SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨-કષાયનિગ્રહ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [માયાનો વિપાક મને દીક્ષા આપવા વડે મારા ઉપર કૃપા કરો. તેથી કેવલીએ કહ્યું: હે ભદ્ર! જિનોએ શાસ્ત્રમાં હીન-જાતિ વગેરેને દીક્ષાનો નિષેધ કર્યો છે. પણ હું કેવલજ્ઞાન વડે તારી ઉત્કૃષ્ટ આરાધનાને જોઉં છું. તેથી તું પ્રતિબંધ (=વિલંબ) ન કર. ખુશ થયેલો તે પંચમુષ્ટિ લોચ કરીને દીક્ષાને સ્વીકારે છે. થોડા દિવસોમાં ઘણું શ્રુત ભણી લીધું. પછી ગીતાર્થ થયેલા તે મુનિ કેવલીની પાસે આ ઘોર અભિગ્રહ ગ્રહણ કરે છે કે ચારિત્રને પામેલા શંકની પણ આજીવન 'વૈયાવચ્ચ, વિશ્રામણા અને વિનય કરીશ. તથા જ્ઞાન-રૂપ-કુલ-બલ-તપ આદિ સંબંધી આઠ મદસ્થાનોમાંથી એક પણ મદસ્થાન મારે કોઇપણ રીતે ન કરવું. આનું પાલન કરતા તેમની દેવોએ અનેકવાર પરીક્ષા કરી. પણ ક્ષણવાર પણ ચલિત ન થયા. લાંબા કાલ સુધી નિર્મલ વ્રતને પાળીને અંતે એકમાસનું પાદપોપગમન અનશન કરીને માહેન્દ્ર દેવલોકમાં ઉત્પન્ન થયો. મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે. [૨૯૮] આ પ્રમાણે બ્રહ્મદેવ બ્રાહ્મણનું કથાનક પૂર્ણ થયું. હવે માયાના વિપાકને આશ્રયીને કહે છે— जे मुद्धजणं परिवंचयंति बहुअलियकूडकवडेहिं । અમરનાસિવસુહાળું, ગપ્પા વધુ વંચિઓ તેહિં ॥ ૨૧૬૫ જેઓ ઘણા અસત્યવચનોની પ્રધાનતાવાળા કુટ-કપટોથી મુગ્ધ (=ભોળા) લોકને છેતરે છે તેઓએ આત્માને દેવ-મનુષ્ય-મોક્ષના સુખોથી ઘણો વંચિત (=રહિત) કર્યો છે. વિશેષાર્થ ફૂટ એટલે હીન-અધિક માપ-તોલાં રાખવાં વગેરે, અથવા ચાણક્ય વગેરેની જેમ દુષ્ટ યોજના બતાવવી વગેરે. કપટ એટલે બીજી રીતે કરવા ઇચ્છેલાને બહાર બીજા સ્વરૂપે પ્રકાશિત કરવું. [૨૯૯] હવે દૃષ્ટાંત બતાવવા દ્વારા માયાના વિપાકને કહે છે जइ वणिसुयाइ दुक्खं, लद्धं एक्कसि कयाइ मायाए । તો તાળ જો વિવાાં, નાળફ ને માફળો નિષ્યં? | ૩૦૦॥ જો વણિકપુત્રીએ એકવાર કરેલી માયાથી દુઃખ પ્રાપ્ત કર્યું તો જે જીવો નિત્ય માયાવી છે તેમના વિપાકને કોણ જાણે? કથાનક કહેવાય છે— ૧. આહાર-પાણી લાવી આપવા વગેરે વેયાવચ્ચ છે, અને શરીર દબાવવું વગેરે સાક્ષાત્ શરીરના સંબંધવાળી સેવા એ વિશ્રામણા છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy