SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શ્રાવકોના બે પ્રકાર-૭૧ ઉપદ્રવના કારણે અગીતાર્થ આદિથી વ્યાપ્ત ન હોય તેવા ક્ષેત્રમાં રહી શકાય તેમ ન હોય એથી અગીતાર્થ, ગીતાર્થ હોવા છતાં શિથિલ હોય તેવા પાસસ્થા વગેરે, અથવા અન્યતીર્થિક ભાગવત આદિથી વ્યાપ્ત ક્ષેત્રમાં જ રહેવું પડે તો સમ્યક્ પ્રરૂપણારૂપ અને શુદ્ધાચાર પાલનરૂપ ભાવનો ઉપઘાત ન થાય તેમ તેમને “વાણીથી નમસ્કાર કરવો” ઇત્યાદિ અનુકૂલવર્તન રૂપ અનુવર્તન વડે રહેવું. આ પ્રમાણે અનુવર્તન કરાયેલા તે પોતાના વિષે બહુમાનવાળા થાય, અને રાજસંકટ, દુકાળ વગેરે પ્રસંગે સહાય કરનારા થાય.” (ઉ.૫.૮૪૦) જો આ પ્રમાણે અનુવર્તના કર્યા વિના રહેવામાં આવે તો સ્વ-પરને ઉપઘાત થાય. તે આ પ્રમાણે- આ પરરાજ્યના જાસુસ છે, ચોર છે ઇત્યાદિ આરોપ મૂકે, કોઈક સાધુ કોઈક રીતે પ્રમાદાચરણ(=અપરાધ) કરે અને એ પ્રમાદાચરણ તેમને જાણવામાં આવી જાય તો અતિશય ઇર્ષ્યાથી તેઓ તે પ્રમાદાચરણને અતિશય દૂર સુધી ફેલાવે, તેવા પ્રકારના કુળોમાં અન્ન-પાણી વગેરેનો વિછેદ કરાવે=અન્ન-પાણી દેતા અટકાવે, તેથી તેમનાથી પોતાની લઘુતા થાય. તથા તેમને પણ બોધિનો નાશ કરે તેવા અશુભકર્મનો બંધ થાય. તેમાં નિમિત્ત બનવાથી કેવળ પોતાને જ અશુભકર્મનો બંધ થાય એમ નહિ, કિંતુ તેમને પણ અશુભ કર્મનો બંધ થાય. આ બંને (=સ્વઉપઘાત-પરઘાત) દુર્ગતિમાં પાડનારા થાય છે.” (ઉ.૫.૮૪૧) ઉપર જણાવ્યા મુજબના કાલ-ભાવનો જ્ઞાતા પણ તેના અનુસારે જ શુદ્ધભિક્ષાની દેશના વગેરેમાં યત્ન કરે છે. અન્યથા દોષ જોવામાં આવ્યો છે. કહ્યું છે કે–“સંવિન્રભાવિત અને લુબ્ધકર્દષ્ટાંતભાવિત એ બંને પ્રકારના શ્રાવકો આગળ સાધુઓ ક્ષેત્ર-કાલ-ભાવ જાણીને ૪ર દોષોથી રહિત શુદ્ધ ભિક્ષા ખપે એમ કહે.” અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- શ્રાવકો સંવિગ્નભાવિત અને લુબ્ધકર્દષ્ટાંતભાવિત એમ બે પ્રકારના હોય છે. સંવિગ્ન એટલે ઉદ્યત વિહારી સાધુઓ. સંવિગ્ન સાધુઓથી ભાવિત થયેલા શ્રાવકો સંવિગ્નભાવિત છે. પાસત્થા વગેરે શિથિલ સાધુઓએ શિકારીના દૃષ્ટાંતથી જેમને ભાવિત કર્યા હોય તે લુબ્ધકદષ્ટાંતભાવિત છે. શિથિલ સાધુઓ શિકારીનું દૃષ્ટાંત સમજાવીને શ્રાવકોને ભાવિત કરે છે. તે આ પ્રમાણે હરણની પાછળ શિકારી દોડે ત્યારે હરણ ભાગી જાય એ જ એના માટે હિતકર છે, અને શિકારી એની પાછળ દોડે એ એના માટે હિતકર છે. અહીં હરણના સ્થાને સાધુઓ છે, અને શિકારીના સ્થાને શ્રાવકો છે. સાધુઓએ દોષિત આહારના સ્વીકારથી ભાગવું જોઇએ, અર્થાત્ દોષિત આહાર ન લેવો જોઈએ. પણ શ્રાવકોએ તો તે તે ઉપાયોથી સાધુઓને દોષિત કે નિર્દોષ જેવું હોય તેવું વહોરાવવું જોઇએ. આ બંને પ્રકારના શ્રાવકો આગળ સાધુઓ અમને ૪૨ દોષોથી રહિત શુદ્ધ ભિક્ષા ખપે, અને તમારે પણ તેવી ભિક્ષા આપવી જોઈએ એમ કહે, અર્થાત્ ઉત્સર્ગમાર્ગ કહે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy