SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પુરંદરચરિત્ર-૮૩ ગુરુઓએ કહેલા ઉપદેશને ગણકારતો નથી, યક્ષથી અધિષ્ઠિત થયો હોય તેમ મૂછ પામે છે, રડે છે, આકંદન કરે છે, દોડે છે. તેથી પુરજનોથી સહિત સકલ રાજલોક વ્યાકુલ બન્યો. અનુપમ બુદ્ધિવાળા શ્રીનંદનને ત્યાં બોલાવ્યો. પછી બાકીના સર્વમંત્રીઓથી રજા અપાયેલા શ્રીનંદનના પિતા મતિતિલકે સ્વપુત્ર શ્રીનંદનને કહ્યું: હે વત્સ! કોઈકે બંધુમતીનું અપહરણ કર્યું છે. તેના વિરહમાં રાજા આવી અવસ્થાને પામ્યો છે. સકલ રાજલોક આકુળ બન્યો છે. સર્વજન અસ્વસ્થ બન્યો છે. તેથી કોઈક ઉપાયને જો, જેથી આ બધા સુખને અનુભવે. તારી બુદ્ધિરૂપી નાવ વિના આ સંકટરૂપ સમુદ્ર તરી શકાય એમ નથી. તેથી શ્રીનંદને કહ્યું છે પિતાજી! જ્યાં સર્વબુદ્ધિના સાગર આપ પિતા અને સર્વ વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત શેષ વૃદ્ધમંત્રીઓ વિદ્યમાન હોય ત્યાં માત્ર આપનો પુત્ર એવા મારો અવકાશ શો હોય? તેથી મંત્રીતિલકે કહ્યું : હે વત્સ! અહીં પિતાથી ગુણાધિક પુત્ર ન હોય એવો એકાંતે નિયમ નથી. કારણ કે જુઓ, ચંદ્ર જડમાં (=જલમાં) ઉત્પન્ન થયો હોવા છતાં ભુવનને પ્રકાશિત કરે છે. કમળ કાદવમાં ઉત્પન્ન થયેલો હોવા છતાં દેવો પણ તેને મસ્તકે ધારણ કરે છે. વસ્તુનો વિશેષ નિશ્ચય કરવાનો હોય ત્યારે આ બાળક છે કે વૃદ્ધ છે એવી વિચારણા પ્રાયઃ ઉપકારી બનતી નથી. કારણ કે ગ્રહણ કરાતો પથ્થરનો ટુકડો મોટો હોવા છતાં બહાર જ રહે છે. સોય નાની હોવા છતાં વસ્તુઓને ભેદીને અંદર પ્રવેશ કરે છે. ઇત્યાદિ ફરી ફરી આગ્રહપૂર્વક કહેવાતા શ્રીનંદને કહેવાનું શરૂ કર્યું હે પિતાજી! જો એમ છે તો આપના જ પ્રભાવથી આ વિષે એક ઉપાય જણાય છે, પણ તે ઉપાય કષ્ટથી સાધ્ય છે. કારણ કે સ્થિરતાથી મેરુપર્વત સમાન, ગંભીરતાથી સમુદ્ર સમાન, શૂરતાથી સિંહ સમાન, પરાક્રમથી હાથી સમાન, સૌમ્યતાથી ચંદ્ર સમાન, સુરૂપથી કામદેવ સમાન, ગુણરૂપી રત્નો માટે રોહણગિરિ સમાન કાશીદેશની વાણારસી નગરીથી વિજયસેન મહારાજાનો પુત્ર પુરંદર નામનો મહાકુમાર દેશદર્શનના કુતૂહલથી પરિભ્રમણ કરતો હમણાં અહીં આવ્યો છે. તે મારો પરમ મિત્ર છે. તેની પાસે મહાવિદ્યા છે કે નહિ એ વિષે મેં તેને ક્યારેય પણ પૂછ્યું નથી. આમ છતાં દ્રવ્યનું ઉપાર્જન કર્યા વિના વિલાસ વગેરે કરે છે એથી એને કોઈ મહાવિદ્યા સિદ્ધ છે એમ હું જાણું છું. તેથી બંધુમતીને પાછી લાવવા સંબંધી આ બધું સુખપૂર્વક જાણે છે. બંધુમતીને પાછી લાવવામાં પણ તેને જ હું સમર્થ જોઉં છું. પણ આ કાર્યમાં તે સ્વીકાર કરશે એ જાણવું મુશ્કેલ છે. શ્રીનંદનના તે વચનને સાંભળીને સામંતો અને મંત્રીઓ વગેરે બધાય કંઈક આશ્વાસનને પામ્યા. પુરંદરકુમારનું નિવાસસ્થાને પૂછ્યું. શ્રીનંદને તેનું નિવાસસ્થાન કહ્યું. પછી બધા ય સૂરરાજાની પાસે ગયા. શ્રીનંદને કહેલ બધો વૃત્તાંત રાજાને કહ્યો. જેવી રીતે દાવાનલથી બળેલું મહાવૃક્ષ વર્ષાઋતુના નવા વરસાદથી પલ્લવિત બને તેમ રાજા આ વૃત્તાંત સાંભળીને આશ્વાસન પામ્યો. તેને જલદી બોલાવવા માટે “ઉત્તમ સ્વભાવવાળા તે મહાનુભાવને શ્રેષ્ઠ વિનયપૂર્વકની ભક્તિથી અહીં લાવવો” એવી શિખામણ ઉ. ૦ ઉ. ૧
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy