SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [જ્ઞાનના પ્રકાર-૬૭ આંધળો અને એથી જ પરાધીન માણસ માર્ગમાં ડગલે-પગલે સ્કૂલના પામે છે, માર્ગમાં તેવી રીતે મુક્તિમાર્ગને પામેલો જ્ઞાનરહિત માણસ અલના પામે છે.” પ્રશ્ન- જો આ પ્રમાણે તમોએ કહેલી યુક્તિથી અને પઢમં નાખે તો ઇત્યાદિ સૂત્રની પ્રામાણિકતાથી અહીં પહેલાં જ્ઞાનદ્વારને જ કેમ ન કહ્યું ? | ઉત્તર- તમારો પ્રશ્ન સાચો છે. જ્ઞાન પહેલાં શીખવાનું હોવા છતાં જ્ઞાનનો ઉપયોગ અહિંસા માટે કરવાનો હોવાથી અને મહાવ્રત-અણુવ્રતરૂપ સર્વધર્મનું મૂળ અહિંસા હોવાથી અહિંસાની જ પ્રધાનતા છે. અહીં અહિંસાની પ્રધાનતાને આશ્રયીને અભયદાન દ્વારનો પહેલા ઉલ્લેખ કર્યો છે. આ પ્રમાણે વિસ્તારથી સર્યું. [૧૫] અહીં જ્ઞાનદ્વારમાં જે કહેવાનું છે તેનો સંગ્રહ કરનારી દ્વારગાથાને કહે છેकिं नाणं १ को दाया २, को गहणविही ३ गुणा य के तस्स ४ । दारक्कमेण इमिणा, नाणस्स परूवणं वोच्छं ॥ १६॥ જ્ઞાન શું છે? જ્ઞાનનો દાતા કોણ છે? જ્ઞાનગ્રહણનો વિધિ શો છે? જ્ઞાનના ગુણો (=લાભો) કયા છે? ધારોના આ ક્રમથી જ્ઞાનની પ્રરૂપણા કહીશ. | વિશેષાર્થ- પહેલાં જ્ઞાન શું છે? એ વિષે કહેવામાં આવશે. પછી જ્ઞાનનો યોગ્ય દાતા કોણ છે? એનું નિરૂપણ કરવામાં આવશે. પછી જ્ઞાનના જ ગ્રહણનો (=લેવાનો) વિધિ વિચારવામાં આવશે. પછી જ્ઞાનના જ કયા ગુણો (=લાભો) છે તે કહેવામાં આવશે. પ્રરૂપણા સ્વરૂપનો નિર્ણય. [૧૬] તેમાં પ્રતિજ્ઞા કરેલું પહેલું દ્વાર કહે છે– आभिनिबोहियनाणं, सुयनाणं चेव ओहिनाणं च । तह मणपज्जवनाणं, केवलनाणं च पंचमयं ॥ १७॥ આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને પાંચમું કેવલજ્ઞાન છે. વિશેષાર્થ– આભિનિબોધિક– આભિનિબોષિક શબ્દમાં અભિ, નિ અને બોધ એમ ત્રણ શબ્દો છે. અભિ શબ્દ અભિમુખ અર્થમાં છે. નિ શબ્દ રૈયત્ય અર્થમાં છે. અભિમુખ અને નિયત જે બોધ તે અભિનિબોધ. અભિમુખ એટલે જેનો બોધ કરવાનો છે તે વસ્તુઓ ગ્રહણયોગ્ય નિયત દેશમાં રહેલી હોવી જોઇએ એવી અપેક્ષા રાખનાર. નિયત એટલે પાંચ ઇંદ્રિયોને આશ્રયીને પોતપોતાના વિષયને ગ્રહણ કરવાના પરિણામને પામેલો બોધ, અર્થાત્ પાંચ ઇન્દ્રિયો અને મનરૂપ નિમિત્તથી થનારી વસ્તુસંબંધી બોધવિશેષ તે અભિનિબોધ. અભિનિબોધ શબ્દને વ્યાકરણના નિયમથી સ્વાર્થમાં રૂમ્ પ્રત્યય લાગતાં આભિનિબોધિક એવો શબ્દ બન્યો. ઉ. ૬ ઉ. ૧
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy