SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨- ક્રોધ-માના ફળમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અચંકારિતભટ્ટિકાનું દૃષ્ટાંત આ પ્રમાણે એનો નિશ્ચય જાણીને માતાએ પલ્લી પતિને કહ્યું: હે વત્સ! આ સંકુલમાં ઉત્પન્ન થયેલી કોઈ મહાસતી છે. તેથી અનુકૂળ કે પ્રતિકૂલ વચનોથી કહેવામાં આવે તો પણ તે તને ન સ્વીકારે. આ પ્રમાણે સાંભળીને ગુસ્સે થયેલો તે અચંકારિત-ભટ્ટિકાની પાસે ગયો. તેને ચાબુક વગેરેથી મારે છે. કઠોર વચનો બોલે છે. કંઠે પ્રાણ આવવા છતાં તેને સ્વીકારતી નથી. (૫૦) તેથી તેણે ઘણા ધનથી એક સાર્થવાહને તે વેચી. તે પણ અનુકૂલ વચનોથી તેની પ્રાર્થના કરે છે. પછી નહિ ઇચ્છતી તેને હજારો યાતનાઓથી દુઃખ આપે છે. જ્યારે કોઇપણ રીતે તે સ્વીકારતી નથી ત્યારે તેણે પણ તેને પારસકૂલમાં ઘણા ધનથી કંબલ વણિકને આપી. તે પણ તેની પ્રાર્થના કરે છે. ઘણી અપમાનિત કરવા છતાં તે જ પ્રમાણે ઇચ્છતી નથી. તેથી ગુસ્સે થયેલો તે તેના શરીરને છોલીને લોહી લઈને તે લોહીથી કામળીઓને રંગાવે છે. સતત આમ કરવાથી તેનું શરીર રૂની પૂણી જેવું સફેદ અને ક્ષીણ થઈ ગયું. આ તરફ ઉજ્જૈનીના રાજાએ દૂત તરીકે મોકલેલો તેનો ધનપાલ નામનો મોટોભાઈ ત્યાં આવ્યો. તેણે તેને કોઈપણ રીતે જોઈ, અને ઓળખીને છોડાવી. પછી તે તેને ઘરે લઈ ગયો. પછી દીનહૃદયવાળી તેણે ક્રોધ નિમિત્તે પગલે પગલે જે દુઃખ અનુભવ્યું તે માતા-પિતાને કહ્યું. પછી ધર્મ સાંભળીને સંવિગ્ન બનેલી તેણે સાધ્વીઓની પાસે માવજીવ બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કર્યો. તે કોપફલને જોઈને પછી અભિગ્રહ કર્યો કે મને મારવામાં આવે તો પણ હું કોઇના ઉપર ગુસ્સો નહિ કરું. તેના શરીરમાં વર્ણ અને બલ આવે એ માટે અને વ્રણોને રુઝવવા માટે લક્ષપાક તેલની ત્રણ નાની ઘડીઓ કરવામાં આવે છે. તે તેલની યાચના કરવા માટે એક દિવસ કોઇપણ રીતે તેના ઘરે મુનિઓ પધાર્યા. આ દરમિયાન શક્ર ઈન્દ્ર સઘળા દેવોની આગળ કહ્યું: અચંકારિતભટ્ટિકાએ કોઇપણ રીતે તે પ્રમાણે ક્રોધને જીતી લીધો છે કે જેથી સઘળાય દેવો પણ તેને ગુસ્સે કરાવવા માટે સમર્થ નથી. ઈન્દ્રના આ વચનની શ્રદ્ધા ન કરનાર કોઇક ઉત્તમ દેવ ત્યાં આવ્યો. દાસી મુનિને તેલ આપી રહી છે ત્યારે તેના હાથમાંથી ઘડીને પાડીને ફોડી નાખે છે. તેથી અચંકારિતભટ્ટિકા તેલની બીજી ઘડી મંગાવે છે. તે દેવ તે ઘડીને પણ તે પ્રમાણે જ ફોડી નાખે છે. હવે પરમાર્થને ભાવિત કરનારી અને પ્રશાંત હૃદયવાળી અચંકારિતભટ્ટિકા જાતે જઈને ત્રીજી ઘડીને લાવે છે. પછી અતિશય હર્ષ પામેલી અને પોતાને કૃતકૃત્ય માનતી તે મુનિઓને જેટલું જોઇએ તેટલું તેલ આપે છે. પછી સાધુઓએ કહ્યું: અમારા કામ માટે તમને ઘણા દ્રવ્યની હાનિ થઈ. તેથી દાસી ઉપર તમારે ક્રોધ ન કરવો. હવે કંઈક હસીને અચંકારિતભટ્ટિકાએ કહ્યું- હે ભગવન્! રોષનું ઘણું ફળ મેં અનુભવ્યું છે. આથી હું કોઈના ઉપર રોષ કરતી નથી. મુનિઓએ કયું ફળ અનુભવ્યું? એમ પૂછ્યું. આથી તેણે મુનિઓને પોતાનું ચરિત્ર કહ્યું. તે સાંભળીને જેના મણિકુંડલરૂપ આભૂષણ હાલી રહ્યા છે એવો દેવ પ્રત્યક્ષ થયો. પછી તેણે ભક્તિથી તેને નમીને કહ્યું: હે દેવાનુપ્રિયા! આ પ્રમાણે તે ક્રોધને સારી રીતે જીત્યો છે. દેવલોકમાં તારી સમતાની પ્રશંસા કરવામાં પ્રવર્તતો શક્રેન્દ્ર પણ
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy