SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસંઘે ગિરનારતીર્થને ૫૦,000 અને શત્રુંજયતીર્થને ૩૦,૦૦૦ પાસ્થયની ભેટ ધરી હતી. (આ. ચંદ્રસૂરિકૃતિ મુણિસુવ્રયચરિયું, ગાથા : ૬૩ થી ૭૬) માલધારી હેમચંદ્રસૂરિએ નીચે પ્રમાણેના ગ્રંથોની રચના કરી છે, જેનું પ્રમાણ લગભગ લાખ શ્લોક જેટલું થાય છે ૧. આવસ્મય ટિપ્પણક આવશ્યકપ્રદેશ વ્યાખ્યા, ગ્રં. ૫૦૦૦. ૨. સયગ કમ્મગ્ગથ વિવરણ, ગ્રં. ૪OOO ૩. અણુઓગદારસુત્તવિત્તી, ગ્રં. ૬૦૦૦ ૪. ઉવએસમાલા-પુફમાલાપગરણ મૂલ, ઝં. પ. પુફમાલા સ્વોપજ્ઞવૃત્તિ, ગ્રં. ૧૪OOO. ૬. જીવસમાસ વિવરણ, ગ્રં. ૭000, સં. ૧૧૬૪ના ચૈત્ર સુદિ ૪ને સોમવાર, પાટણ. (તેમણે સં. ૧૧૬૪માં રચેલા આ વિવરણની તાડપ્રતિ આજે ખંભાતમાં વિદ્યમાન છે. એટલે ગ્રંથકારના હાથે જ લખાયેલી આ પ્રતિ ગણાય છે.) ૭. ભવભાવના-મૂલ, સં. ૧૧૭૦, મેડતા અને છત્રાપલ્લી. ૮. ભવભાવના સ્વપજ્ઞવૃત્તિ, ગ્રં. ૧૩૦૦૦, સં. ૧૧૭૦, મેડતા-છત્રાપલ્લી ૯. નંદિસુત્ત ટિપ્પન. ૧૦.વિસસાવસ્મય-બૃહદ્રવૃત્તિ, ગ્રં. ૨૮૦૦૦, સં. ૧૧૭૫. તેમને “વિસસાવય' વૃત્તિ રચવામાં ૧. પં. અભયકુમાર, ૨. પં. ધનદેવ ગણિ, ૩. પં. જિનભદ્ર ગણિ, ૪. ૫. લક્ષ્મણગણિ. ૫. મુનિ વિબુધચંદ્ર તથા ૬, સાધ્વી આણંદશ્રી મહત્તરા અને ૭. સાધ્વી વીરમતી ગણિનીએ સહાય કરી હતી. તેમના ગ્રંથોમાં ભવભીરુતાનો પરિચય આ પ્રકારે મળે છે- “મને ગુરુજનોએ જ્ઞાન આપ્યું છે. હું તેમાંથી જે જે સમજ્યો છું તેને આત્મસ્મરણ માટે મેં અહીં ગોઠવ્યું છે. આમાં જે જે દોષો હોય તે મુનિજનોએ મારા ઉપર પ્રસન્ન બનીને શોધવા. કેમ કે જગતમાં સૌ કર્મને આધીન છે સૌ છવાસ્થ છે અને મારા જેવા તો સબુદ્ધિ વિહોણા છે, ને મતિવિભ્રમ તો કોને થતો નથી ? (-આવસ્મય ટિપ્પન). તેમના શિષ્યોમાં ચાર બહુ પ્રસિદ્ધ હતા. ૧. આo વિજયસિંહસૂરિ - તેમણે સં. ૧૧૯૧ના માહ વદિ ૩ના રોજ કૃષ્ણર્ષિના શિષ્ય આ. જયસિંહસૂરિની “ધર્મોપદેશમાલા’ ગાથા : ૯૮ નું વિવરણ ગ્રંવ : ૧૪૪૭૧ રચ્યું, જેમાં તેમના ગુભાઈ પં. અભયકુમાર ગણીએ સહાય કરી હતી. આ આચાર્ય ઘણા રૂપાળા અને શાંત હતા. ૨ આO ચંદ્રસૂરિ - તેઓ લાટદેશના નાણાપ્રધાન મંત્રી હતા. ૩ આ0 વિબુધચંદ્રસૂરિ - તે પણ લાટદેશના મંત્રી હતા. તેમણે મંત્રીપદ તજી ગઈ દીક્ષા લીધી. તેમણે ગુરુદેવની ‘વિસસાવસ્મય'ની બૃહવૃત્તિનું તથા આ. ચંદ્રસૂરિએ રચેલા મુણિસુવ્યચરિય’નું સંશોધન કર્યું હતું. તેમના શિષ્ય ઉપાધ્યાય પદ્મચંદ્ર હતા.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy