SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬- બ્રહ્મચર્ય વિષે] ઉપદેશમલા (પુષ્પમાલા) [સ્થૂલભદ્રસ્વામીની કથા કેવલી મુનિનો મહિમા કર્યો. સુવર્ણકમળ રચ્યું. તેના ઉપર બેસીને કેવળીએ ત્યાં દેવવિદ્યાધર-નર-નારીના સમૂહથી પ્રતિપૂર્ણ પર્ષદાને દેશના આપી. તેવા પ્રકારની ઋદ્ધિને જોઇને અને મુનિની દેશના સાંભળીને પોતાને નિંદતી વ્યંતરીએ ધર્મનો સ્વીકાર કર્યો. દેવદત્તા ગણિકાએ પણ પંડિતા ધાવમાતાની સાથે ધર્મનો સ્વીકાર કર્યો. બીજા પણ ઘણા જીવો પ્રતિબોધ પામીને સંવિગ્ન બન્યા. (૧૦૦) આ પ્રમાણે પૃથ્વી ઉપર વિચરીને, ઘણા લોકોને દુઃખથી મુક્ત કરીને, કર્મોનો ક્ષય કરીને, ઉત્તમમુનિ સુદર્શન મોક્ષને પામ્યા. આ પ્રમાણે બીજા પણ મુમુક્ષુએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. [૧૫૭] આ પ્રમાણે સુદર્શનનું કથાનક પૂર્ણ થયું. આ વિષયમાં જ બીજું ઉદાહરણ કહે છેवंदामि चरणजुयलं, मुणिणो सिरिथूलभद्दसामिस्स । जो कसिणभुयंगीए, पडिओऽवि मुहे न निड्डसिओ ॥ १५८॥ જે કાળી સાપણના મુખમાં પડવા છતાં ડંશાયા નહિ, અર્થાત્ કોશાવેશ્યાના ઘરમાં રહેવા છતાં ક્ષોભ ન પમાડાયા. તે મુનિ શ્રી સ્થૂલભદ્રસ્વામીના બે ચરણોને હું વંદન કરું છું. વિશેષાર્થ– કામને પ્રદીપ્ત કરવા રૂપ જે મહાવિષ, એ મહાવિષરૂપ જવરથી સંયમરૂપ પ્રાણનો નાશ કરવાથી કોશા વેશ્યા કાળી સાપણ જેવી છે. શ્રી સ્થૂલભદ્રસ્વામીની કથા આવશ્યસૂત્ર આદિમાં પ્રસિદ્ધ જ છે. તેથી ફક્ત સ્થાન શૂન્ય ન રહે એ માટે કંઈક લખવામાં આવે છે શ્રી સ્થૂલભદ્રસ્વામીની કથા જાણે કે પૂર્વદિશારૂપ વધૂનું કટિસૂત્ર(=કંદોરો) હોય તેવું, જેણે વિલાસગૃહની અસાધારણ શોભા કરી છે તેવું, સુપ્રસિદ્ધ અને શ્રેષ્ઠ પાટલિપુત્ર નામનું નગર છે. ત્યાં નિંદની જેમ પૃથ્વીના પાલનમાં તત્પર નંદ નામનો રાજા હતો. તે રાજાનો શકટાલ નામનો મંત્રી હતો. તે મંત્રીના સ્થૂલભદ્ર અને શ્રીયક એમ બે પુત્રો હતા. તેમાં પણ સ્થૂલભદ્રનું શરીર નિત્ય વિલાસના વ્યસનવાળું હતું. (આથી) તે બાર વર્ષો સુધી કોશાવેશ્યાને ઘરે રહ્યો હતો. શકટાલમંત્રીના સ્વર્ગવાસ પછી રાજાએ તેને બોલાવીને પિતાના પદનો સ્વીકાર કર એમ કહ્યું. તેણે કહ્યું: હું વિચારું છું. રાજાએ કહ્યું: અહીં જ મારા ઘરની નજીકમાં આવેલા ઉદ્યાનમાં જઈને વિચારીને મને કહે. સ્થૂલભદ્ર તે પ્રમાણે ૧. નંદ એટલે શ્રીકૃષ્ણનું પાલન કરનાર નંદ નામનો ગોવાળ. આ નંદના પક્ષમાં પાતળનિરો એટલે ગાયોના પાલનમાં તત્પર.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy