્ષ્મી કીર્તિની સાથે સર્વત્ર ફેલાયેલી હોવા છતાં અન્યના ઘરમાં દેખાતી નથી. તેની શ્રીકાંતા અને વિજયા નામની શ્રેષ્ઠ બે પત્નીઓ છે. તે ત્રણેને જિનધર્મ સિવાય બીજું કંઇ પણ પ્રિય નથી. સમય જતાં શ્રીકાંતાને લક્ષ્મીધર, સુંદર અને અર્હદત્ત એ ત્રણ પુત્રો થયા. વિજયાએ નંદ નામના એકપુત્રને જન્મ આપ્યો. ચારેય પુત્રો ત્યાં સુખપૂર્વક વધે છે=મોટા થાય છે. આ તરફ અનાદિભવ નામનું મોટું નગર છે. જેનો વિશ્વમાં પ્રતાપ ફેલાયેલો છે એવો મોહરાજા તે નગરનું સદા પાલન કરે છે. એકવાર સભામાં બેઠેલો તે ખિન્ન રહે છે. તેને ચિંતાસમૂહથી વ્યાકુલ જોઇને રાગકેશરી જલદી ઊઠીને કહે છે કે હે પિતાજી! આ અપૂર્વ શું છે? પિતાજી કુપિત થયે છતાં વિશ્વને પણ ચિંતા થાય છે. આવા પિતાજી પણ ચિંતા કરે છે તે કંઇક આશ્ચર્ય છે. તેથી કૃપા કરીને મને ચિંતાનું કારણ ૧. અહીં ભોગી શબ્દના બે અર્થ છે. ચંદનવૃક્ષના પક્ષમાં ભોગીઓથી યુક્ત એટલે સર્પોથી યુક્ત. નગરના પક્ષમાં ભોગીઓથી યુક્ત એટલે ભોગ કરનારા મનુષ્યોથી યુક્ત. ૨. અર્થાત્ તેણે લક્ષ્મીને જુદા જુદા સ્થળે વેપારમાં રોકી હતી, પણ કોઇને વ્યાજે આપી ન હતી. ૩. અહીં પ્રતમાં મુદ્રિત પાઠ દૈવીસફ એમ છે. પણ તે પાઠ પ્રમાણે મને અર્થ બંધ બેસતો જણાતો નથી. આથી મેં નહુ વીસફ એવો પાઠ સમજીને અર્થ કર્યો છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy