SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪- અભયદાન દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) " [શાંતિનાથચરિત્ર હાથના તળીયામાં રાગ (=લાલરંગ) હતો. પરસ્ત્રી વર્ગમાં રાગ (=આસક્તિ) ન હતો. જાણે વજાયુધની મુખશોભાથી જિતાઈ ગયો હોય તેમ ચંદ્ર દરરોજ 'ખિજાય છે. જાણે તેની શરીરકાંતિથી જિતાયેલું સુવર્ણ પણ અગ્નિમાં પ્રવેશ કરે છે. પરનો નાશ કરનારા અને વિશિષ્ટ મુખવાળા કૃષ્ણને, તથા મધુરધ્વનિવાળા અને ભમરાઓથી આશ્રય કરાયેલા કમળને અને સમુદ્રને છોડીને લક્ષ્મી તેના શરીરમાં વસે છે. મેઘની જેમ નાના-મોટાની અપેક્ષા રાખ્યા વિના( નાના-મોટાનો વિચાર કર્યા વિના) મોટી સુવર્ણધારાઓથી સતત વરસતા તેણે જગતને ગરીબાઈથી રહિત કરી નાખ્યું હતું. જેવી રીતે વિકસેલા સૂર્યકિરણોના સમૂહ આગળ ચંદ્રની પ્રભા ઝાંખી થઈ જાય છે, તેવી રીતે તેની સુભટપણાની કથાના અવસરે બીજાઓની વીરવૃત્તિઓ ઝાંખી પડી જતી હતી. સ્ત્રીજન દરેક ઘરમાં બીજી પ્રવૃત્તિને છોડીને તેની શ્રેષ્ઠરૂપ-વિલાસ-સૌભાગ્યની વાતોમાં આર્કષાયેલો દેખાતો હતો. બાલ્યાવસ્થાથી જ તેનું મન ધર્મમાં જ રમતું હતું. કયો પાપીજીવ અમૃત પ્રાપ્ત થવા છતાં કાંજીને પીએ? કામ-અર્થના સેવનમાં પણ તેનો ઉપયોગ ધર્મમાં જ રહેતો હતો. જીર્ણઘાસ ખાનાર ઉત્તમ હાથી વિંધ્ય પર્વતને યાદ કરે છે. (કારણ કે વિંધ્ય પર્વતમાં સારું ઘાસ મળે છે. અહીં તો તેને જેવું તેવું ઘાસ મળે છે.) જેમની નજીકમાં પતિ રહેલો છે એવી દેવાંગનાઓ મેરુશિખર ઉપર તેના ઉત્સુકતાથી ભરેલા અને ચંદ્ર જેવા નિર્મળ ચરિત્રોની પ્રશંસા કરતી હતી. ઉજ્જવળ યશથી સઘળા વિશ્વને ઉજ્જવળ બનાવનાર તેના ગુણોનો માત્ર આદર કરવામાં જ ઇંદ્ર પોતાને કૃતાર્થ માનતો હતો. મેરુપર્વતની મહાનતા, મહાસમુદ્રની ગંભીરતા અને ત્રણ ભુવનનો સાર લઈને તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રમાણે ગુણસાગરથી નિર્માણ કરાયેલા તેના ગુણોના "બોધરૂપ સમુદ્રના પારને પામવા માટે બૃહસ્પતિની પણ શક્તિ નથી, તો પછી બીજાઓની શી ગણતરી? જાણે તારાગણની મધ્યમાં રહેલો સાક્ષાત્ ચંદ્ર હોય તેમ ઘણા રાજપુત્રોથી પરિવરેલો તે નગરના ઉદ્યાનોમાં ફરે છે. ૧. ખીજાયેલા માણસનું મુખ લાલ થઇ જાય. ચંદ્ર લાલ હોય છે, આથી ગ્રંથકારે કલ્પના કરી છે કે ચંદ્ર ખિજાતો હોવાથી લાલ રહે છે. ૨. કૃષ્ણ કંસ વગેરેનો વધ કર્યો હતો. પરનો નાશ કરનારા એ વિશેષણથી એ જણાવ્યું છે કે કૃષ્ણ ક્રૂર છે અને કુમાર દયાળું છે. માટે લક્ષ્મી તેને છોડીને કુમાર પાસે ગઇ. ૩. ઉતરવચમ્ એ નિયમથી નડાત્ર એટલે તાત્રય કૃષ્ણ પાણીમાં શયન કરે છે. માટે નાનાની એટલે કૃષ્ણ. ૪. દિM (ગ્રહણ =આદર.) ૫ હજી (પ્રહા=બોધ.).
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy