SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયનિગ્રહ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [માન વિનાશનું મૂળ છે-૪૮૭ વગેરે શુભ પણ પદાર્થો સંબંધી “અહો! હું જ્ઞાની છું” ઇત્યાદિ બહુમાનરૂપ પણ મદનો નિષેધ કર્યો છે, તેથી શેષ અશુભ જાત્યાદિસંબંધી મદસ્થાનોનો તો બુદ્ધિમાન જીવે પ્રયત્નથી સુતરાં ત્યાગ કરવો જોઇએ. [૨૯૩] આ પ્રમાણે શુભપદાર્થો સંબંધી પણ જ્ઞાનમદનો કેમ નિષેધ કર્યો એવા પ્રશ્નના ઉત્તરને કહે છે दप्पविसपरममंतं, नाणं जो तेण गव्वमुव्वहइ । सलिलाओ तस्स अग्गी, समुट्ठिओ मंदपुन्नस्स ॥ २९४॥ જ્ઞાન અભિમાનરૂપ વિષના નાશ માટે પરમમંત્ર છે. તે જ્ઞાનથી જે ગર્વને ધારણ કરે છે, પુણ્યહીન તેનો પાણીમાંથી અગ્નિ ઉત્પન્ન થયો. વિશેષાર્થ– અન્ય પદાર્થસંબંધી પણ અભિમાનરૂપ વિષને ઉતારવા માટે પરમમંત્રની જેમ જ્ઞાન ઇચ્છાય છે, અર્થાત્ અભિમાનનો નાશ થાય એ માટે જ્ઞાન ઇચ્છાય છે. જે તે જ્ઞાનથી પણ ગર્વને ધારણ કરે છે, પુણ્યહીન બિચારા તેનો પાણીમાંથી પણ અગ્નિ ઉત્પન્ન થયો. કારણ કે જ્ઞાન પાણી સમાન છે, અભિમાન અગ્નિ સમાન છે. [૨૯૪] પ્રશ્ન– કરાતું અભિમાન કયા દોષને પમાડે છે કે જેથી તેનો નિષેધ કરાય છે? ઉત્તર – જેવી રીતે દયા વગેરે ધર્મનું મૂળ છે, તેવી રીતે અભિમાન વિનાશનું મુખ્ય જ કારણ છે, એમ સૂત્રકાર બતાવે છે— धम्मस्स दया मूलं, मूलं खंती वयाण सयलाणं । विणओ गुणाण मूलं, दप्पो मूलं विणासस्स ॥ २९५ ॥ દયા ધર્મનું મૂળ છે. ક્ષમા સર્વવ્રતોનું મૂળ છે. વિનય ગુણોનું મૂળ છે. અભિમાન વિનાશનું મૂળ છે. [૨૯૫] હવે યુક્તિથી વિચારવામાં આવે તો અભિમાનનો અવકાશ જ નથી એમ બતાવતા સૂત્રકાર કહે છે— बहुदोससंकुले गुणलवम्मि को होज्ज गव्विओ इहई ? | सोऊण विगयदो, गुणनिवहं पुव्वपुरिसाणं ॥ २९६ ॥ પૂર્વ પુરુષોના દોષરહિત એવા ગુણસમૂહને સાંભળીને હમણાં બહુદોષોથી વ્યાપ્ત એવા ગુણલેશમાં કોણ અભિમાની બને? ઉ. ૮ ભા.૨
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy