SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિમદ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [બ્રહ્મદેવનું દૃષ્ટાંત-૪૮૯ એક જાતિમદના કારણે ઉત્તમ બ્રાહ્મણ પણ ચાંડાલપણાને પામ્યો. તો પછી સર્વમદોથી યુક્ત સર્વગુણોથી રહિત કેમ નહિ થાય? વિશેષાર્થ– એક પણ જાતિમદના કારણે ઉત્તમ બ્રાહ્મણ પણ પુરોહિતપુત્ર ભવાંતરમાં ચાંડાલપણાને પામ્યો. જે જીવો કુલ આદિ સંબંધી સઘળાય મદસ્થાનોને કરે છે તે જીવો કરાતા તે મદસ્થાનોથી ભવિષ્યમાં સુકુલમાં ઉત્પત્તિ આદિ સઘળાય ગુણોથી રહિત કેમ નહિ થાય? અર્થાત્ થશે. તે ઉત્તમ બ્રાહ્મણે કેવી રીતે ચાંડાલપણું પ્રાપ્ત કર્યું તે કહેવાય છે બ્રહ્મદેવનું દૃષ્ટાંત કુરુદેશમાં જયપુર નામનું પ્રસિદ્ધ નગર છે કે જેના સંભળાતા પણ ગુણો સજ્જનના શબ્દોની જેમ હર્ષને ઉત્પન્ન કરે છે. ત્યાં સોમદત્ત નામનો પુરોહિત વસે છે. તેના વચનની જેમ તેનો પરિવાર પણ શુચિવાદમાં તત્પર દેખાય છે. તેને સેંકડો મનોરથોથી બ્રહ્મદેવ નામનો પુત્ર થયો. તેની યોગ્યતાને જાણીને મોહરાજાએ દ્રષગજેન્દ્રના પુત્ર શૈલરાજને બોલાવીને આ પ્રમાણે કહ્યું: હે વત્સ! બ્રહ્મદેવની પાસે જઈને બ્રહ્મદેવને મારે આધીન કર. તેથી શૈલરાજે કહ્યું: પિતાજી જે આજ્ઞા કરે છે તે હું કરું છું. પણ તે બિચારો આટલા બધા ઉદ્યમને યોગ્ય નથી, અર્થાત્ બ્રહ્મદેવને આપને આધીન કરવા માટે આટલો બધો ઉદ્યમ કરવાની જરૂર નથી, એટલે કે મારે જવાની કોઈ જરૂર નથી. મારાથી પણ નાનો જાતિમદ, કે જેને પિતાજી પણ જાણે છે, તે એકલાથી પણ બંધાયેલો તે તમારી પાસે આવે. તેથી જો પિતાજી આજ્ઞા કરે તો તેને જ મોકલું. ગુપ્તપણે તો હું પણ પિતાજીની સાથે ત્યાં જઈશ. પછી મોહરાજાથી આજ્ઞા અપાયેલો જાતિમદ ક્ષણવારમાં ત્યાં ગયો. તેનાથી પણ બ્રહ્મદેવ બાલ્યકાલથી અધિષ્ઠિત કરાયો. બ્રહ્મદેવ વિશ્વમાં બ્રાહ્મણજાતિને છોડીને અન્યને નિરર્થક જાણે છે. ( માને છે.) ફરતા શૂદ્રોથી આ વિશ્વ અપવિત્ર કરાયું છે એમ જાણે છે. પાણીથી ભરેલું તાંબાનું વાસણ હાથમાં રાખીને નગરના સર્વમાર્ગોમાં પાણીને છાંટતો ફરે છે. રાજપુત્રનો પણ સ્પર્શ કરતો નથી. જો કોઈપણ રીતે શૂદ્ર શરીરને અડી જાય તો દિવસમાં સાતવાર સ્નાન કરે છે. ગંગાનદીમાં વારંવાર વસ્ત્રસહિત સ્નાન કરે છે. જો ક્યાંક ફરતો તે દૃષ્ટિથી પણ માતંગને જુએ તો વસ્ત્રસહિત સ્નાન કરે છે, ભોજન કરતો નથી, પ્રાયશ્ચિત્ત કરે છે. અન્ય-જાતિઓની નિંદા કરે છે અને અન્ય જાતિઓ ઉપર હંમેશા દ્વેષ ધારણ કરે છે. અન્ય માણસને જોતાં જ (તેની આગળ) સ્વજાતિની અતિશય પ્રશંસા કરે છે. જાણે
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy