SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ - અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શાંતિનાથચરિત્ર મૂળ શરીરને પ્રગટ કરીને દિશાવલયને પ્રકાશિત કરતા દેવે કહ્યું: તું પરકાર્ય માટે શરીરનો તૃણની જેમ આ પ્રમાણે ત્યાગ કરે છે. માટે હે ગુણસમુદ્ર! તને નમસ્કાર થાઓ, તને નમસ્કાર થાઓ, તને નમસ્કાર થાઓ, તને નમસ્કાર થાઓ. હે રાજપુત્ર! સ્વર્ગમાં તુષ્ટ થયેલો ઇંદ્ર પણ જેનું દાસપણું કરે છે એવા તારી ત્રિભુવનમાં પણ ગુણોથી બરાબરી (=સમાનતા) કોણ ધારણ કરે છે? પછી ઇંદ્રે કરેલી પ્રશંસા વગેરે વિગત કહીને દેવ જાણે કુમારના ગુણસમૂહથી ભરેલી પૃથ્વીમાં સમાતો ન હોય તેમ ઉપર દેવલોકમાં જતો રહ્યો. આ પ્રમાણે પ્રશંસા કરાયો હોવા છતાં કુમાર મુખમાં પણ ક્ષણવાર પણ વિકારને પ્રગટ કરતો નથી અને ત્રણ વર્ગમાં સારભૂત સુખોને અનુભવતો રહે છે. વજાયુધના રાજ્યનું વર્ણન હવે ક્ષેમંકર રાજા વજાયુધને રાજ્ય આપીને તીર્થંકરના હસ્તે દીક્ષિત બનીને વિમલગુણ નામના ગણધર થયા. રાજાઓ વડે વજાયુધનો કર ધારણ કરાઇ રહ્યો હતો, અર્થાત્ રાજાઓ વજાયુધને રાજ્યકર આપી રહ્યા હતા. વજાયુધનો નિર્મલ પ્રતાપ સૂર્યની જેમ દૂર સુધી ફેલાયેલો હતો. આવો વજાયુધ સમૃદ્ધ રાજ્યનું પાલન કરે છે. તે આ પ્રમાણેવિષ્ણુની જેમ પરાક્રમરૂપી મેરૂપવર્તથી મહાન પ્રતિપક્ષી (રાજારૂપ) સાગરનું મંથન કરીને તેમાંથી બહાર કાઢેલી લક્ષ્મીને વક્ષસ્થળે (છાતીમાં) રહેનારી કરી. ચાર સમુદ્રરૂપ કમરવાળી, કુલપર્વતરૂપ પહોળા અને પુષ્ટ સ્તનપટ્ટવાળી, ભુજારૂપદંડથી રક્ષણ કરાયેલી પૃથ્વીરૂપી સ્ત્રીને ઇચ્છા પ્રમાણે ભોગવે છે. તે રાજા રાજ્યનું પાલન કરી રહ્યો હતો ત્યારે મદ હાથીઓમાં (=હાથીઓના ગંડસ્થલમાં) હતો, બીજે કયાંય ન હતો, અર્થાત્ લોકોમાં મદ(=અભિમાન) ન હતો. દંડ છત્રીઓમાં જ હતો, અર્થાત્ લોકો ગુનો કરતા ન હતા એથી તેમને રાજદંડ થતો ન હતો. બંધ માત્ર કવિઓના ગ્રંથોમાં હતો, અર્થાત્ લોકો તેવા ગુના કરતા ન હતા કે જેથી તેમને જેલ વગેરે બંધન આવે. માર શબ્દનો પ્રયોગ ફક્ત પાશાઓથી રમાતી રમતમાં જ થતો હતો, અર્થાત્ લોકો બીજાને મારવા માટે માર શબ્દનો પ્રયોગ કરતા ન હતા. ખલ (=ખોળ) શબ્દનો પ્રયોગ તલનો ખોળ એમ તલમાં જ થતો હતો, અર્થાત્ રાજ્યમાં એક પણ ખલ(=લુચ્ચો) માણસ ન હતો. કજિયો કામક્રીડામાં આસક્ત પુરુષ-સ્ત્રીઓમાં જ થતો હતો, અર્થાત્ સ્વાર્થ કે અહંકાર આદિ માટે કજિયો થતો ન હતો. કુશાગ્ર(=ઘાસનો અગ્રભાગ) માત્ર બગીચાઓમાં જ હતો, અર્થાત્ લોકો (કુ+સર્ગ=) ખરાબ માણસની સોબત કરતા ન હતા. જલસમૂહ માત્ર સરોવરમાં હતો, અર્થાત્ લોકો જડ=અજ્ઞાની ન હતા. ૧. ધર્મ-અર્થ-કામ એ ત્રણને ત્રિવર્ગ કહેવામાં આવે છે. ૨. સૂર્યના પક્ષમાં મદિCર=પર્વત. ર=કિરણો. ૩. ગ્રંથના પક્ષમાં બંધ એટલે વાક્યસમૂહની રચના.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy