SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ લાભથી લોભની વૃદ્ધિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કપિલનું દૃષ્ટાંત-૫૦૨ પાસે ભોજનની માગણી કરીએ એમ કહીને ઉપાધ્યાય કપિલને શેઠની પાસે લઇ ગયો. ત્યાં ઉપાધ્યાયે ગાયત્રી મંત્ર કહ્યો. તે આ પ્રમાણે-‘ૐ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેë માઁ તેવસ્ય ધીમહિ। ધિયો યો ન: પ્રોડ્યેત્ ॥'' (પ્રાણસ્વરૂપ, દુ:ખનાશક, સુખસ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, અને દેવસ્વરૂપ તે પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ. તે પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગમાં પ્રેરિત કરે.) આ મંત્ર સાંભળીને શેઠે કહ્યું: આપને જે કામ હોય તે કહો. ઉપાધ્યાયે ભોજનની વાત કરી. શેઠે તેનો સ્વીકાર કર્યો. પછી કપિલ ભણે છે અને શેઠના ઘરે ભોજન કરે છે. પીરસનારી દાસીના પૂર્ણયૌવનમાં કપિલ અનુરાગી બન્યો, અને દાસી પણ તેના પ્રત્યે દૃઢ આસક્ત બની. આ પ્રમાણે કાલ પસાર થઇ રહ્યો હતો. તેવામાં દાસીઓનો કોઇ ઉત્સવ આવ્યો. આ ઉત્સવમાં બીજી દાસીઓને વેશ અને આભૂષણ આદિથી સુશોભિત જોઇને તે દાસી રડવા લાગી. હવે કપિલે તેને પૂછ્યું: તું અધીરતાને કેમ કરે છે? (=ઉદ્વેગ કેમ કરે છે?) તેથી દાસીએ કહ્યું: હું દરદ્ર એવા તારા ઉપર અનુરાગવાળી બની, તેથી હમણાં શૃંગાર, પુષ્પ અને તંબોલથી રહિત હું સખીઓમાં શોભારહિત બનીશ, અર્થાત્ સખીઓમાં મારું મહત્ત્વ નહિ રહે. તેને આવી જાણીને કપિલે વિચાર્યુંઃ જુઓ, ધનહીન ગૃહસ્થોનો પગલે પગલે પરાભવ જ થાય છે. આમ વિચારીને અધીરતાને (ઉદ્વેગને) કરતા તેને દાસીએ કહ્યું: તું જરા પણ અધીરતાને (ઉદ્વેગને) ન કર. આ નગરમાં ઘણી ઋદ્ધિવાળો ધન નામનો શેઠ રહે છે. (રપ) તે સવારે ઉઠ્યા પછી પહેલાં જે બ્રાહ્મણને જુએ છે તેને બે માસા સોનું આપે છે. માટે પ્રભાતે તું તેની પાસે જા. પછી તે સૂઈ ગયો. બીજો કોઇ બ્રાહ્મણ પહેલાં જતો રહેશે એવી ઉત્સુક મતિવાળો તે અર્ધીરાતે ઉઠીને ધનશેઠના ઘરે જવા માટે ચાલ્યો. કોટવાલોએ તેને (ચોર સમજીને) પકડીને બાંધ્યો. સવારે રાજાને સોંપ્યો. રાજાએ પણ આકૃતિથી તેને નિર્દોષ જાણીને સત્ય હકીકત પૂછી. તેણે પણ સઘળુંય સાચું કહી દીધું. તેથી કરુણાથી રાજાએ કહ્યું: તું જેટલું કહે તેટલું સોનું હું જ તને આપું છું. તું માંગ. તેથી તેણે કહ્યું: હું વિચારીને માગું છું. રાજાએ કહ્યુંઃ એમ કર. રાજાથી અનુજ્ઞા અપાયેલો તે અશોકવાટિકામાં વિચારવા લાગ્યો. બેમાસા સુવર્ણથી વસ્ત્ર વગેરે નહિ થાય. સો સોનામહોર માગું. તેનાથી પણ પ્રિયતમાના શરીરમાં પણ આભૂષણો નહિ થાય. હજાર સોનામહોરથી પણ ઘર વગેરે નહિ થાય. લાખ સોનામહોરથી પણ પુત્રલગ્ન વગેરે કાર્યસિદ્ધ નહિ થાય. ક્રોડસોનામહોરથી પણ સુખીસ્વજનો સ્વસ્થતાને ન પામે. કોડાકોડ સોનામહોરથી પણ હાથી અને અશ્વ વગેરે ન થાય. ઇત્યાદિ વિચારતા તેનું કોઇપણ રીતે પૂર્વે ઉપાર્જન કરેલું તે કોઇપણ શુભ કર્મ ઉદયમાં આવ્યું કે જેથી રાગકેશરીનો પુત્ર અને મોહરાજાનો પ્રપુત્ર દુષ્ટ એવો સાગર
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy