SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધ-માના ફળમાં]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [અચંકારિચભકિાનું દૃષ્ટાંત-૪૭૯ અહીં ક્રોધ વિષે અને ક્ષમા વિષે દોષ અને ગુણને બતાવનાર બે દૃષ્ટાંતોને કહે છેकोहम्मि खमाएऽवि यऽचंकारिय खुडओ य आहरणं । कोवेण दुहं पत्तो, खमाए नमिओ सुरेहिंतो ॥ २९०॥ ક્રોધ વિષે અને ક્ષમા વિષે પણ અચંકારિત ભટ્ટિકા અને ક્ષુલ્લકનું દૃષ્ટાંત છે. ક્ષુલ્લક ક્રોધથી દુઃખને પામ્યો અને ક્ષમાથી દેવો વડે નમાયો. વિશેષાર્થ- અહીં ક્ષુલ્લક શબ્દથી લોકમાં “કૂરગડુ' તરીકે પ્રસિદ્ધ બનેલ નાગદત્ત - નામના ક્ષુલ્લક સાધુ જાણવા. તે પહેલાં ક્રોધથી દુઃખ પામ્યા. પછી કરેલી ક્ષમાથી દેવોથી પ્રણામ કરાયા અને મોક્ષમાં ગયા. અચંકારિતભટ્ટિકા પણ પૂર્વે ક્રોધથી દુઃખ પામી, પછી કરેલી ક્ષમાથી દેવોવડે પણ પ્રણામ કરાઈ. આ અચંકારિતભદ્રિકા કોણ હતી તે કહેવાય છે અચંકારિતભટ્ટિકાનું દૃષ્ટાંત | ઉજ્જૈની નામની નગરી છે. જાણે કે તેનાં સેંકડો આશ્ચર્યોને જોવા માટે હોય તેમ તે નગરીમાં સરસ્વતી અને લક્ષ્મી એ બંનેય હંમેશા સાથે રહે છે. નામથી અને અર્થથી પણ ધનપ્રવર શેઠ ત્યાં રહે છે. કમલશ્રી નામની તેની પત્ની પણ ગુણપ્રવર છે=ગુણોથી ઉત્તમ છે. તેમને આઠ પુત્રોની ઉપર એક રૂપવતી પુત્રી થઈ. માતા-પિતાને અતિપ્રિય તે ઘણા સુખથી વૃદ્ધિ પામે છે. પિતાએ ઘણા આડંબરથી તેનું ભટ્ટિકા એવું નામ કર્યું. તેના શરીરની વૃદ્ધિ સાથે તેના માતા-પિતાનો તેના ઉપર સ્નેહ ઘણો વધ્યો. તેથી એકદિવસ સઘળા પરિવારને ભેગો કરીને પિતાએ કહ્યું: મારી પુત્રીને કોઇએ ક્યાંય ચંકારવી નહિ એને જેમ કરવું હોય તેમ કરવા દેવું, એની કોઈ પ્રવૃત્તિમાં રોક-ટોક કરવી નહિ, એનો જરાપણ અનાદર કરવો નહિ. આથી લોકમાં તેનું અચંકારિતભટ્ટિકા એવું નામ પ્રસિદ્ધ બન્યું. સઘળો પરિવાર દાસની જેમ તેની આજ્ઞાને સ્વીકારે છે. આહાર, આભૂષણ, વસ્ત્ર, પુષ્પ, તંબોલ (વગેરે) જે ગમે છે તે લે છે. રોક-ટોક વિના ઈચ્છા પ્રમાણે ભ્રમણ કરે છે. વિલાસથી યથેચ્છ વર્તનારી અને ઘણી સખીઓથી પરિવરેલી તેને ઉદ્યાન વગેરેમાં તે રીતે ચાલતી-ફરતી જોઇને રૂપ વગેરે ગુણોથી યુક્ત અને યૌવનમાં કામવાસનાથી પીડિત ઘણા શ્રેષ્ઠિપુત્રો વગેરે તેને ઘણી રીતે પરણવાને ઇચ્છે છે. તેથી તેનો પિતા કહે છે કે હું પુત્રી તેને આપીશ કે જે સદા તેની આજ્ઞામાં રહીને તેના વચનનો ભંગ નહિ કરે અને તેનો અનાદર નહિ કરે. હવે સખીઓની સાથે સરોવરમાં દેવકન્યાની જેમ વિલાસપૂર્વક ક્રીડા કરતી તેને સુબુદ્ધિ નામના મંત્રીએ જોઇ. તે જ ક્ષણે કામ-વાસનાથી પ્રેરાયેલો તે પોતાના પુરુષોને ધનપ્રવરની
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy