SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [જીવદયાપાલનનો ઉપદેશ-૬૫ ત્યાં જ ફરી ફરી ઉત્પન્ન થશે. (૧૦) ત્યાંથી નીકળીને ચતુષ્પદોમાં, ઉર-પરિસર્પોમાં, ભુજપરિસર્પોમાં, ખેચરોમાં, ચરિંદ્રિયોમાં, `તૈઇન્દ્રિયોમાં, બેઇન્દ્રિયોમાં, કડવાં વૃક્ષોમાં, વાયુકાયોમાં, તેઉકાયોમાં, અકાયોમાં અને પૃથ્વીકાયોમાં લાખોવાર ઉત્પન્ન થશે. (૧૧) વળી-આ પ્રમાણે સંસારસાગરમાં ભમીને સુપ્રતિષ્ઠિત નગરમાં તેજસ્વી અને બીજા બળદોથી કષ્ટથી જોઇ શકાય તેવો બળદ થશે. ગંગા નદીના કિનારે શીંગડાઓથી માટીને વિખેરતા એવા તેનો પણ કિનારો ચુરો કરી નાંખશે. અર્થાત્ કિનારો પડવાથી ડટાયેલો તે મરશે. (૧૨) મરીને તે જ નગ૨માં શ્રેષ્ઠિપુત્ર થશે. સર્વજ્ઞભાષિત ધર્મને સાંભળીને સ્થવિરોની પાસે શ્રેષ્ઠચારિત્રનું પાલન કરનાર સાધુ થશે. (૧૩) દીક્ષાને સારી રીતે આરાધીને સૌધર્મ દેવલોકમાં દેવ થશે. (૧૪) ત્યાંથી પણ અવીને મહાવિદેહક્ષેત્રમાં સુકુલમાં મનુષ્યભવ પામીને દીક્ષાનો સ્વીકાર કરશે. કર્મોનો નાશ કરીને કેવળી થઇને ત્યાં મોક્ષને પામશે. આ પ્રમાણે સાંભળીને શ્રીગૌતમસ્વામી વગેરે જીવો પરમસંવેગને પામ્યા. જુઓ! પરસંતાપ કેટલા બધા દુઃખને ઉત્પન્ન કરે છે. જીવો આ પ્રમાણે જીવોનો વધ વગેરે કરીને મૃગાપુત્રની જેમ સર્વદુઃખોનું પાત્ર બને છે. આ પ્રમાણે ગાથાનો અર્થ છે. [૧૩] ઉપસંહાર કરવા દ્વારા પ્રસ્તુત દ્વારના ઉપદેશના તાત્પર્યને કહે છેनाऊण दुहमणंतं, जिणोवएसाउ जीववहयाणं । होज्ज अहिंसानिरओ, जड़ निव्वेओ भवदुहेसु ॥ १४॥ હમણાં કહ્યું તેમ જીવવધ કરનારાઓને અનંત દુઃખ થાય છે એમ જિનોપદેશથી જાણીને હે જીવ! જો તને ભવદુઃખો ઉપર નિર્વેદ (=કંટાળો) થયો હોય તો અહિંસામાં તત્પર થા. વિશેષાર્થ– જન્મ-મરણોથી જેમના શરીરો હણાઇ ગયા છે એવા જીવોએ પૂર્વે નિરંતર અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કર્યું છે, એ પરિભ્રમણનું જીવહિંસા સિવાય બીજું કોઇ કારણ જિનેશ્વરો કહેતા નથી. જીવહિંસા પ્રગટ નરકનો માર્ગ છે. (૧) આ પ્રમાણે સર્વ જિનેશ્વરો વડે કહેવાયેલું આ સાંભળીને અને સ્વભાવથી જ મુશ્કેલીથી મેળવી શકાય તેવી મનુષ્યભવ આદિ સામગ્રીને પામીને હે જીવો! જો તમને ભવદુઃખ પીડા કરે છે તો હંમેશા જ શિવસુખ ક૨વામાં (=આપવામાં) કુશળ એવી જીવરક્ષાને કરો. (૨) [૧૪] આ પ્રમાણે શ્રીહેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલાના વિવરણમાં અભયદાનદ્વાર પૂર્ણ થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં અભયદાન દ્વારનો રાજશેખરસૂરિષ્કૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. ૧. મુદ્રિતપ્રતમાં ૬૦મા પેજમાં નવમી લાઇનમાં આવેલો તેયેિસુ પાઠ અગિયારમી લાઇનમાં જોઇએ.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy