SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચર્ય વિષે] ઉપદેશમલા (પુષ્પમાલા) [સુદર્શનમહર્ષિની કથા-૩૫૩ રહું છું. આ પ્રમાણે સાંભળીને જલદી વિરક્ત બનેલી કપિલા સુદર્શનને છોડી દે છે. પોતાને પુણ્યશાલી માનતો સુદર્શન પોતાના ઘરે ગયો. હવે એકવાર રાજા કપિલ અને સુદર્શનની સાથે અતિશય ઘણા આડંબરથી ક્રીડા કરવા માટે બહાર ઉદ્યાનમાં ગયો. રાજાની રાણી અભયાની સાથે કપિલા અને મનોરમા એ બંનેય પરિવારસહિત શિબિકામાં આરૂઢ થઇને જાય છે. કપિલાએ રાણીને પૂછ્યું: ચંદ્રપંક્તિની જેમ આકાશને પ્રકાશિત કરતી આ કયા પુણ્યશાલીની પત્ની છે? રાણીએ કહ્યું. આ સુદર્શનની પત્ની છે. આ પુત્રો પણ મહાગુણોરૂપી રત્નના સમુદ્ર એવા તેના જ છે. કપિલાએ કહ્યું: જો એમ છે તો આ નિપુણ છે. કારણ કે ધુતારાઓની સાથે આટલા પણ પુત્રોને જન્મ આપતી તે સસરા આદિથી ઓળખાણી નથી. તેથી રાણીએ હસીને કહ્યું: તું આ કેમ કહે છે? કપિલાએ કહ્યું. કારણ કે આનો પતિ નપુંસક છે. રાણીએ પૂછ્યું: તું આ કેવી રીતે જાણે છે? કપિલાએ પૂર્વનો વૃત્તાંત કહ્યો. તેથી અભયાએ કહ્યું: સાચે જ તે પરસ્ત્રીઓની સાથે નપુંસક છે. તેથી તેને કામશાસ્ત્રની બહાર રતિ છે, અર્થાત્ તેને કામશાસ્ત્રમાં રતિ નથી. હે મુશ્કે! રસહીન બ્રાહ્મણી! ચતુર તેનાથી તું છેતરાણી છે. હવે દુઃખી બનેલી કપિલાએ કહ્યું: જો તું જ ચતુર છે તો તેની સાથે તું સ્વયં રમ, તો તારું માહાસ્ય જણાય. તેથી રાણીએ કહ્યું: હલ્લિ! મારે આ વિષયમાં શો સંદેહ છે? જો હું આ કાર્ય ન કરું તો મારે પુરુષસંગનો નિયમ હો! પછી પ્રતિજ્ઞા કરીને અને ક્રીડા કરીને ઘરે આવેલી તેણે પંડિતા નામની ધાવમાતાને આ કહ્યું: (૫૦) તેથી ધાવમાતાએ કહ્યું: અહહ હે દેવી! તેં ઘણી ભૂલ કરી છે. કારણ કે જિનવચનમાં આસક્ત તે પરસ્ત્રીઓમાં મન પણ કરતો નથી. તેથી રાણીએ કહ્યું માતા! મેં આ પ્રતિજ્ઞા કરી છે. જો તું કોઇપણ રીતે આ પ્રતિજ્ઞા ન પૂરે તો હું ચોક્કસ મરું. પછી એના અસદ્ આગ્રહને જાણીને અને લાંબો નિસાસો નાખીને ધાવમાતા વિવિધ ઉપાયોને વિચારવા માટે પ્રવૃત્ત થઈ. રાત્રિના પહેલા પહોરે લેપ્યમય પુતળાને લઇને પ્રવેશ કરતી તેને અંતઃપુરના પહેરીગરો પૂછે છે કે તે ધાવમાતા! આ શું છે? રાણીને પૂજા કરવા માટે આ કામદેવની પ્રતિમાને લઇ જઉં છું. પંડિતા ધાવમાતા આ પ્રમાણે દરરોજ કરે છે. વૃદ્ધ પુરુષો વિશ્વાસને પામ્યા ત્યારે આઠમના દિવસે બહાર પ્રતિમામાં રહેલા સુદર્શનને પણ લાવે છે. આ કામદેવની પ્રતિમા છે એમ સમજીને અંતઃપુરના પહેરીગરોએ કંઇપણ ન પૂછ્યું. તેથી મેરુ જેવા સ્થિર તેને રાણી આગળ મૂક્યો. પછી કામથી વિદ્વલ બનેલી રાણી તેને સર્વ અંગોમાં આલિંગન કરે છે. મુખને પકડીને સીત્કારને કરતી તે ચુંબન કરે ૧. સાદે પદનો અર્થ આ પ્રમાણે છે-ટ્વેન તો પ્રદો ય ત વતwદે મુઠ્ઠમ્ |
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy