SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શાંતિનાથચરિત્ર-૫૭ ૧૪ રત્નો, ૯ મહાનિધિ, ૧૬ હજાર દેવો, ૩૨ હજાર રાજાઓ, ચંદ્ર જેવી નિર્મળ સૌભાગ્યશાળી સ્ત્રીઓ અર્થાત્ રાજવંશમાં ઉત્પન્ન થયેલી ૩૨ હજાર સ્ત્રીઓની સાથે રહેનારી ૩૨ હજાર સ્ત્રીઓ, રાજવંશમાં ઉત્પન્ન થયેલી ૩૨ હજાર સ્ત્રીઓ, (આમ કુલ ૬૪ હજાર સ્ત્રીઓ.) ૩૨ હજાર બદ્ધ નાટકો, ૩૬૩ રસોઈઆ, મનુષ્યોની ૧૮ મુખ્યજાતિ અને ૧૮ અવાંતરજાતિ, ૮૪ હજાર અશ્વ, ૮૪ હજાર હાથી, ૮૪ હજાર રથ, ૯૬ ક્રોડ નોકરો, (૯૬ ક્રોડ પાયદળ) ૭૨ હજાર શ્રેષ્ઠ નગરો, ૩૨ હજાર દેશ, ૯૬ ક્રોડ ગ્રામ, ૯૯ હજાર દ્રોણક (=જલમાર્ગ અને સ્થલમાર્ગથી જઈ શકાય તેવા શહેરો), ૪૮ હજાર પત્તન ( કિલ્લાવાળા શહેરો), ૨૪ હજાર કર્બટ (=કુનગરો), ૨૪ હજાર મડંબ (=જેની ચારે બાજુ એક એક યોજન સુધી ગામ ન હોય તેવા ગામો), ૨૦ હજાર ખાણો, ૧૬ હજાર ખેટક ( નદી અને પર્વતોથી વીંટળાયેલાં નગરો) ૧૪ હજાર સંબાધ (=જ્યાં બ્રાહ્મણ આદિ ચારે જાતિના માણસો હોય તેવાં નગરો) પ૬ અંતરદ્વીપ, ૪૯ કુરાજ્ય. આ બધાના માલિક હતા. દીક્ષા-કેવલજ્ઞાન અહીં પણ ૨૫ હજાર વર્ષ સુધી મહાચક્રવર્તીના ભોગો ભોગવીને સ્વયમેવ યથોચિત સમય ( દીક્ષાનો સમય) જાણ્યો, અને આચાર હોવાથી લોકાંતિક દેવોએ પણ દીક્ષાનો સમય જણાવ્યો. સાંવત્સરિક મહાદાન આપીને બત્રીસ દેવેંદ્રોએ કરેલી મહાવિભૂતિપૂર્વક વસ્ત્રના છેડે લાગેલા ઘાસની જેમ રાજ્યલક્ષ્મીને છોડીને, જેઠ વદ ચૌદશે વિધિપૂર્વક દીક્ષાનો સ્વીકાર કર્યો. ત્યારબાદ એક વર્ષ સુધી છદ્મસ્થપર્યાય પાળીને, સંયમના આચાર પ્રમાણે વિચરતા એવા તેમને સહસ્ત્રાપ્રવનમાં છઠ્ઠભક્ત વડે પોષ માસની સુદ નામની તિથિએ ચાર ઘાતકર્મોનો ક્ષય થતાં શ્રેષ્ઠ કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયાં. તે કેવલજ્ઞાન અને કેવલદર્શન અનંત (=અનંત વસ્તુના વિષયવાળા અથવા અવિનાશી), ૧. નવનિધિનાં નૈસર્પ, પાંડુક, પિંગલ, સર્વરત્ન, મહાપદ્મ, કાલ, મહાકાલ, માણવ અને શંખક એવાં નામ હતાં. નૈસર્પ- આ નિધિથી છાવણી, શહેર, ગામ, ખાણ વગેરે સ્થાનોનું નિર્માણ થાય છે. આ નિધિથી માન, ઉન્માન અને પ્રમાણ એ સર્વનું ગણિત તથા ધાન્ય અને બીજી ઉત્પત્તિ થાય છે પિંગલ- આ નિધિથી મનુષ્યો અને પશુઓનાં સર્વ જાતિના આભૂષણોનો વિધિ જાણી શકાય છે. સર્વરન- આ નિધિથી ચક્રરત્ન વગેરે સાત એકેન્દ્રિય અને સાત પંચેન્દ્રિય રત્નો ઉત્પન્ન થાય છે. મહાપા- આ નિધિથી સર્વપ્રકારના શુદ્ધ અને રંગીન વસ્ત્રો નિષ્પન્ન થાય છે. એમાં કહેલી વિધિથી વસ્ત્રો તૈયાર કરી શકાય છે. કાલ– વર્તમાન, ભૂત અને ભવિષ્ય એ ત્રણકાળનું જ્ઞાન, કૃષિ વગેરે કર્મ અને શિલ્પ આદિનું જ્ઞાન થાય છે. મહાકાલ– સુવર્ણ આદિની ખાણો ઉત્પન્ન થાય છે. માણવ- યોદ્ધા, હથિયાર, કવચ, યુદ્ધનીતિ અને દંડનીતિ પ્રગટ થાય. શંખક- કાવ્યો, નાટકવિધિ, વાંજિત્રો પ્રગટ થાય છે. આ દરેક નિધિ એક એક હજાર યક્ષોથી અધિષ્ઠિત હોય છે. દરેક નિધિ આયોજન ઊંચો, નવયોજન વિસ્તારવાળો અને દશ યોજન લાબો હોય છે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy