SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [જ્ઞાન યોગ્યને જ આપવું. હવે જેને સૂત્ર અને અર્થ આપવાના છે તેને જોવા રૂપ (= તેની યોગ્યતાને જોવા રૂ૫) બીજો વિધિ કહે છે समयभणिएण विहिणा, सुत्तं अत्थो य दिज जोग्गस्स । विजासाहगनाएण होंति इहरा बहू दोसा ॥ २६ ॥ ગાથાર્થ- સૂર અને અર્થ શાસ્ત્રોક્ત વિધિથી યોગ્યને જ આપવા. અન્યથા વિદ્યાસાધકના દૃષ્ટાંતથી ઘણા દોષો થાય. વિશેષાર્થ– સૂત્ર-અર્થ પ્રદાનનો શાસ્ત્રોક્ત વિધિ સંક્ષેપથી બતાવ્યો જ છે, વિસ્તારથી તો બીજા સ્થાનેથી જોઇ લેવો. અયોગ્યને સૂત્ર-અર્થ આપવાથી આપનાર-લેનાર બંનેને અવર્ણવાદ વગેરે દોષો થાય. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ તો કથાનકથી જાણવો. કથાનક આ પ્રમાણે છે પુરંદરકુમારનું ચરિત્ર ભરતક્ષેત્રમાં કાશીદેશમાં ઇદ્રપુરીની જેમ 'વિબુધોથી યુક્ત, સમુદ્રના મધ્યભાગની ભૂમિની જેમ જેમાં લક્ષ્મીધરે નિવાસ કર્યો છે તેવી, વાણારસી નામની સુપ્રસિદ્ધ નગરી હતી. ત્યાં પોતાના ભુજાબળથી સર્વ રાજાઓને વશ કરનારો અને સઘળા અંતઃપુરની શોભાને કરનારો વિજયસેન નામનો રાજા હતો. તેની ગુણોથી યુક્ત કનકમાલા નામની રાણી હતી. તેમનો કામદેવની જેમ શ્રેષ્ઠરૂપને ધારણ કરનાર, ચંદ્રની જેમ સુંદર સુકલાઓનું સ્થાન, વૃક્ષની જેમ ઘણા જીવોનો આધાર, સૂર્યની જેમ તેજસ્વી અને અખંડિત પ્રતાપવાળો પુરંદર નામનો પુત્ર હતો. તે ધર્મ-અર્થ-કામ પુરુષાર્થમાં તત્પર હતો. ધર્મકાર્યમાં વિશેષથી તત્પર હતો. કોઈવાર ફરતો તે કોઈ રીતે સાધુઓની પાસે ગયો. તેથી તે જિનશાસનમાં કંઈક શુભભાવવાળો થયો. અતિશય મનોહર લાવણ્યનો સાગર અને ચાર રસ્તાઓનું મિલનસ્થાન, ચોક, ઉદ્યાન અને બગીચા વગેરેમાં સતત ક્રીડા કરતા તેના પ્રત્યે ચોતરફ તૃષ્ણાપૂર્વક નેત્રરૂપી અંજલિઓથી (પુરંદરના)રૂપનું પાન કરતી નગર સ્ત્રીઓનો અભિલાષ કોઇપણ રીતે નિવૃત્ત થતો નથી. સંપૂર્ણ નગરીમાં વિદ્વાન, યાચક અને સુભટ લોક બીજી સઘળી પ્રવૃત્તિને છોડીને કેવળ તેના ગુણોને ગ્રહણ કરવામાં જ મશગૂલ બન્યો અને તેના ગુણોમાં જ અનુરાગ કરવા લાગ્યો. આ પ્રમાણે રાજનગરનો સર્વલોક ગુણના નિવાસ એવા તેના વિષે અનુરાગી બન્યો છે. તેમાં પણ પિતાને તે કુમારમાં વિશેષ અનુરાગ છે. તેથી રાજા અંતઃપુર વગેરે સ્થળે ગયો હોય તો પણ સર્વત્ર વિશુદ્ધ શીલગુણવાળો તે રાજાની પાસે અખ્ખલિતપણે આવે છે. ૧. ઇંદ્રપુરીના પક્ષમાં વિબુધ એટલે દેવો, વાણારસીના પક્ષમાં વિબુધ એટલે વિદ્વાનો. ૨. સમુદ્રના પક્ષમાં લક્ષ્મીધર એટલે શ્રીકૃષ્ણ, વાણારસીના પક્ષમાં લક્ષ્મીધર એટલે શ્રીમંત.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy