SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શાંતિનાથચરિત્ર-૩૧ ચરિત્રોને સાંભળતો, સુંદર `કદલીગૃહોમાં ક્રીડા કરતો, શ્રેષ્ઠ દ્રાક્ષામંડપોમાં આરામ કરતો, સ્ત્રીઓના નિતંબ જેવા સુંદર અને ચમકતાં નદીકિનારાઓમાં ખુશ થતો, શ્રીવિજય મહારાજા અન્ય અન્ય ઉદ્યાનોમાં ફરે છે. સુતારા રાણીના અપહરણનો પ્રસંગ આ તરફ– રત્નપુરમાં સત્યભામાના વિરહમાં (=સ્ત્રીવિયોગના કારણે) આર્તધ્યાન અને પીડાને પામેલો તે કપિલ મરીને તિર્યંચોમાં ઉત્પન્ન થયો. ત્યારબાદ ભમીને ફરી ફરી તે જ તિર્યંચોમાં ઉત્પન્ન થયો. પછી ચમરચંચા નગરીમાં અશનિઘોષ નામે વિદ્યાધર રૂપે ઉત્પન્ન થયો. ભાગ્યયોગથી જ્યાં શ્રીવિજયરાજા આવ્યો તે સ્થાનમાં અનિઘોષ આવ્યો. તેણે રાજા પાસે રહેલી પોતાની પૂર્વભવની પત્ની સુતારાને જોઈ. પૂર્વભવના સ્નેહથી મૂઢ બનેલો તે ત્યાંથી બીજા સ્થળે જવા માટે સમર્થ થતો નથી. તેથી તેનું અપહરણ કરવાની ઇચ્છાવાળા તેણે વ્યામોહ પમાડવા માટે અત્યંત દૂર નહિ એવા સ્થળે સુવર્ણપટ્ટાવાળો અને અત્યંત દર્શનીય હરણ વિકુર્તીને બતાવ્યો. તેને જોઈને સુતારાએ રાજાને કહ્યું: હે દેવ ! મને ક્રીડા કરવા માટે આ હરણ લાવીને આપો. રાજાને સુતારા રાણી પોતાના પ્રાણથી પણ અધિક અત્યંત પ્રિય હતી. તેથી તેના વચનનું ઉલ્લંઘન કરવા માટે અસમર્થ તે હરણની પાછળ દોડ્યો. રાજા રાણીની સાથે અહીં પરિભ્રમણ કરે છે એમ સમજીને સૈન્યલોક દૂર ઊભો રહ્યો. તેથી એકાંત જાણીને અનિઘોષે સુતારાનું અપહરણ કર્યું અને ત્યાં સુતારા જેવું રૂપ ધારણ કરનારી વેતાલી વિદ્યા મૂકી. ત્યારબાદ થોડે સુધી ગયેલા રાજાને વિદ્યાએ પોકાર કર્યો કે હે દેવ! મારું રક્ષણ કરો, રક્ષણ કરો. ૐકુર્કટસર્પથી હું ડસાઈ છું. તેથી જલદી પાછા ફરીને રાજા જેટલામાં આવે છે તેટલામાં વિદ્યા નીચે પડી. ખરેખર! આ મૃત્યુ પામી છે એમ રાજા સમજ્યો. પરમાર્થને નહિ જાણનારા અને કરુણાપૂર્વક વિલાપ કરતા રાજાએ કહ્યું: હા દેવી! અવસર વિના પણ તમે આ શું કર્યું? હા! મને છોડીને તું ક્યાં ગઈ? અથવા મારા સ્નેહની પરીક્ષા કરવા માટે તેં આ કોઈક કપટ રચ્યો હશે! હે મુગ્ધા! નિષ્ફલ તે કપટથી પણ શું? શું આટલા કાળથી મારો સદ્ભાવ નથી જાણ્યો ? તેથી હે સુંદરી! તારા વિરહમાં નિઃસંશય મારા જીવનનો ત્યાગ કરું છું. ઇત્યાદિ વિલાપ કરીને ત્યાં ચંદનના કાષ્ઠો ગોઠવાવ્યા. સકળ સૈન્ય કરુણ પોકાર કરતો હોવા છતાં અને રોકતો હોવા છતાં રાજા રાણીને પોતાના ૧. કેળાના સ્તંભોથી બનાવેલું ઘર. ૨. વેતાલી એટલે બીજાને છેતરનારી. વેતાલી વિદ્યાના પ્રભાવથી અચેતન વસ્તુ પણ ચેતનની જેમ જ ક્રિયા કરે છે. ૩. કુટ એક પ્રકારના સર્પની જાતિ છે. ૪. સિજીિ આદિ વિશેષણોનો અર્થ સ્વયં જાણી લેવો.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy